‘મેં તેરા બોયફ્રેન્ડ’ સોન્ગ પર કર્યો હતો સુશાંતે સિંહ રાજપૂતે સિક્સ પેક એબ્સમાં ડાન્સ, હાલમાં આ વિડીયો થઇ રહ્યો જોરદાર વાયરલ

‘મેં તેરા બૉયફ્રેન્ડ’ સોંગ પર કર્યો હતો સુશાંતે સિંહ રાજપૂતે સિક્સ પેક એબ્સમાં ડાન્સ – વિડિયો જુઓ

image source

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ આખાએ બોલીવૂડને હચમચાવી મુક્યું છે અને ફેન્સનું દુઃખ હજુ પણ ઓંસર્યું નથી. તેમણે ખૂબ જ નાની ઉંમરમાં ઘણી બધી પ્રતિષ્ઠા અને નામના હાંસલ કરી લીધી હતી. તેઓ અન્ય બોલીવૂડ સ્ટાર્સની જેમ ફીટનેસમાં ખૂબ વિશ્વાસ રાખતા હતા અને તેઓ એક ટ્રેઇન્ડ ડાન્સર પણ હતા. અને તેમણે પોતાની દરેક ફિલ્મમાં અદ્ભુત અભિનયની સાથે સાથે અદ્ભુત ડાન્સ પણ કર્યો છે. હાલ સુશાંત સિંહ રાજપૂતની એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં એક્ટર પેતાના સિક્સ પેક એબ્સ સાથે કમાલનો ડાન્સ કરી રહ્યા છે.

આ વિડિયોમાં તેની ફીટનેસ પણ ઉડીને આંખે વળગે તેવી અદ્ભુત છે. સુશાંત સિંહ રાજપૂતે શિયામક ડાવરની ડાન્સ સ્કૂલમાં ડાન્સ શીખ્યો હતો અને તેના ટ્રૂપનો તે ભાગ પણ રહી ચૂકેલા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput💫 (@bollyrealtalents) on

સુશાંત સિંર રાજપૂતનો આ વિડિયો તેના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. એમ પણ સુશાંત સિંહ રાજપૂત ફીટનેસ અને ડાન્સના ખૂબ શોખીન હતા અને તેનું આ જ જુનૂન કેટલીએ વિડિયોમાં જોવા મળ્યું હતું. સુશાંતના નિધન બાદ તેના ફેન્સ હૃદયને અડી જાય તેવી વિડિયોઝ શેર કરતા રહે છે.

image source

તમને જણાવી દઈ કે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ 14 જૂનને થયું હતું. સુશાંત મુંબઈમાં પોતાના બાંદ્રા ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં મૃત હાલમાં મળી આવ્યા હતા. પોલીસે પોસ્ટ મોર્ટમમાં જણાવ્યું હતું કે તેમનું મૃત્યુ લટકવાથી થયું છે. જો કે તેમના નિધનને લઈને પોલીસ ઘણા બધા લોકોની પૂછ પરછ કરી રહી છે.

image source

હમણા થોડા દિવસ પહેલાં જ સુશાંતના પૈતૃક ઘરે તેની શાંતિસભા યોજવામાં આવી હતી. તેના પિતા અત્યંત દુઃખી જણાઈ રહ્યા હતા. હાલમાં દિગ્ગજ બોલીવૂડ અભિનેતા નાના પાટેકરે પણ સુશાંતના ઘરની મુલાકાત લીધી હતી અને સુશાંતના પિતાને સાંત્વના આપી હતી અને સુશાંતને પુષ્પાંજલી આપી હતી. ત્યાર બાદ ટેલીવીઝન એક્ટ્રેસ રતન રાજપૂત પણ સુશાંતના ઘરે પુષ્પાંજલી આપી આવી હતી.

image source

સુશાંતના આત્મહત્યા કરવાથી તેના ફેન્સ ભારે દુઃખી થયા છે અને તેમને બોલીવૂડ ઇન્ડસ્ટ્રી પર ભારે ગુસ્સો પણ આવી રહ્યા છે અને હાલ સોશિયલ મિડિયા પર જસ્ટીસ ફોર સુશાંત સિંહ રાજપૂતની જાણે એક ચળવળ પણ ચાલી રહી છે. એક જાણકારી પ્રમાણે સુશાંત પાસેથી ઘણી બધી મોટા બજેટની ફિલ્મો છીનવાઈ ગઈ હોવાથી તે ડીપ્રેશનમાં સરી પડ્યો હોવાની વાત પણ સામે આવી છે અને તેનાથી પ્રેરાઈને જ તો સુશાંતે આત્મહત્યા નથી કરીને તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે.

Source: khabarndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત