સુશાંતની છેલ્લી ફિલ્મ જોઈ પિતા થયા ભાવુક, ધ્રુસકે ધ્રુસકે રડ્યો પરિવાર

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા શુક્રવારે ડિજિટલી રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મની રાહ તેના ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા હતા. ફિલ્મ જોઈ અને સુશાંતના ફેન્સની સાથે તેના પરિવારને પણ તેની યાદ આવી ગઈ અને તેઓ પણ ભાવુક થઈ ગયા હતા.

image source

સુશાંતની છેલ્લી ફિલ્મ એટલે કે સુશાંતને અંતિમવાર ફરીથી જોતાં તેનો પરિવાર ભાવુક થઈ ગયો હતો. તેના પરિવારના દરેક સભ્યની આંખમાં ફિલ્મ જોતી વખતે આંસુ આવી ગયા હતા. આ ફિલ્મમાં એક્ટિંગ જોઈ દરેક વ્યક્તિ કહી રહી છે કે સુશાંતે સાબિત કર્યું છે કે તે શાનદાર એક્ટર હતો. તેની અંદર શું ચાલતું હતું તે કોઈને ખબર પણ ન પડી અને તેણે દુનિયાને અલવિદા કહી દીધું.

image source

આ ફિલ્મને તેના પિતા અને પરિવારના સભ્ય સભ્યોએ પણ જોઈ હતી. ફિલ્મ રિલીઝ થયાની થોડી જ કલાકમાં તે ટોપ ટ્રેંડમાં આવી ગઈ છે. સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર હોય તે તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે દરેક વ્યક્તિ જે સુશાંત સાથે અટેચ્ડ હતી તે આ ફિલ્મ જોઈ અને સોશિયલ મીડિયા પર પોતાના મત વ્યક્ત કરી રહ્યા છે.

image source

દિલ બેચારા રિલીઝ થવાની સાથે જ ફરી એકવાર સુશાંત સિંહ ચર્ચામાં આવી ગયો છે. અભિનેત્રી અંકિતા લોખંડેથી લઈ અરમાન મલિક સુધીના સ્ટાર્સ ફિલ્મને લઈને ટ્વીટ કરી રહ્યા છે.

image source

ફિલ્મમાં સુશાંતની ઓપોઝિટ અભિનેત્રી સંજના સંઘી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સુશાંતને એક્ટિંગ કરતો જોઈ દરેક વ્યક્તિ ઈમોશનલ થઈ રહ્યા છે. તેના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રીએક્શન આપી રહ્યા છે.

image source

ફિલ્મના રિલીઝ સાથે અને પહેલા સોશિયલ મીડિયા પર હૈશટેગ દિલ બેચારા ટ્રેંડ કરી રહ્યું છે. આ સાથે જ હૈશ ટેગ કરી સુશાંતના ફેન્સ તેના માટે રિએકશન આપી રહ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ થોડા સમય બાદ મુકેશ છાબડાએ જાહેરાત કરી હતી કે તેઓ સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા રિલીઝ કરી તેને શ્રદ્ધાંજલિ આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત