Breaking News: સુશાંતના મોતના 84 દિવસ બાદ ડ્રગ્સ મામલે NCBએ રિયા ચક્રવર્તીની કરી ધરપકડ

સુશાંત કેસમાં આવી મોટી ખબર, કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની NCBએ કરી ધરપકડ.

રિયાની આજે એટલે કે 8 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કર્યા બાદ રિયાને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે. મેડિકલ ટેસ્ટ સાંજે લગભગ 4: 30 વાગે થશે. સતત ત્રણ દિવસથી એનસીબી રિયાની પૂછપરછ કરી રહી હતી. આ પહેલા સોમવારે 7 સપ્ટેમ્બરે રિયાની 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. રિયાની પાછલા બે દિવસમાં 14 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. રિયાના ભાઈ શૌવિક પહેલા જ ડ્રગ્સ મામલે એનસીબીની કસ્ટડીમાં છે.

image source

એનસીબી કાર્યાલયની બહાર નીકળતી વખતે મીડિયાને જોઈને રિયાએ હાથ ઊંચો કર્યો હતો. એનસીબીની ટીમ રિયાના મેડિકલ ચેકઅપ માટે રવાના થઈ ગઈ છે. રિયાનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. રિયાની સાથે શૌવિક, દીપેશ અને સેમ્યુઅલનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.

રિયાની ધરપકડ પછી એમના વકીલ સતીશ માનસિંદે એ કહ્યું છે કે એકલી છોકરીને ત્રણેય એજન્સીઓ દ્વારા હેરાન કરવામાં આવી રહી છે. રિયાને એક ડ્રગ એડિકટ સાથે પ્રેમ થી ગયો. હવે રિયાને એની સજા મળી રહી છે. રિયાને એક માનસિક રીતે બીમાર વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો.

સુશાંતની બહેન શ્વેતાએ ટ્વીટ કર્યું કે “ભગવાન અમારી સાથે છે.”

રિયાની ધરપકડ કરાઈ એ પહેલાં એનસીબીની ટીમ સુશાંતના ફાર્મ હાઉસ પાવના પણ ગઈ હતી. ફાર્મ હાઉસનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. ત્રીજા દિવસે એનસીબી દ્વારા રિયા ચકરવર્તીની પૂછપરછ કરાઈ. આજે રિયાએ પહેલી વાર કબુલ્યું કે એને ડ્રગ્સ લીધું હતું. આ પહેલા રિયાએ કહ્યું હતું કે એને ક્યારેય ડ્રગ્સ નથી લીધું. રિયાએ એ બૉલીવુડ પાર્ટીઓનું નામ લીધું છે જ્યાં એ ડ્રગ્સ લેતી હતી. એનસીબી હવે સુશાંત સિંહ રાજપૂતના સહ કલાકારો અને અભિનેતાઓને પણ સમન આપશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીબીએ એક ડોઝિયર તૈયાર કર્યું છે જેમાં 25 બૉલીવુડ અભિનેતાઓને નામ સામેલ છે. એનસીબી જલ્દી જ બૉલીવુડ અભિનેતાઓને સમન જાહેર કરશે. આ લિસ્ટ રિયા, શૌવિક, ડ્રગ પેડલર અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસની તપાસ પછી તૈયાર કરવામાં આવી છે. આ વચ્ચે રિયાની વોટ્સએપ ચેટ સામે આવી. ચેટ રિયા દ્વારા બનાવવામાં આવેલા એક વોટ્સએપ ગ્રુપની હતી, જેમાં સેમ્યુઅલ મીરાંડા, શૌવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પીઠાની, આયુષ શર્મા, આનંદી અને દીપેશ સાવંત પણ સભ્યો હતા.

image source

આ બધા જ ડ્રગ્સ અને સિગરેટ રોલ વિશે વાતો કરી રહ્યા હતા. એના દ્વારા ખબર પડે છે કે એમના ડ્રગ્સ સાથે તાર જોડાયેલા છે.આ ચેટમાં વોટરસ્ટોન રિસોર્ટ વિશે પણ વાત કરવામાં આવી રહી છે. એમાં ડ્રગ્સનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો.આ ગ્રૂપ ચેટ જુલાઈ 2019ની છે.

જે ચેટ સામે આવી છે તેમાં સુશાંતના ઘરે એક પાર્ટીના પ્લાનિંગ વિશે પણ વાત કરવામાં આવી હતી અને કઈ અને કેટલી દવા લેવાની છે એ વિશે પણ વાત થઈ. એ પણ કહેવામાં આવ્યું કે સુશાંત માટે શું લાવવાનું છે. જો કે સુશાંત આ ચેટમાં ક્યાંય વાત કરતા નજરે નથી પડી રહ્યા. આ પહેલા રિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એને એના જીવનમાં ક્યારેય ડ્રગ્સ નથી લીધું અને કોઈપણ પ્રકારના મેડિકલ ચેકઅપ માટે તૈયાર છે.

પહેલી ચેટ.

image source

આમાં સિદ્ધાર્થ પીઠાની, આયુષ શર્મા અને આનંદી સામેલ છે. ડ્રગ્સનો લઈને લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી. રિયા એ લખ્યું કે ” ડૂબી જોઈએ છે, સુષ માટે ડૂબી મોકલો” મીરાંડા અહીંયા છે” સિદ્ધાર્થ પીઠાનીએ કહ્યું.

એક બીજી વ્યક્તિએ આ ચેટમાં લખ્યું છે કે જે દિવસે તમે વોટરસ્ટોન બુક કર્યું હતું એને કેન્સલ કરી દેવામાં આવ્યું છે. રિયા એક વ્યક્તિને લિફ્ટનો દરવાજો બંધ કરવાનું કહે છે. રિયાનો ભાઈ સૌવિક પણ ચેટમાં છે.

બીજી ચેટ

image source

આ સેમ્યુઅલ મિરાન્ડાની ચેટ છે. તેમાં એક વ્યક્તિ કહે છે, અશોકને કોલ કરો. તેના જવાબમાં મિરાન્ડા કહે છે, સ્ટફ માટે ને? તેના જવાબમાં કોઈ પૂછે છે, આપણી પાસે હવે નથી જેના પર મિરાન્ડા કહે છે, ઓકે ઠીક. સામેથી કોઈ સિદ્ધાર્થને કહે છે, માત્ર એક ડૂબી બચી છે. આગળ સિદ્ધાર્થ કહે છે, અશોક કોના હવાલે કહી રહ્યો છે કે તે મેનેજ કરી દેશે. આ બાબતે સામે વાળો માણસ કહે છે કે મેં તેને આજે લાવવા માટે કહ્યું છે. ત્યારબાદ સિધાર્થ અશોકને કોલ કરવાની વાત કરે છે.

ત્રીજી ચેટ

image source

સેમ્યુઅલ મિરાન્ડા આ ગ્રુપમાં ડ્રગનો ફોટો શેર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત