રિયાએ સુશાંત સાથે મળીને કર્યું હતું આ કામ, તપાસમાં સામે આવી આ ચોંકાવનારી વાતો

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં પોલીસ તપાસ કડક બની છે. બિહારથી લઈને મુંબઈ સુધીમાં પોલીસ લગભગ 40 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. રિયા ચક્રવર્તી સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને સાથે જ સુશાંતની જે બે કંપનીઓમાં રિયા અને તેનો ભાઈ ડાયેરક્ટર હતા તેની તપાસ કરતાં જાણવા મળ્યું કે તે બંને કંપનીઓ સુશાંત નહીં પણ રિયાના પિતાના સરનામે રજિસ્ટર્ડ છે. આ વાતને લઈને વધુ ખળભળાટ મચ્યો છે.

image source

સુશાંત મોટાભાગે આ કંપનીઓ શરૂ થતાં પહેલાં જ ડિપ્રેશનનો શિકાર બની ચૂક્યો હતો. આ ઉપરાંત પોલીસ તપાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે રિયા સુશાંત પર કાળો જાદુ કરતી હતી. તેના કારણે સુશાંત અને તેના નોકરોને જૂના ઘરમાં ભૂત પણ દેખાતા હતા. આ સમસ્યાઓથી સુશાંત ડિપ્રેશનમાં પહોંચી ગયો હતો.

image source

સુશાંતે રિયાની સાથે મળીને બે કંપનીઓ ‘વિવિડરેજ રિયાલિટીએક્સ પ્રાઈવેટ લિમિટેડ’ (Vividrage RhealityX Pvt Ltd) અને ‘ ફ્રંટ ઈન્ડિયા ફોર વર્લ્ડ ફાઉન્ડેશન’ની શરૂઆત કરી હતી. તેમાંથી પહેલી કંપની વિવેડરેજની શરૂઆત સપ્ટેમ્બર 2019માં થઈ હતી.

રિયા પર આવ્યો છે છેતરપિંડી અને ષડયંત્રનો આરોપ

image source

સુશાંતના મોત બાદ તેના પિતાએ રિયા ચક્રવર્તી પર સુશાંતના પૈસાની ઠગાઈનો આરોપ મૂક્યો છે. પોલીસને આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું કે, સુશાંતનું બેંક સ્ટેટમેન્ટ જણાવે છે કે આશરે 17 કરોડ રૂપિયા તેના ખાતામાં હતા. છેલ્લા 1 વર્ષમાં 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જે જગ્યાએ આ પૈસા ટ્રાન્સફર થયા છે તેની સાથે સુશાંતને કોઈ લેવા દેવા ન હતી. તેના તમામ ખાતાની તપાસ કરાય અને સાથે જ કોણે તે રૂપિયા લીધા તેની માહિતી અમને આપવામાં આવે. આ સિવાય તેઓએ આ રૂપિયાની દગાખોરી માટે રિયા પર આરોપ લગાવ્યો છે. અને તેની પણ તપાસ કરવા કહ્યું છે.

image source

રિયાના ભાઈએ કંપનીમાં સામેલ થવા આવું પણ કર્યું

રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, તે સમયે રિયાએ ન માત્ર પોતાના ભાઈ શોવિક ચક્રવર્તીને કંપનીનો ડાયરેક્ટ માટે સુશાંતને મનાવી લીધો હતો પરંતુ કંપનીના નામમાં પોતાનું નામ સામેલ કરવા માટે તેનો નામનો સ્પેલિંગ બદલાવીને ‘Rhea’lity કર્યો હતો આ વાત પણ સામે આવી છે.

સુશાંતના પિતાએ કેસ દાખલ કર્યો

image source

26 જુલાઈ રવિવારે સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે પોલીસમાં રિયા ચક્રવર્તીની સામે આત્મહત્યા, છેતરપિંડી સહિતિ વિવિધ કલમ હેઠળ FIR દાખલ કરી છે.

ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં સુશાંતે આત્મહત્યા કર્યાના થોડા દિવસો પહેલા જ રિયાએ ‘વિવિડરેજ રિયાલિટીએક્સ’માં ડાયરેક્ટરના પદેથી રાજીનામું આપ્યું હતું. અત્યારે સામે આવેલી માહિતી અનુસાર આ બંને કંપનીઓમાં સુશાંતે તેમાં મોટું રોકાણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત