જુઓ કેવી રીતે સુશાંતે ઉજવ્યો હતો પરીવાર સાથે જીવનનો છેલ્લા જન્મદિવસ

સુશાંત સિંહ રાજપૂતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અને ફોટો તેના છેલ્લા જન્મદિવસના છે. સુશાંત સિંહ રાજપૂતે તેનો છેલ્લો જન્મદિવસ તેના પરીવાર સાથે ઉજવ્યો હતો.

image source

જન્મદિવસ ઉજવવા માટે સુશાંત બિહાર ગયા હતો. તેણે પરીવાર સાથે દિવસભર ખૂબ મજા કરી, પૂજા કરી જન્મદિવસ ઉજવ્યો હતો. તે સમયે કોઈ આ વાત જાણતું ન હતું કે આ રીતે ખુશખુશાલ જણાતો સુશાંત અંદરથી તુટી રહ્યો છે.

વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત પોતાના જન્મદિવસની ઉજવણી પારંપરિક રીતે કરતો જોવા મળે છે. એક્ટરના ઘરે તેના જન્મદિવસની પૂજા કરવામાં આવી હતી. જેની મજા તેણે લીધી આ સિવાય તે તેની માતાના ફોટો સામે હાથ જોડી પ્રણામ કરતો પણ જોવા મળે છે. વીડિયોમાં સુશાંતનો આખો પરીવાર જોવા મળે છે અને બધા જ ખુશ છે.

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ તેના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ વાત સામે આવતાં બોલિવૂડમાં ખળભળાટ મચ્યો છે તો સાથે જ તેના ફેન્સ પણ આ વાતને માનવા તૈયાર નથી. એક્ટરે શા માટે આત્મહત્યા કરી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ આ મામલે અગલ અલગ એંગલથી તપાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Singh (@psthegoner) on

સુશાંત સિંહના અંતિમ સંસ્કાર 15 જૂને મુંબઈમાં જ કરવામાં આવ્યા હતા. આ તકે બોલિવૂડના કેટલાક સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. સુશાંતના અંતિમ સંસ્કાર માટે તેના પરીવારના સભ્યો પટનાથી મુંબઈ આવ્યા હતા. અંતિમ સંસ્કાર બાદ સુશાંતની અસ્થિનું વિર્સજન ગંગા ઘાટમાં કરવામાં આવ્યું હતું.

image source

રવિવારે અચાનક જ સુશાંત સિંહની આત્મહત્યાની ખબર સામે આવતા તેના પિતા આઘાતમાં સરી પડ્યા હતા. મીડિયા રીપોર્ટ અનુસાર એક્ટરના પિતાની તબીયત હાલ પણ સારી નથી. તેમની સારવાર ચાલી રહી છે. સુશાંતના અંતિમ સંસ્કાર કર્યા બાદથી તેના પિતાની તબીયત વધારે ખરાબ થઈ છે. જાણવા એમ પણ મળ્યું છે કે અંતિમ સંસ્કાર બાદ તેઓ સુશાંત જે ફ્લેટમાં રહેતો હતો ત્યાં રોકાયા હતા આ દરમિયાન તેઓ બેભાન પણ થયા હતા. પોલીસે તેમના પિતા સહિત પરીવારના અન્ય સભ્યોના પણ નિવેદન નોંધાયા છે.

source : livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત