સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ બની હૃદયસ્પર્શી, ભાવુક થયા ટીવીના અમુક કલાકારો.

આખરે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ “દિલ બેચારા” ગયા શુક્રવારે રિલીઝ થઈ ગઈ. અભિનેતાના અવસાન પછીથી જ આ ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ કરવામાં આવી રહી હતી. આ ફિલ્મ શુક્રવારે સાંજે 7:30 વાગ્યે ઓનલાઇન રિલીઝ કરવામાં આવી.

એક છેલ્લી વાર ફરીથી સુશાંત સિંહ રાજપુતે પોતાની પ્રતિભાથી લોકોનું દિલ જીતી લીધું. પોતાની છેલ્લી ફિલ્મમાં એ રોમેન્ટિક અંદાજમાં ગીતો ગાતા, રડતા અને મસ્તી કરતા પોતાની ઓનસ્ક્રીન એક્ટ્રેસ સાંજના સાંધી સાથે નજર આવ્યા.

રોમેંટિક ફિલ્મને દર્શકો તરફથી હકારાત્મક પ્રતિક્રિયા મળી છે. બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના ફેન્સ અને સેલિબ્રિટી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by 𝐃𝐚𝐥𝐥𝐣𝐢𝐞𝐭 𝐊𝐚𝐮𝐫 (@kaurdalljiet) on

હિના ખાન, રશ્મિ દેસાઈ, આરતી સિંહ અને બીજા કેટલાક ટીવી કલાકારોએ આ ફિલ્મ જોઈ અને ભાવુક થઈ ગયા હતા. એમને સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને કેટલાક મેસેજ પોસ્ટ કર્યા અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી હતી. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ “દિલ બેચારા” જોયા બાદ ક્યાં સેલિબ્રિટીએ શું કહ્યું ચાલો જાણી લઈએ.

ઉતરન અને બિગ બોસ જેવા શોથી નામના મેળવનાર અભિનેત્રી રશ્મિ દેસાઈ સુશાંત સિંહ રાજપૂતની આ ફિલ્મ જોઈને ભાવુક થઈ ગઈ. એને લખ્યું હતું કે ” ભારે હૃદય અને અદભુત યાદો સાથે. લવ યુ સુષ.”

 

View this post on Instagram

 

A post shared by Aarti singh sharma (@artisingh5) on

એ સિવાય અભિનેત્રીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ભાવુક ટ્વીટ પણ કરી હતી જેમાં લખ્યું હતું કે ” એને જોતા જોતા ખૂબ જ ભારેપણું લાગ્યું, એની ઉર્જાવાન આત્મા અને એ સ્મિત…હું મારા આંસુ ન રોકી શકી ..આટલી બધી યાદો….એને રિલમાં જોતા ઘણું જ વાસ્તવિક લાગ્યું….સુંદર મેસેજ અને આ નોટ પર #મારા પ્રિય મિત્ર…# લવ યુ# દિલબેચારા#સુશાંત સિંહ રાજપૂત”

image source

આરતી સિંહે ફિલ્મના એન્ટ્રી સીનની એક ઝલક શેર કરી અને પોસ્ટ પર કેપશનમાં લખ્યું કે ” હીરો….અમે તમને હંમેશા યાદ કરીશું” અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે ” ફિલ્મ જોઈ…ખૂબ જ પસંદ આવી….અને દિલમાં એક જ વાત આવી….કાશ હું આંખ ખોલું અને લાગે કે આ એક સપનું હોય…તને પ્રેમ મળ્યો…તને હંમેશા યાદ કરવામાં આવશે.”

image source

એ સિવાય અન્ય ટીવી કલાકારો જેવા કે હિના ખાન, દલજીત કોર , હિમાંશી ખુરાના અને રવિ દુબેએ પણ ફિલ્મ જોયા પછી દિલ ખોલીને પોસ્ટ કરી.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત