સુશાંતને યાદ કરીને ક્રિતી સેનને લખી આ ભાવુક પોસ્ટ, વાંચી શકો તો જ વાંચજો

સુશાંત સિંહ રાજપુતને યાદ કરીને ભાવુક થઈ ક્રિતી સેનન, સુશાંતની સુસાઈડના એક મહિના પછી લખી આ પોસ્ટ.

ફિલ્મ “રાબતા”માં સુશાંત સિંહ રાજપૂતની કો સ્ટાર રહી ચુકેલી ક્રિતી સેનને ઇન્સ્ટાગ્રામ પર એક ક્રિપટિક કવિતા લખી છે. એમના ફેન્સનું માનવું છે કે આ પોસ્ટ સુશાંત સિંહ રાજપુતને યાદ કરીને લખવામાં આવી છે. કારણ કે એ દિવસે સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડને એક મહિનો પૂરો થયો છે.

image source

ક્રિતી સેનન લોકડાઉન દરમિયાન કવિતાઓ લખી રહી છે. એ સ્કૂલ સમયથી જ લખતી આવી છે. હવે ક્રિતીએ કવિતા દ્વારા પોતાના વિશે કહ્યું છે. ક્રિતીએ એક ક્રિપટિક કવિતા ઇન્સ્ટાગ્રામ પર લખી છે. જેનો અર્થ કઈક આ પ્રકારનો થાય છે “અને આ જુઠા હાસ્યની વચ્ચે એ આગળ વધી ગયો હોવાનો દેખાડો કરે છે, પણ એની આંખોમાંથી વહી રહેલા આંસુઓ એના બધા જ ભ્રમ તોડી નાખે છે.”

image source

ક્રિતીની આ ક્રિપટિક કવિતાને એમના ફેન્સ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડીને જોઈ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડને એક મહિનો પૂરો થઈ ચૂક્યો છે અને એમના ફેન્સનું માનવું છે કે ક્રિતી સુશાંતને યાદ કરી રહી છે. ક્રિતીની આ પોસ્ટ પર એક ફેને લખ્યું છે કે “હું જાણું છું કે તમે હમણાં સુશાંત સિંહ રાજપુતને યાદ કરી રહ્યા છો” બીજા એક યુઝરે લખ્યું છે કે “મેમ અમે જાણીએ છે કે તમે તૂટી ચુક્યા છો પણ મજબૂત બનો”. બીજા એક યુઝરે ક્રિતીની પોસ્ટ પર લખ્યું છે કે “તમે સુશાંત સિંહ રાજપૂતના સાચા મિત્ર છો”

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon) on

સુશાંત સિંહ રાજપુતે 14 જૂન 2020ના રોજ આત્મહત્યા કરી લીધી છે.. ક્રિતી સેનન એમના મૃત્યુ પર ઘણી જ દુઃખી હતી અને એને ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ લાગણીશીલ પોસ્ટ પણ લખી હતી. ક્રિતી સેનને ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહ રાજપૂત માટે એક જૂનો ફોટો શેર કરતા લખ્યું હતું કે “સુશ….મને ખબર છે કે તમારું દિમાગ તમારો સૌથી સારો મિત્ર અને સૌથી મોટો દુશ્મન પણ હતું. પણ એ જાણીને હું સંપુર્ણ રીતે તૂટી ચુકી છું કે તમારી જિંદગીમાં એક એવો સમય આવ્યો જ્યાં તમને જીવવા કરતા મરી જવું વધુ સરળ લાગ્યું”

image source

અભિનેત્રીએ આગળ લખ્યું છે કે “કાશ…તમારી આજુબાજુ લોકો હોત, જેની સાથે તમે તમારો એ સમય શેર કરી શકતા. કાશ તમે એ લોકોને આ ઝટકો ન આપ્યો હોત, જેને તમને ખુબ જ પ્રેમ કર્યો. કાશ હું એને જોડી શકતી જે તમારી અંદર તૂટી ગયું હતું.

પણ હું ન કરી શકી…..હું ઘણી બધી વસ્તુઓ ઈચ્છું છું. મારા દિલનો એક ભાગ તમારી સાથે જ જતો રહ્યો અને એક ભાગમાં તમે હમેશા જીવિત રહેશો. મેં ક્યારેય તમારી ખુશી માટે પ્રાર્થના કરવાનું બંધ નથી કર્યું અને ન ક્યારેય બંધ કરીશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત