સુશાંત આત્મહત્યા કેસમાં હવે બિહાર સરકારે કરી CBI તપાસની ભલામણ, જાણો આગળની વિગતો

સુશાંત સિંહ રાજપૂત કેસ- બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે CBI તપાસની ભલામણ કરી. સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવ્યો નવો વળાંક, બિહારના CM નીતીશ કુમારે CBI તપાસની કરી ભલામણ. શુ થશે નવા ખુલાસા સુશાંત સિંહ કેસમાં, બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે કરી સુશાંત સિંહ કેસની CBI તપાસની ભલામણ,

image source

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસ કરવાની વધતી માંગણીના દબાવ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. CM નિતીશકુમારે મંગળવારે કહ્યું કે ” પરિવારના લોકો અને એમના પિતાએ એમની સહમતી આપી છે કે સીબીઆઈ તપાસ કરવામા આવે તો હવે અમે લોકો, આજે જે એફઆઈઆર અહીંયા નોંધાઇ છે એની તપાસ CBI દ્વારા કરાય એની આગળ ભલામણ કરીએ છીએ.”

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે જ સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને આ મુદ્દે સીબીઆઈ તપાસ માટે આદેશ આપવા વિનંતી કરી હતી, એ પછી મુખ્યમંત્રી તરફથી આ બયાન સામે આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી પર આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિપક્ષની સાથે સાથે આખા દેશમાં થઈ રહેલી સીબીઆઈ તપાસની માંગણીને લઈને દબાણ થઈ રહ્યું હતું, જે પછી એમની તરફથી સક્રિયતા જોવા મળી છે.

image source

આ પહેલા નીતીશ કુમારે શનિવારે કહ્યું હતું કે જો પરિવારના લોકો બિહાર સરકારને આ કેસની તપાસ CBI દ્વારા થાય એવી માંગણી કરે તો એમને આ કેસ સીબીઆઈને સોંપવામાં કોઈ વાંધો નથી. નીતીશ કુમાર પરિવારના લોકો આ મુદ્દે સ્ટેન્ડ લે બસ એની જ રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બિહારના વતની બૉલીવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતની લાશ 14 જૂને એમના એપાર્ટમેન્ટમાંથી મળી હતી. મુંબઈ પોલીસે કહ્યું હતું કે એમનું મૃત્યુ આત્મહત્યા કરવામાં કારણે થઈ છે. મુંબઈ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

image source

પણ ગયા અઠવાડિયે સુશાંતના પરિવાર તરફથી એમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ સુશાંત પાસેથી પૈસા કઢાવવા અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે ઉત્તેજિત કરવા જેવા આરોપ મૂકીને કેસ કરવામાં આવ્યો છે. જે પછી બિહાર પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે

image source

સુશાંતના કેસમાં તપાસને લઈને બિહાર પોલીસ અને મુંબઈ પોલીસ વચ્ચે થોડી ખેંચતાણના આરોપ લાગી રહ્યા છે. હવે શુક્રવારે જ બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. એમને આરોપ લગાવ્યો હતો કે મુંબઈ પોલીસ બિહાર પોલીસની તપાસમાં સહકાર નથી આપી રહી, એવા માં આ સમગ્ર મુદ્દાની તપાસ સીબીઆઈ કરે એ જ સારું રહેશે.

image source

બીજી બાજુ સોમવારે મુંબઈ પોલીસ દ્વારા બિહાર પોલીસ પાસે નોંધાયેલા કેસ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. પોલીસ ચીફ પરમબીર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ” અમે જૂન 16 એ અભિનેતાના પરિવારના લોકોનું બયાન નોંધ્યું હતું, ત્યારે એમની તરફથી કોઈ શંકા ઉભી કરવામાં નહોતી આવી.” જો કે સુશાંતના પિતા તરફથી એક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં એ ખૂબ જ અગત્યની વાત કરતા જણાય છે.

image source

આ વીડિયોમાં એમને કહ્યું છે કે “25 ફેબ્રુઆરી એ મેં બાંદ્રા પોલીસને સૂચના આપી હતી કે એને જોખમ છે.સુશાંતનું અવસાન 14 જૂને થયું અને મેં એમને કહ્યું કે 25 ફેબ્રુઆરીની ફરિયાદમાં જે લોકો સામે ફરિયાદ ટી એમના વિરુદ્ધ કાર્યવાહી કરો. એની મૃત્યુના 40 દિવસ બાદ ઓન હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ, એટલે મેં પટનામાં એફઆઈઆર ફાઇલ કરી”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત