સુશાંત કેસમાં ડ્રગ મામલે તપાસ અટકી ગઈ, NCB દ્વારા મોટી જાહેરાત થઈ કે-તપાસ રોકવી પડી રહી છે, કારણ કે..

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સુશાંત કેસમાં ડ્રગ એંગલની ધડાધડ રીતે તપાસ કરી રહ્યું છે. સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને ટેલેન્ટ મેનેજર જયા સાહાને મંગળવારે બોલાવવામાં આવ્યા હતા. જો કે, તેઓને પરત મોકલી દેવામાં આવ્યા છે અને તપાસ બંધ કરી દેવામાં આવી છે. કારણ કે, આ પગલું ભરવું પડ્યું એની પાછળ એસઆઈટી ટીમનો એક સભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયો છે.

એસઆઈટી ટીમનો એક સભ્ય કોરોના પોઝિટિવ

image source

એનસીબી રે નાયબ નિયામક કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, એસઆઈટી ટીમનો એક સભ્ય કોરોના પોઝિટિવ આવ્યો છે. અમને હમણાં જ એન્ટિજન રિપોર્ટ મળ્યો છે. આને કારણે, અન્ય સભ્યોની પણ ચકાસણી કરવી પડશે અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. આ કારણોસર, અમે શ્રુતિ મોદીને પાછી મોકલી દીધી છે.

કોરોનાને કારણે થોડા સમય માટે પૂછપરછ રોકી દેવામાં આવી

image source

શ્રુતિ મોદી અને જયા સાહાની હાલ પૂછપરછ કરવામાં આવશે નહીં. સુશાંત કેસમાં ડ્રગ એંગલની તપાસને હાલમાં કોરોનાને કારણે થોડા સમય માટે રોકી દેવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાંડા અને દિપેશ સાવંતની ધરપકડ કરી છે. ત્યારે આગળ પણ હજુ આ કેસની તપાસમાં શું શું ધમકા થાય છે એ જોવાનું રહ્યું.

image source

બોલિવૂડની આટલી એક્ટ્રેસ ડ્રગ મામલે ચર્ચામાં

રિયા ચક્રવર્તી દ્વારા ડ્રગ એંગલની તપાસ દરમિયાન તેના નિવેદનમાં અભિનેત્રીઓ સારા અલી ખાન તથા રકુલપ્રિતસિંહના નામ આપવામાં આવ્યા હોવાની વાતને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા મહોર મારવામાં આવી છે એવા સમાચાર પણ પ્રકાશમાં આવ્યા હતા. તાજેતરના રિપોર્ટ પ્રમાણે, ધ સેન્ટ્રલ એજન્સી આ બંને અભિનેત્રીઓ તથા ફેશન ડિઝાઇનર સિમોન ખંભાતાને સકંજામાં લઈ શકે છે. એ સિવાય શ્રદ્ધા કપૂરનું નામ પણ સામેલ હોવાની વાત બહાર આવી છે.

રિયા વિશે મળી હતી ખતરનાક માહિતી

image source

રિયાની ડ્રગ્સ ચેટનો ડેટા એનસીબીના હાથ લાગ્યો છે. સૂત્રો પ્રમાણે, રિયા ઘણી વખત ડ્રગ્સ માટે વાત કરવા માટે તેની માતા સંધ્યાનો ફોનનો પણ ઉપયોગ કરતી હતી. ઘણાં સાથે આ ફોનથી વાત કરવામાં આવી હતી. સૂત્રો પ્રમાણે, મોબાઇલ ફોનનો પૂરો ડેટા એનસીબી પાસે છે. ઈડીએ જ્યારે ફોન માગ્યો ત્યારે રિયાએ ફોન આપવા ઇનકાર કર્યો હતો. પરંતુ, એનસીબીએ જ્યારે તપાસ કરી ત્યારે ત્યાંના બધા ફોન જપ્ત કર્યા હતા.

ફાર્મહાઉસ પરથી નશાનો સામાન, કેટલીક દવા મળી આવી

સુશાંતસિંહ કેસ અને ડ્રગ્સ પાર્ટી સંબધિત તપાસમાં બીજી પણ નવી વિગતો બહાર આવી છે. એનસીબીની તપાસમાં સુશાંતના ફાર્મ પર તપાસ દરમિયાન ઘણી નવી વિગતો જાણવા મળી છે. ફાર્મહાઉસ પરથી નશાનો સામાન, કેટલીક દવા મળી આવી છે. જેના પરથી ફાર્મ પર ડ્રગ્સ પાર્ટી થતી હોવાનું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત