રિયા શું કરતી હતી સુશાંતના ફાર્મહાઉસ પર, જાણો શું કહ્યું આ વિશે ફાર્મહાઉસના મેનેજરે..

સુશાંતના ફાર્મ હાઉસ મેનેજરે કર્યો વધુ એક ખુલાસો, રિયાએ પરિવાર સાથે ફાર્મ હાઉસ પર કરાવી હતી પૂજા, મહિનાના 3 લાખના હિસાબથી સુશાંતે આપ્યું હતું ઓગસ્ટ સુધીનું એડવાન્સ ભાડું

image source

સુશાંત સિંહ રાજપૂત મામલે હવે તેના ફાર્મ હાઉસના મેનેજરે મોટો ખુલાસો કર્યો છે. સુશાંતે લોનાવલામાં એક ફાર્મ હાઉસ ભાડે થી રાખ્યું હતું. જેના મૅનેજરે એક મુલાકાતમાં જણાવ્યું કે રિયા ચક્રવર્તી અને તેના પરિવારે ગત વર્ષે આ ફાર્મહાઉસમાં પૂજા કરી હતી.

image source

સુશાંતસિંહ હાઉસ માટે દર મહિને ત્રણ લાખ ચૂકવો તો હતો અને છેલ્લે તો સુશાંતે ઓગસ્ટ મહિના સુધીનું ભાડું એડવાન્સ આપી દીધું હતું. જોકે ત્યારબાદ તેણે આત્મહત્યા કરી હતી.

image source

એક રિપોર્ટ અનુસાર હેંગઆઉટ નામ નું ફાર્મ હાઉસ મુંબઈ થી આશરે 95 કિલો મીટર દૂર છે. ફાર્મ હાઉસ સુધી જવાનો રસ્તો સારો નથી પરંતુ તેમ છતાં જ્યારે પણ સુશાંત અપસેટ થતો કે કોઈ મુશ્કેલીમાં ફસાય તો ત્યારે તે સમય પસાર કરવા અહીં આવી જતો.

image source

તેના મેનેજરે એમ પણ જણાવ્યું છે કે તે બે વર્ષથી સુશાંત સાથે કામ કરે છે અને તેણે સુશાંત ને ક્યારેય ડિપ્રેશનમાં જોયો નથી. તે જ્યારે પણ અહીં આવતો ત્યારે હસતો અને મસ્તી કરતો જ જોવા મળતો. સુશાંત મહિનામાં 3થી 4 વખત અહીં આવતો ક્યારેક તો અઠવાડિયામાં બે-ત્રણ ઘર પણ આવી જતો.

image source

અહીં આવી તે બોટિંગ કરતો અને સાંજ થાય ત્યારે મુંબઇ જવા રવાના થઇ જતો. કોઈ વાર તે સાંજે આવી ફાર્મ હાઉસ પર ડિનર કરી અને મુંબઇ જતો. સુશાંત ને પ્લાન્ટેશન અને ખેતીનો પણ શોખ હતો જે તે ફાર્મ હાઉસમાં આવી પૂરો કરતો. ક્યારેક તેની સાથે રહ્યા ચક્રવર્તી પણ આવતી.

image source

મેનેજરે એવું પણ કહ્યું હતું કે ગયા વર્ષે રિયા નો જન્મદિવસ પણ ફાર્મ હાઉસ પર જ ઉજવાયો હતો તે સમયે રિયા ના માતા પિતા અને ભાઈ પણ ફાર્મ હાઉસ આવ્યા હતા. તેમણે ફાર્મ હાઉસમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી હતી અને આખા પરિવારે કરી પૂજા કરી હતી. જોકે થોડા સમય બાદ ફાર્મ હાઉસ ના જુના કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા. તેમાંથી એક મેનેજર પણ હતો, પરંતુ નોકરી પરથી કાઢ્યા બાદ બીજા દિવસે તેને પરત બોલાવી લેવામાં આવ્યો હતો.

image source

થોડા સમય પહેલાં સુશાંતના બેન્ક સ્ટેટમેન્ટ પણ સામે આવ્યા હતા જેમાં ગત વર્ષે જુલાઈ થી ઓગસ્ટ મહિના સુધીમાં સુશાંત ના ખાતા માંથી પાંચ વખત રિયાએ પૂજા અને પૂજારીને દક્ષિણા ના નામે પૈસા ઉપાડ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત