આવી ગયો સુશાંતના પોસ્ટમોર્ટમનો ફાઇનલ રિપોર્ટ, જાણી લો તમે પણ કયા કારણે થયુ મોત

સુશાંત સિંહ રાજપૂતની ફાઈનલ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગઈ છે, જાણો કયા કારણો હતા જવાબદાર

image source

બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધન પછી પોલીસે શરૂઆતી કારવાઈ કરીને આ ઘટનાને આત્મહત્યા કહી હતી. જો કે ત્યાર પછી શરૂઆતની પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં પણ સુશાંતની મૃત્યુને આપઘાત જ ગણાવ્યો હતો. જો કે હવે પોલીસને સુશાંત સિંહના કેસમાં છેલ્લી પોસ્ટમોર્ટમ રીપોર્ટ પણ મળી ગઈ છે, જેમાં પાંચ ડોકટરો દ્વારા તપાસની ખરાઈ કરવામાં આવી છે. આ રીપોર્ટમાં સુશાંત સિંહના નિધન સાથે જોડાયેલી અનેક જરૂરી વાતો સામે આવી છે.

image source

આ રીપોર્ટ મુજબ શ્વાસ રોકાઈ જવાથી એમની મૃત્યુ થઇ હતી, જો કે એમણે ફાંસી લગાવીને જ આત્મહત્યા કરી હતી. આ સિવાય અભિનેતાના વિસરાને પણ કેમિકલ તપાસ માટે સાચવીને રાખવામાં આવ્યા છે. જો કે આ પહેલા જે પ્રોવિઝનલ પોસ્ટ મોર્ટમ રીપોર્ટ અપાઈ હતી એમાં ત્રણ ડોક્ટરોએ સહી કરી હતી, જયારે આ છેલ્લી રીપોર્ટમાં પાંચ ડોક્ટરોએ સહી કરી છે. આ રીપોર્ટને તૈયાર કરતી વખતે ઘણી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે અને એ બધા જ મુદ્દા ધ્યાનમાં લેવામાં આવ્યા છે જેની શક્યતાઓ હોઈ શકે છે.

શ્વાસ રોકાવાનાં કારણે થયું નિધન

image source

આ વખતે આવેલ રીપોર્ટમાં એ વાત પર ધ્યાન આપવામાં આવ્યું છે કે સુશાંતના શરીર પર કોઈ પ્રકારના બહારી જખ્મો તો નથી ને, એમના નખ પણ એકદમ સાફ હતા. જો કે આ રીપોર્ટમાં પણ સુશાંતના મૃત્યુનું કારણ આત્મહત્યા જ બતાવાઈ રહી છે. આ રીપોર્ટ અભિનેતાના આપઘાત પર કોઈ પ્રકારના સવાલો ઉભા કરતી નથી.

જો કે મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસમાં પણ એમણે અનેક ખુલાસા કર્યા છે. જો કે સૌથી પહેલા સુશાંતની આત્મહત્યાને એમની પૂર્વ મેનેજર દિશા સાલીયનના મૃત્યુ સાથે જોડીને જોવામાં આવી હતી. પણ પોલીસે આવા કોઈ પણ પ્રકારના જોડાણ અંગે સ્પષ્ટ ના કહી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે દિશા સુશાંતને માત્ર એક જ વાર મળી હતી, એટલે આ કનેકશનને જોડી શકાય નહિ.

image source

ત્યાં બીજી તરફ પોલીસે આ વાત પર પણ રોષ પ્રગટ કર્યો હતો કે કોઈ પણ પ્રકારના ઠોસ પુરાવાઓ વગર ઈન્ટરનેટ પર અનેક વેબસાઈટ દ્વારા સુશાંતના નિધનને લઈને અનેક પ્રકારની અલગ અલગ થીયરીઓ સામે મૂકી દેવામાં આવી હતી. જો કે મળતી માહિતી મુજબ આ દરેક વેબસાઈટની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે અને એમના તથ્યો પર પણ પ્રશ્ન ઉભા કરી શકાય છે.

પોલીસ તપાસમાં ૨૩ લોકોની પૂછપરછ

image source

પોલીસની તપાસ પ્રક્રિયા વિશે વાત કરવામાં આવે તો અત્યાર સુધી ૨૩ લોકો સાથે પૂછપરછ કરવામાં આવી છે. અભિનેતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નિવેદન પણ લેવામાં આવ્યા છે. એવા સમયે પોલીસે હાલ સુધીમાં રિયા ચક્રવર્તી, બિજનેસ મેનેજર, પીઆર મેનેજર, કુશલ જવેરી જેવા અનેક લોકોના નિવેદનો નોધ્યા છે. આ બધા જ લોકો માત્ર સુશાંતના નજીકના જ છે એટલું જ નહી પણ એમના કરિયર સાથે પણ ઘણા નજીકથી જોડાયેલા છે.

Source: AajTak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત