પરિવારના એક પછી એક સભ્યો સુશાંત ને લઈને કરી રહ્યા છે ખુલાસા

સુશાંત સિંહ રાજપૂત ના પિતા પટનામાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ બાદ સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા કેસમાં સતત નવા વળાંક આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

image source

34 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનાર સુશાંત ના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સાથે તેના ફેન્સને પણ આઘાત લાગ્યો છે. એટલા જ માટે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ન્યાયની માંગ તેના ફેન્સ દ્વારા પણ કરવામાં આવી રહી છે.

image source

સોશિયલ મીડિયા પર પણ એક્ટર ની આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસ થવી જોઇએ તેવી માંગ સતત થઈ રહી છે. તેવામાં સુશાંતની બહેન શ્વેતા સિંગ સ્થિતિએ એક નવી પોસ્ટ શેર કરી છે, જે હવે ચર્ચાનો વિષય બની છે. શ્વેતાએ શેર કરેલી તસવીરમાં સુશાંત નું એક વાઈટ બોર્ડ દેખાય છે. આ બોર્ડ સુશાંતનું પ્લાનર છે, જેમાં તેણે 29 જૂન સુધીના પોતાના કામની નોંધ કરી લીધી હતી.

સુશાંતે 29 જૂનથી શરૂ કરવા ના રૂટીની નોંધ પણ કરી હતી. જેમાં લખ્યું હતું કે સવારે જલ્દી ઉઠી જવું, પુસ્તક વાંચવા, ફિલ્મો જોવી, ગિટાર શીખવું, વર્કઆઉટ કરવું , મેડિટેશન કરવું, આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખો આ વસ્તુઓ ની પ્રેક્ટિસ કરવી.

image source

શ્વેતા સિંહા બોર્ડ નો ફોટો શેર કરી લખ્યું છે કે 29 જૂન થી ભાઈ નવુ રૂટિન શરૂ કરવાનો હતો. તેણે ધ્યાન શરૂ કરવાની પણ યોજના બનાવી હતી. એટલે કે તે 14 જૂન આગળની યોજનાઓ પણ બનાવી ચુક્યો હતો.

image source

પરંતુ 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂત તેના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. કિસ દેશ મે હે મેરા દિલ સીરીયલ થી શરૂઆત કરનાર શાંતિને સીરીયલ પવિત્ર રિશ્તા માં મુખ્ય ભૂમિકા મળી હતી. ત્યારબાદ તે ખૂબ પ્રખ્યાત થયો. જો કે, જરા નચકે દીખા, ઝલક દિખલા જા શોમાં પણ તેના ખૂબ વખાણ થયા. ત્યારબાદ સુશાંતને ફિલ્મ કાઇપો છેમાં કામ મળ્યું અને ત્યારથી તેની ફિલ્મી કરિયર શરૂ થઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત