મીડિયાવાળા પહોંચી ગયા સુશાંતના ઘરમાં, ઉતાર્યા વિડિઓ અને બતાવ્યો સુશાંતનો રૂમ…

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને હવે દોઢ મહિના કરતા વધારે સમય પસાર થઈ ગયો છે, પરંતુ આમ હોવા છતાં પણ સુશાંત સિંહ રાજપુતના ફેંસ અને કેટલાક બોલીવુડ સેલેબ્સ હજી સુધી આ શોક માંથી બહાર આવી શક્યા નથી.

તેમજ હવે મુંબઈ પોલીસની સાથે સાથે પટના પોલીસએ પણ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસની તપાસ શરુ કરી દીધી છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુશાંત સિંહ રાજપૂતના એ એપાર્ટમેન્ટનો વિડીયો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જ્યાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા કરી લીધી હતી.

ખરેખરમાં તો આજતકની એક ટીમ દ્વારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના એપાર્ટમેન્ટમાં શુટિંગ કરી અને દર્શકોને બતાવવામાં આવ્યું છે કે, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતનું ઘર ખાલી પડ્યું છે, જેને હજી સુધી મુંબઈ પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યું નથી.

આવા સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરતા પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના એપાર્ટમેન્ટને સીલ કેમ નથી કરવામાં આવ્યું અને રીપોટરને ત્યાં પ્રવેશ કેવી રીતે મળ્યો ? એટલું જ નહી હવે તો આ પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે, આવી રીતે સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસના કેટલાક સબૂતો સાથે છેડછાડ કરવામાં આવી હશે.

ધ્યાન આપવા જેવી વાત એ છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ૧૪ જુન, ૨૦૨૦ ના રોજ પોતાના જ એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને લટકેલી હાલતમાં મળ્યા હતા. ત્યારથી મુંબઈ શહેરની પોલીસ આ કેસને અલગ અલગ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આ કેસની તપાસ કરી રહી છે. તેમજ તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતના પિતા કે. કે.

image source

સિંહએ પટનામાં અભિનેત્રી રીયા ચક્રવર્તી અને તેમના પરિવારના અન્ય છ સભ્યો વિરુદ્ધ તાજેતરમાં જ એફઆઈઆર નોંધાવી દીધી છે. ત્યાર પછી અભિનેત્રી રીયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અરજી ફાઈલ કરીને કેસને પટનાથી મુંબઈ શહેર ટ્રાન્સફર કરી આપવાની માંગ કરવામાં આવી હતી. આપને જણાવીએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર રીયા ચક્રવર્તી પર અને તેના પરિવાર પર સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવામાં પ્રેરિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

હવે જોઈશું સોશિયલ મીડિયા યુઝર્સના ટ્વીટ

એક સોશિયલ મીડિયા યુઝર કહે છે કે, આજ તક ટીમ ત્યાં પહોચી ગઈ જ્યાંથી સુશાંત મૃત મળી આવ્યો હતો… આથી હજી સુધી ઘરને સીલ કરવામાં આવ્યું નથી ?

અન્ય એક સોશિયલ મીડિયા યુઝર કહે છે કે, કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે ન્યાયને રોકવા માટે એવું કહીને કે, ‘રાજકીય રમત’.

Source : dailyhuntnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત