સુશાંતના ચાહક છો? તો જાણી લો તેના આત્મહત્યાના કેસને લઇને શું આવી આટલી મોટી અપડેટ

સુશાંત સિંહ કેસમાં કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી, પક્ષકાર બનવાની કરી માંગ. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આવ્યો વળાંક, કેન્દ્ર સરકારે પક્ષકાર બનવા સુપ્રીમ કોર્ટને કરી અરજી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પક્ષકાર બનવાની માંગણી કરી.

image source

બૉલીવુડ એકટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કેન્દ્ર સરકારે આ કેસમાં પક્ષકાર બનવાની માંગ કરી છે. આજે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પૂછપરછ માટે બૉલીવુડ એક્ટ્રેસ અને એક્ટરની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પ્રવર્તન નિર્દેશાલય પહોંચી હતી.

એમની સાથે એમના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી અને ભાઈ શોવિક ચક્રવર્તી પણ ED ઓફીસ પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે ઇડીએ આ સમગ્ર મુદ્દે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.

image source

સુશાંત સિંહ સુસાઇડ કેસમાં શુક્રવારે પૂછપરછ કરવાની હતી અને એ માટે અભિનેત્રીને સમન આપવામાં આવ્યો હતો પણ એમને EDને એને ટાળવા માટે કહ્યું હતું. રિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે એમની યાચીકા સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે એટલે પૂછપરચને ટાડવામાં આવે.

રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે “અભિનેત્રીએ સુપ્રીમ કોર્ટની સુનવણીના કારણે પોતાના બયાનની રેકોર્ડિંગ સ્થગિત કરવાની વિનંતી કરી છે” પણ જાણકારી મળી હતી કે EDએ રિયાના નિવેદનને ઠુકરાવી દીધું હતું, એ પછી રિયા ઇડી ઓફીસ પહોંચી હતી.

image source

આર્થિક અપરાધ મુદ્દાઓની તપાસ કરનારી એજન્સી EDએ આ મુદ્દે 15 કરોડના સંદિગ્ધ લેણદેણને લઈને કેસ નોંધ્યો છે. એજન્સીએ પૂછપરછ માટે રિયાને સવારે 11:30 વાગે ઓફીસ આવવાનો સમય આપ્યો હતો. રિયા એના અમુક મિનિટ પછી ઇડી ઓફીસ પહોંચેલી દેખાઈ હતી.

એના વકીલ સતીશ માનશીંદેએ કહ્યું કે “રિયા ચક્રવર્તી કાયદાનું પાલન કરનારી નાગરિક છે. જ્યારે ઇડીએ મીડિયામાં એ જાણકારી આપી કે પૂછપરછને ટાળવાની એની વિનંતીને સ્વીકારવામાં નથી આવી તો એ નક્કી કરેલા સમયે પૂછપરછ માટે પહોંચી ગઈ હતી”

image source

દિવંગત એક્ટરના પરિવાર તરફથી રિયા ચક્રવર્તી પર પૈસા કઢાવવાનો, વિશ્વાસઘાતનો અને માનસિક ત્રાસ આપીને આત્મહત્યા માટે મજબૂર કરવાનો કેસ નોંધાયો છે.ઇડીએ આ મુદ્દે સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાની અને રિયાના પૂર્વ મેનેજર શ્રુતિ મોદીને પણ સમન આપ્યો છે.

એવી જાણકારી મળી છે કે એજન્સી રિયાને 15 કરોડના સંદિગ્ધ લેણદેણને લઈને નોંધાયેલા મની લોન્ડરિંગ કેસ માટે સવાલ પૂછી શકે છે. એજન્સી સુશાંતના પરિવાર તરફથી બિહાર પોલીસમાં નોંધાયેલા એફઆઈઆર પર આધારિત પૂછપરછ કરશે.

તમને જણાવી દઈએ કે રિયાએ સુપ્રીમ કોર્ટમાં યાચીક દાખલ કરી બિહારમાં નોંધાયેલો કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. ઇડી સિવાય આ મુદ્દે કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ પણ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

image source

રિયા ચક્રવર્તી અને અન્ય પાંચ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉત્તેજિત કરવા, અપરાધિક ષડયંત્ર રચવા, ચોરી, વિશ્વાસઘાત અને ધમકી આપવા સહિત અન્ય આરોપો અંગે કેસ નોંધ્યો છે.

બિહાર પોલીસે FIRના આધાર પર CBIમાં કેસ નોંધાવ્યો છે. એમ ડીઆઈજી મનોજ શશીધર અને એસપી નૂપુર પ્રસાદ સામેલ છે. બિહાર પોલીસે 25 જુલાઈ IPCની કલમ 341, 348, 380, 406, 306, 506, 420, 120Bમાં કેસ દાખલ કર્યો છે. સીબીઆઈની એફઆઈઆરમાં પણ આ જ કલમ લગાવવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત