Site icon News Gujarat

શું તમે જોઇ સુસ્મિતા સેને શેર કરેલી આ જૂની તસવીર

સુસ્મિતા સેને શેર ર્ક્યો દીકરી રીની સાથેનો 18 વર્ષ જૂનો એક ફોટો, અને કહ્યું કે “બાળક હંમેશા હું જ હતી”

image source

બૉલીવુડ સેલિબ્રિટી હંમેશા સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. પોતાના રોજબરોજના જીવન ને લગતા વિડીયો અને ફોટા શેર કરી એ એમના ફેન્સનું મનોરંજન કરતા રહે છે. ક્યારેક એ સોશિયલ મીડિયા પર પોતાના થ્રોબેક ફોટા પણ શેર કરતા હોય છે. તો ક્યારેક કોઈ ઘણા વર્ષો જૂનો ફોટો પણ શેર કરતા હોય છે. આવી જ રીતે હાલમાં જ અભિનેત્રી સુસ્મિતા સેને સોશિયલ મીડિયા પર પોતાનો એક ઘણા વર્ષો જૂનો ફોટો શેર કર્યો છે. જેમાં એ પોતાની દીકરી રીની સાથે નજરે પડી રહી છે.

સુસ્મિતા સેન સોશિયલ મીડિયા પર એમ પણ ઘણી જ એક્ટિવ રહે છે. એ ઘણીવાર પોતાના અને પોતાના બાળકોના ઘણા ફોટા શેર કરતી રહે છે. હવે હાલમાં જ સુસ્મિતા સેને પોતાનો 18 વર્ષ જૂનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં સુસ્મિતાની સાથે એમની મોટી દીકરી રીની પણ દેખાઈ રહી છે. આ ફોટો એ સમયનો છે જ્યારે રીની ફક્ત 2 જ વર્ષની હતી ને સુસ્મિતા સેન 26 વર્ષની હતી.

image source

સુસ્મિતાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતા સુસ્મિતાએ કેપશન દ્વારા પોતાના મધરહુડ વિશે જણાવ્યું છે. સુસ્મિતાએ કેપશનમાં લખ્યું છે કે “ક્યારેક ક્યારેક હું આ ફોટા જોઉં છું તો મને આશ્ચર્ય થાય છે. જ્યારે હું મને અને રીનીને જોઉં છું,2 વર્ષમાં અને 26 વર્ષમાં, બાળક હમેશા હું જ રહી હતી. એ મહેસુસ કરવું એકદમ મેજિકલ છે કે હું બધાની જ સાથે વિસ્થાપિત થઈ ગઈ છું”

image source

તમને જણાવી દઈએ કે બૉલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન પોતાની દીકરીઓ સાથે વિતાવેલી દરેક ક્ષણ હમેશાં પોતાના કેમેરામાં કેદ કરતી રહે છે અને એ ફોટાને પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. સુસ્મિતા મોટા પડદાથી તો ઘણા સમય સુધી દૂર રહી પણ એ સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

image source

હવે હાલમાં જ સુસ્મિતા સેને એકવાર ફરી એક્ટિંગની દુનિયામાં જંપ લાવ્યું છે. સુસ્મિતા સેને વેબ સિરીઝ આર્યાથી ફરી એકવાર પોતાના કરિયરની શરૂઆત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે સુસ્મિતા સેન લગભગ 10 વર્ષ મોટા પડદાથી દુર રહી છે. જોકે એ હમેશા હેડલાઈનનો ભાગ બનીને રહી છે.સુસ્મિતા સેન છેલ્લે વર્ષ 2010માં ફિલ્મ નો પ્રોબલમ માં દેખાઈ હતી.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version