દેવાનંદના અંદાજમાં તેમનુ સુપરહીટ ગીત ‘પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે’ ગીત ગાયુ હતુ સુશાંતે, વિડીયો થઇ રહ્યો છે વાયરલ

દેવાનંદના અંદાજમાં તેમના સુપરહીટ ગીત ‘પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે’ ગીત ગાયું સુશાંતે – થઈ રહી છે વિડિયો વાયરલ –

image source

સુશાંતના મૃત્યુના સાત દિવસ બાદ પણ હજુ તેનો આઘાત તેના ફેન્સ તેમજ તેના ચાહનારાના મનમાંથી ઓંસર્યો નથી. તેને તેના લાખો ફેન્સ, બોલીવૂડ હસ્તીઓ વિગેરેએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શ્રદ્ધાંજલી આપી છે. કોઈએ તેની તસ્વીર શેર કરીને શ્રદ્ધાંજલી આપી છે તો કોઈએ તેના ફિલ્મનો કોઈ સિન મુકીને શ્રદ્ધાંજલી આપી છે.

તો વળી હાલ સુશાંતનો એક જૂનો વિડિયો ફરી પાછો સોશિયલ મિડિયા પર વયારલ થઈ રહ્યો છે. આ વિડિયો તેની સુપરડુપર હીટ ફિલ્મ છીછોરેના બિહાઇન્ડ ધ સિન દરમિયાનનો લાગી રહ્યો છે. જેમાં તે દેવ આનનંદના સુપરહીટ સોંગ ‘પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કરલે’ને તેમના જ અંદાજમાં સુંદર રીતે મીમીક કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

હાલ જ્યારે તેના ફેન્સ આ વિડિયો જોઈ રહ્યા છે ત્યારે તેને યાદ કરીને ચોક્કસ દુઃખી થઈ રહ્યા હશે કે આટલી સારી વ્યક્તિએ શા માટે આ પગલું ભર્યું ? આ વિડિયો ફિલ્મ છિછોરેના શૂટિંગ દરમિયાન લેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો તેમ સુશાંત મેકઅપ રૂમમાં છે અને તેનો મેકઅપ ચાલી રહ્યો છે. અને તે દરમિયાન તેણે આ સુંદર વિડિયો બનાવી હતી. તેમાં તે દેવઆનંદના જાણીતા ગીત ‘પલ ભર કે લિએ’ને તેણે લિપ સિંક કર્યું છે.

image source

સુશાંતની આ વિડિયોમાં તમે તેની ફની સાઇડ જોઈ શકો છો. ચોક્કસ તેના ફેન્સ આ વિડિયોને જોઈને ખુશ થતાં હશે પણ પાછળથી અવાજ પણ ઉઠતો હશે કે ‘શા માટે તું જતો રહ્યો !’ સુશાંતે છીછોરેમાં એક યુવાન અને એક આધેડ ઉંમરના વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે. આધેડ ઉંમરના વ્યક્તિ માટે તેણે લાંબો સમય મેકઅપ માટે બેઠા રહેવું પડતું હતું કદાચ તે જ કંટાળાને દૂર કરવા માટે તે મેકઅપ દરમિયાન આવી મસ્તી કરતો હશે.

તમે જોઈ શકો છો તેમ બે મેકઅપ આર્ટીસ્ટ તેના વાળ પર કામ કરી રહ્યા છે. તેને આ ફિલ્મમાં જે આધેડ બતાવવામા આવ્યો છે તેમાં તેના માથામાં ટાલ બતાવવામાં આવી છે કદાચ તે જ ટાલ માટે આ મેકઅપમેન કામ કરી રહ્યા હશે. અને તે જ દરમિયાન સુશાંત મસ્તી કરી રહ્યો હશે.

image source

આ ગીત દીગ્ગજ બોલીવૂડ ગાયક કિશોર કુમારે ગાયું છે અને હેન્ડસમ દેવ આનંદ પર તેને ફિલ્માવવામાં આવ્યું હતું. અને દેવ આનંદે પોતાના ખાસ અંદાજ સાથે તેને શૂટ કર્યું હતું અને એ જ ખાસ અંદાજને સુશાંત અહીં ઇમીટેટ કરી રહ્યો છે. આ ગીત ફિલ્મ જોહ્ની મેરા નામનું છે જેમાં તેમની સાથે હેમા માલિની લીડ રોલમાં હતા.

છીછોરેમાં સુશાંત શ્રદ્ધા કપૂર સાથે જોવા મળ્યો હતો. તેની સાથે તાહીર રાજ ભસીન તેમજ વરુણ શર્મા અને બીજા અભિનેતાઓ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બે સમયને દર્શાવવામાં આવ્યા હતા. એક તેમના કોલેજકાળના દિવસો અને બીજા તેમના આધેડ ઉંમરના દિવસો. અને તે માટે કલાકારોને અલગ અલગ લૂક આપવામાં આવ્યા હતા. છીછોરે દરેક વર્ગના વ્યક્તિને ગમી જાય તેવી ફિલ્મ હતી. અને તેણે બોક્સ ઓફિસ પર 153 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

image source

તાજેતરમાં શ્રદ્ધા કપૂરે સુશાંત સિંહ સાથે કામ કરવાના પોતાના અનુભવ વિષે એક સુંદર મજાની હૃદય રડાવી નાખતી નોટ લખી હતી. તેણે લખ્યું હતું, ‘હું હંમેશા તેને સેટ પર જોવા માટે આતુર રહેતી, વિચારતી રહેતી કે હવે અમે બન્ને કયા વિષય પર વાત કરીશું ! તે એક અદ્ભુત સહઅભિનેતા તો હતો તે પોતાના હૃદય અને આત્મા સાથે કામ કરતો હતો , તે એક અદ્ભુત વ્યક્તિ હતો.

image source

તે લોકોની કેર કરતો હતો અને તેમને ખુશ જોવા માગતો હતો. તેનું દયાળુ સ્મિત, તેની સાથેની કોસ્મોસ અંગેની તેમજ અલગ અલગ ફિલોસોફીની વાતચીતની ક્ષણો ખૂબ જ સુંદર હતી !’ આ ઉપરાંત બીજા ઘણા બધા બોલીવૂડ સ્ટાર્સે તેની સાથેના અનુભવો શેર કર્યા હતા.

Source: hindustantimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત