સુશાંતની આ તસવીરો જોઇને તમે પણ પડી જશો વિચારમાં, જોઇ લો કેટલી હાઇ ફાઇ લાઇફ જીવતો હતો

સુશાંતસિંહ રાજપુતના જીવનની આ સફર વિશે કદાચ તમે નહિ જાણતા હોવ, આ અવનવી વાતો જાણીને હેરાન રહી જશો.

હિન્દી ફિલ્મ જગતમાં ધોની ફિલ્મથી જાણીતા થયેલા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કરી લેતાં અત્યારે ખળભળાટ મચ્યો છે. જો કે સુશાંતસિંહ રાજપૂતે પોતાના ફ્લેટના બેડરૂમમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કયો હોવાનું જાણવા મળ્યું હતું.

image source

જો કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક ધોની અને તાજેતરમાં રજુ થયેલી છિછોરે જેવી હીટ ફિલ્મોમાં કામ કરી ચુકેલા સુશાંત સિંહ રાજપૂતની ગણના બોલીવુડના સફળ અભિનેતાઓમાં થાય છે. જો કે એમણે પોતાના અભિનય જીવનની શરૂઆત ટીવી સીરિયલ દ્વારા કર્યું હતું ત્યારબાદ તે ફિલ્મોમાં આવ્યો હતો.

ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિઆનો આપઘાત

image source

જો કે આ ઘટના પહેલાના થોડા દિવસ અગાઉ જ સુશાંત સિંહની પૂર્વ મેનેજર રહી ચૂકેલ દિશા સાલિયાએ પણ આપઘાત કર્યો હતો. શુદ્ધ દેશી રોમાંસ, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, કેદારનાથ બોલિવૂડ જેવી સફળ ફિલ્મો કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિઆએ બિલ્ડીંગ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી.

સુશાંતની સફર : ટેલીવીઝનથી બોલીવુડ

image source

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ટેલિવિઝન શોમાં પણ લોકપ્રિય પાત્ર રહી ચુક્યા છે. 2008થી 2011ની વચ્ચે, એમણે “કિસ દેશ મેં હૈ મેરા દિલ, જરા નચકે દિખા, ઝલક દિખલા જા” અને સૌથી પ્રખ્યાત ટીવી શો “પવિત્ર રિશ્તામાં પોતાના અભિનયની ઓળખ આપી હતી. જો કે એમના અભિનયના કારણે તે ખૂબ જ ઝડપથી ઉભરી આવ્યા અને એમને ફિલ્મોમાં પણ તક મળી હતી.

image source

પોતાના જીવનમાં અભિનય કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન સિરીયલોથી કરીને તેમણે પહેલો શો સ્ટાર પ્લસનો રોમેન્ટિક શો ‘કિસ દેશ મેં હૈ મેરા દિલથી’ 2008માં કર્યો હતો. જો કે ત્યાર પછી ઝી ટીવી પર લોકપ્રિય શો પવિત્ર રિશ્તામાં એમણે 2009-11 દરમિયાન કામ કર્યું અને પછી સુશાંતે પોતાના ફિલ્મ જગતના અભિનય ક્ષેત્રમાં પ્રવેશ ‘કાય પો છે’ ફિલ્મ દ્વારા કર્યો હતો. જો કે આ માટે અને બેસ્ટ ડેબ્યુ તરીકે ફિલ્મ ફેર મળ્યો હતો. જો કે આ પછી એણે બ્યોમકેશ બક્ષીમાં પણ કામ કર્યું હતું.

બોલીવુડમાં સફળતા અને ફાળો

image source

અત્યાર સુધીમાં તેમની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો PK 2014માં સહાયકની ભૂમિકા સાથે આવી હતી, ત્યાર પછી બાયોપિક એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી 2016માં આવી જેમાં અભિનય માટે, તેને શ્રેષ્ઠ અભિનેતાના ફિલ્મફેર એવોર્ડ માટે પ્રથમ નોમીનેશન મળ્યું હતું. સુશાંત સિંહે કેદારનાથ (2018) અને છીછોરે (2019) ફિલ્મમાં વ્યવસાયિક દ્રષ્ટીએ સફળ કામ કર્યું હતું.

image source

જન્મ અને અભ્યાસ : અભ્યાસથી કરિયર તરફ

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનો જન્મ પટણામાં થયો હતો. તેમનું ઘર બિહારના પૂર્ણિયા જિલ્લામાં આવેલું છે. તેમની ચાર બહેનોમાંથી એક બહેન મિતુ સિંહ રાજ્ય કક્ષાની ક્રિકેટ ટીમમાં છે. જો કે વર્ષ 2002માં તેની માતાના અવસાન પછી આ પરિવાર પટનાથી દિલ્હી આવી ગયો હતો. સુશાંતે પટનાની સેન્ટ કારેન હાઇ સ્કૂલ અને નવી દિલ્હીની કુલાચી હંસરાજ મોડેલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

image source

આપને જણાવી દઈએ કે 2003માં ડીસીઇ પ્રવેશ પરીક્ષામાં તે સાતમા નંબરે આવ્યો હતો અને દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ અનન્વયે મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે તે ફિઝિક્સમાં નેશનલ ઓલિમ્પિયાડ વિજેતા પણ રહ્યો છે. આ ઉપરાંત સુશાંતે કુલ મળીને 11 જેટલી ઇજનેરી પ્રવેશ પરીક્ષાઓ પાસ કરી છે. આ પરીક્ષામાં ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સનો પણ સમાવેશ થાય છે. જો કે થિયેટર અને નૃત્યમાં ભાગ લીધા પછી એમને એન્જીનીયરીંગમાં ઘણા બેકલેગ્સ પણ આવ્યા હતા.

એન્જિનિયરિંગ છોડી અભિનયમાં

image source

આ સમય દરમિયાન તેનું ધ્યાન ભણવામાં ઓછું અને નૃત્ય અને થીયેટરમાં વધુ લાગતું હતું. પરિણામે તે એન્જિનિયરિંગથી સાવ કંટાળી ગયો હતો. જો કે નૃત્ય અને નાટકના વર્ગોમાં તે ખુશ અને સફળ હોવાનું મહેસુસ કરતો હતો એટલે એણે પછી એમાં જ આગળ વધવાનું નક્કી કરી લીધું અને એન્જિનિયરિંગ છોડી દીધું. હવે તે પોતાનો પૂરો સમય નૃત્ય અને અભિનય માટે જ આપવા લાગ્યો હતો.

કિસ દેશ હૈ મેરા દિલમાં પ્રીત જુનેજાની ભૂમિકામાં

image source

જો કે એકવાર એને ઓડીશન માટેની ઓફર મળી અને તેણે આ આપ્યું હતું, આ ઓડીશન પછી સુશાંત સિંહ રાજપૂતે ‘કિસ દેશ હૈ મેરા દિલ’ શોમાં પ્રીત જુનેજાની ભૂમિકા નિભાવી હતી. જો કે આ શોમાં એ પાત્રની હત્યા ઘણાં સમય પહેલા થઈ હતી, પણ પ્રેક્ષકો માટે તે પાત્ર એટલું લોકપ્રિય હતું કે તેને ભાવનાના રૂપમાં સિરીઝ ફિનાલેમાં પાછો લાવવામાં આવ્યો. એવા સમયે જ્યારે તેના કુટુંબની ઉજવણી મુશ્કેલ સમયમાંથી પસાર થતી હોય છે. ટીવી સીરીયલમાં આવી એન્ટ્રી ચાલુ જ રહે છે.

પવિત્ર રીસ્તા શોમાં માનવ દેશમુખ તરીકે

image source

ત્યાર બાદ જૂન 2009માં, સુશાંતે પવિત્ર રીસ્તા શોમાં માનવ દેશમુખ તરીકેની ભૂમિકા ભજવી, આ શોમાં તેનું પાત્ર ગંભીર અને પરિપક્વ પુરુષ તરીકેનું હતું. માનવ પરિવારના સમર્થનમાં મિકેનિક તરીકે કામ કરતો હતો. સીરિયલમાં તેમના કામને બહોળા પ્રમાણમાં વખાણ મળ્યા અને સુશાંતને બેસ્ટ પુરૂષ એક્ટર અને મોસ્ટ પોપ્યુલર એક્ટર માટે ત્રણ મોટા ટેલિવિઝન એવોર્ડ પણ મળ્યા. આ બધામાં તેની સફળતા હતી તેનો અભિનય દુનિયા સમક્ષ આવ્યો હતો અને તેણે આ બધા પછી જ ફિલ્મોમાં પણ પગ મૂક્યો હતો.

સુશાંતે અભિનયમાં જાતને સાબિત કરી હતી

image source

આગળ વધે એ પહેલા જ તે ટીવી સીરીયલ માટે એવોર્ડ જીતીને તેની અભિનયની પ્રતિભાને સાબિત કરી ચુક્યો હતો. હવે એ ઈચ્છતો હતો કે તેની પાસે સારી નૃત્યની જે કુશળતા છે, તેને આગળ પણ તાલીમ મળી શકે. આ વિચાર સાથે સુશાંત ઝરા નચકે દિખામાં કલંદર બોય ટીમનો ભાગ બન્યો હતો. તેણે એક જ સમયે પવિત્ર રિશ્તા શોમાં અને ઝરા નચકે દિખા 2 માટે પણ શૂટિંગ કર્યુ. જો કે મધર્સ ડેના વિશેષ એપિસોડમાં તેમની ટીમે તેની માતા માટે એક શો કર્યો હતો, એમની માતાનું અવસાન ૨૦૦૨માં થયું હતું.

કાઈપો છે ફિલ્મ અને ફિલ્મ જગતની સફર

image source

ડીસેમ્બર 2010માં, સુશાંત નૃત્યને લગતા બીજા શો ઝલક દીખલા જા શોમાં પણ જોવા મળ્યો હતો. આ શો દરમિયાન એમની મુલાકાત શમ્પા સોંથાલીયા સાથે થઇ હતી. જો કે આ દરમિયાન એમણે ચેતન ભગતની નોવેલ 3 મિસ્ટેક્સ ઓફ માય લાઇફ પર આધારિત ફિલ્મ ‘કાઈ પો છે’ માટે ઓડીશન આપ્યું, અને તેમને પસંદ પણ કરવામાં આવ્યા. આ ફિલ્મ એમના માટે બોલીવુડમાં ડેબ્યુ કરવા સફળ સાબિત થઇ. આ ફિલ્મે એમના માટે બોલીવુડના દ્વારા ખોલી નાખ્યા. જો કે આ ફિલ્મમાં એમની સાથે રાજ કુમાર રાવ અને અમિત સાધની પણ હતા. આ ફિલ્મ અભિષેક કપૂરે બનાવી હતી.

image source

આ ફિલ્મમાં ઇશાન એ ક્રિકેટિંગ પસંદગી મંડળ અને રાજકારણનો ભોગ બનેલો ક્રિકેટર હોય છે. ઈશાનના આ પાત્રને યોગ્ય રીતે નિભાવવા બાબતે સુશાંત સિહની ખુબ જ પ્રશંસા પણ થઇ હતી. રાજીવ મસંદે જેઓ વિવેચક છે એમણે લખ્યું હતું કે ઇશાન તરીકે જ તેણે ફિલ્મ જગતમાં અભિનયની શરૂઆત કરી છે એમ કળવું પણ મુશ્કેલ છે. ઈશાનની આ ભૂમિકા એ બાબતને દર્શાવે છે કે સ્ટાર જન્મે પણ છે.

image source

જો કે ત્યાર બાદ સુશાંતસિંહ રાજપૂતે તેની બીજી ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાંસ’ પરિણીતી ચોપડા અને વાની કપૂર સાથે કરી હતી. મનીષ શર્મા દ્વારા દિગ્દર્શિત અને યશ રાજ ફિલ્મ દ્વારા નિર્માણ પામેલ આ ફિલ્મની થીમ લિવ-ઇન રિલેશનશીપ સાથે સંબંધિત છે, અને તેનું પૂરું શૂટિંગ રાજસ્થાનના જયપુરમાં જ કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત