Site icon News Gujarat

‘કાઈ પો છે’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરનાર દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહે ગળે ફાંસો ખાઇ કર્યુ SUICIDE, બોલિવૂડમાં શોકનો માહોલ

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુટ મુંબઈના પોતાના મકાનમાં ફાંસી ખાઈ, આપઘાત કરી લીધો.

image source

કોરોનાની વચ્ચે બોલિવુડમાંથી એક ખુબજ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપુતે મુંબઈમાં તેમના ઘરે લટકીને પોતાનો જીવ આપ્યો છે. હાલમાં કોરોના વચ્ચે કેટલા બધા એક્ટરના મૃત્યુ થયા છે જેમાં એક ખુબજ સારા બીજા એક એક્ટરનો સમાવેશ થયો છે.

image source

બોલિવૂડમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઇમાં તેમના ઘરે લટકીને પોતાનો જીવ આપ્યો છે. તેના નિર્ણય અંગે હજી સુધી કંઈ જાણી શકાયું નથી. સુશાંત બોલિવૂડનો ખૂબ જ લોકપ્રિય અભિનેતા હતો. સુશાંત સિંહના મૃત્યુ પાછળ એક પડદો ઘેરાઈને ઉભો છે. તેને કેમ સુસાઇડ કર્યું એ એક રહસ્ય છે. પોલીસ હાલમાં તેના બોડીમે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે પોસ્ટમોર્ટમ બાદ તેના મૃત્યુ પાછળનું કારણ સામે આવે એવી શંકા રહેલી છે. હાલમાં પોલીસ સુસાઈડનો મામલો ગણીને કેસની તપાસ કરી રહી છે.

સુશાંત સિંહે ટીવી એક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પહેલા ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ નામની સિરિયલમાં કામ કર્યું હતું, પરંતુ તેમને એકતા કપૂરની સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હે થી ઓળખ મળી, ત્યારબાદ તેણે ફિલ્મોની સફર શરૂ કરી. તેઓ ફિલ્મ કાઈપો છેમાં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા, અને તેમના અભિનયની પ્રશંસા પણ લોકોએ કરી હતી.

આ પછી તે વાણી કપૂર અને પરિણીતી ચોપડા સાથે શુદ્ધ દેશી રોમાંસમાં જોવા મળ્યો હતો. જો કે, ભારતીય પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીની ભૂમિકા ભજવીને તેની સૌથી વધુ ચર્ચા થઈ હતી. સુશાંતની કારકિર્દીની આ પહેલી ફિલ્મ હતી જેણે સો કરોડ એકત્રિત કર્યા હતા. સુશાંત સોનચિરીયા અને છીછોરે જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. તેમની છેલ્લી ફિલ્મ કેદારનાથ હતી જેમાં તે સારા અલી ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ સારાની પહેલી ફિલ્મ હતી.

નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા કેટલાક સમયમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ઇરફાન ખાન અને ઋષિ કપૂર જેવા દિગ્ગજ કલાકારોનું એપ્રિલ મહિનામાં અવસાન થયું. તાજેતરમાં જ ગાયક અને સંગીતકાર વાજિદ ખાનનું 42 વર્ષની વયે અવસાન થયું છે. આ સિવાય વરિષ્ઠ ગીતકાર યોગેશ ગૌરે પણ ગયા મહિને આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version