‘‘અપુન કા બોયફ્રેન્ડ ભી ગુંડા હૈ, ડોન અપુન કે… ’’, રિયા ચક્રવર્તીનો વીડિયો વાયરલ, શું તમે જોયો આ વિડીયો?

સુશાંત સિંહ કેસમાં આવ્યો નવો વળાંક, રિયા ચક્રવર્તીનો એક વિડીયો ખૂબ થઈ રહ્યો છે વાયરલ.

“હું એક મોટી ડોન છું, મને ખબર છે કઈ રીતે નાના નાના ગુંડાઓના મગજ સાથે રમવું” અભિનેત્રી રિયા ચક્રવર્તી આવું કઈક બોલતી દેખાય છે વીડિયોમાં.અને એ પરથી કહી શકાય કે એ કઈ રીતે એના બોયફ્રેન્ડ એટલે કે સુશાંત સિંહ રાજપુતને કન્ટ્રોલમાં રાખતી હતી. જુઓ વિડીયો.

image source

રિયા ચક્રવર્તીનો એક કોઈ નિશ્ચિત તારીખ વગરનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વાયરલ વિડીયોમાં બૉલીવુડ અભિનેત્રી રિયાને એકદમ ઘનિષ્ઠ રીતે તેના બોયફ્રેન્ડ સાથેના તેના સંબંધોને દર્શાવતા સાંભળી શકાય છે.

એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં, રિયા ચક્રવર્તી, જેના પર હાલ સુશાંતને આત્મહત્યા માટે ઉત્તેજિત કરવાના આરોપ મુકાયો છે, તે આ વીડિયોમાં પોતાના બોયફ્રેન્ડ સાથેના પોતાના સંબંધો દર્શાવવા હફતા વસૂલી, ગુંડા જેવા શબ્દો બોલતી નજરે પડે છે. જોકે આ વીડિયોમાં અભિનેત્રી ક્યાંક સુશાંત સિંહ રાજપૂતનું નામ લેતી નથી જણાઈ રહી.

આ વાયરલ વીડિયોમાં રિયા પોતાના બોયફ્રેન્ડને ગુંડો કહી રહી છે. અને બોલી રહી છે કે “હું એને સરળતાથી કાબુમાં કરી શકું છું.”

આ વાયરલ વીડિયોમાં પોતાની જાતને ગુંડા કહી રિયા કઈક આવું બોલી રહી છું “હું એક મોટી ડોન છું, મને ખબર છે કઈ રીતે નાના નાના ગુંડાઓના દિમાગ સાથે રમી શકાય. મારા બોયફ્રેન્ડને પણ એવું લાગે છે કે એ એક મોટો ગેંગસ્ટર છે, પણ એ નથી જાણતો કે હું જ ખરી ડોન છું”“ આગળ રિયા બોલી રહી છે કે “હું આ નાના ગુંડા કરતા અલગ જ વર્ગમાંથી આવું છું. હું મારા હાથ ગંદા નથી થવા દેતી, હું બીજાને એ કામ સોંપી દઉં છું”

image source

એટલું જ નહીં તે આ વીડિયોમાં પ્રોડ્યુસર પાસેથી હફતા વસુલતી હોવાનું પણ બોલી રહી છે “હું હમણાં ને હમણાં જ આ ગુંડાઓને પ્રોડ્યુસર પાસે હફતા વસૂલવા માટે કહી શકું છું. એમને એવું લાગે છે કે એ લોકો ડોન છે પણ હકીકતમાં તો એ લોકો કોઈના માટે કામ કરી રહ્યા છે.” અલગ જ અંદાજમાં રિયા વીડિયોમાં આવું કઈક બોલી રહી છે.

રિયા કેમેરામેનને વ્યંગમાં વિડીયો રેકોર્ડ ન કરવાનું કહી રહી છે. હજી સુધી આ વીડિયો સંબંધિત અન્ય કોઈ માહિતી નથી કે કયા કારણોસર અભિનેત્રી વીડિયોમાં આવી રીતે વાત કરી રહી છે. આ વીડિયો ક્યારે શૂટ થયો હતો એ વાતના પણ કોઈ પુરાવા નથી.

image source

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ સુશાંતને આત્મહત્યા માટે ઉત્તેજિત કરવા સહિત બીજા ઘણા આરોપ મુખ્ય છે. આ અંગે રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનામાં એક FIR પણ નોંધવામાં આવી છે, જેના દ્વારા સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે અને સુશાંતના પરિવારે ગંભીર આરોપ મુક્યા છે.

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહ દ્વારા રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ બિહાર પોલીસે સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે શોધખોળ શરૂ કરી છે.

આ FIRમાં આરોપ મુકવામાં આવ્યો છે કે

રિયા સુશાંત સિંહ પાસેથી પૈસા અને ઘરેણાં લઈને જતી રહી હતી.

રિયાએ સુશાંત પર એટલી હદ સુધી દબાણ કર્યું કે જેના પરિણામ રૂપે સુશાંતે આત્મહત્યા કરી લીધી.

સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ વચ્ચે થયેલા પૈસાને લગતા ટ્રાન્સએક્શન અંગે પણ જવાબ માંગ્યો છે.

image source

આ સમગ્ર મુદ્દે, બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ દેશના સૌથી મોંઘા વકીલ, સતીશ માનસિંદેને સુશાંત સિંહના પિતા દ્વારા કરાયેલા કેસમાં પોતાના તરફથી લડવા માટે નીમ્યા છે.

નોંધ : વીડિયોમાં રિયા એકલી જ દેખાઈ રહી છે અને આ વીડિયો ક્યારનો છે તે જાણી શકાતું નથી. મહત્ત્વનું છે કે, ન્યુઝ ગુજરાત આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત