સુષ્મિતા સેન જોવા મળશે વેબ સીરીઝમાં, શેર કર્યો ‘આર્યા’નો ફર્સ્ટ લુક અને ટીઝર જુઓ તમે પણ

ફિલ્મ અભિનેત્રી સુષ્મિતા સેન અંદાજે 10 વર્ષના બ્રેક બાદ ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન કોઈ ફિલ્મથી કમબેક કરવાની નથી પરંતુ તે હાલમાં ખૂબ પ્રખ્યાત થતા એવા વેબ સીરીઝ ફોર્મેટથી કમબેક કરવા જઈ રહી છે. સુષ્મિતા સેન ટુંક સમયમાં વેબ સીરીઝ આર્યામાં જોવા મળશે. આર્યાનો ફર્સ્ટ લુક અને તેનું ટીઝર પણ શેર કર્યું છે.

image source

આર્યા વેબ સીરીઝ આર્યા ટુંક સમયમાં ડીઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ સીરીઝથી સુષ્મિતા સેન લાંબા સમય પછી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી રહી છે. વેબ સીરીઝ આર્યાનો ફર્સ્ટ લુક ટીઝરમાં તે એથલેટિક જેવી જોવા મળે છે. તેને તમે રોપ ચઢતી જોઈ શકો છો. સુષ્મિતા સેનની વેબ સીરીઝ આર્યાને લઈ અનુમાન છે કે તે આ સીરીઝમાં ક્રાઈમ ડિટેક્ટિવની ભૂમિકા ભજવી રહી છે. સુષ્મિતાનો લુક પણ દમદાર જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુષ્મિતા સેનની અપકમિંગ વેબ સીરીઝ આર્યાનું ટીઝર તેણે પોતાના ઈંસ્ટા અકાઉન્ટ પર શેર કર્યું છે તેના કેપ્શનમાં લખ્યું છે કે, પોતાની દુનિયાને બદલવા માટે બેડ આઈડિયા, નવું ઘર, નવી રસ્સી.. જો કે આ ટીઝર જોઈ તેના ફેન્સ પણ સુષ્મિતા સેનાના કમબેક પર તેના વખાણ કરી રહ્યા છે. આ વેબ સીરીઝનું ટ્રેલર ક્યારે રીલીઝ તેની જાણકારી પણ સુષ્મિતા સેને આપી છે. તેણે લખ્યું છે કે આર્યાનું ટ્રેલર આગામી 5 જૂનના દિવસે રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

જણાવી દઈએ કે સુષ્મિતા સેન સિંગલ મધર છે. તે પોતાની બે દીકરીઓ સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી હોય છે. જો કે લોકડાઉન દરમિયાન તે પોતાના બોયફ્રેન્ડ સાથે પણ જોવા મળી હતી. બંનેના ફોટો ખૂબ વાયરલ થયા છે. સુષ્મિતા સેન અને રોહમન શોલ લાંબા સમયથી રિલેશનશીપમાં છે.

image source

સુષ્મિતા સેન વધારે ઈંસ્ટાગ્રામ પર યોગ કરતા વીડિયો શેર કરતી હોય છે. તેના યોગ સેશનમાં તેનો બોયફ્રેન્ડ પણ સાથે જોવા મળે છે. આ સિવાય તેની દીકરીઓ પણ રોહમન સાથે પરીવારની જેમ રહે છે. તેઓ એકબીજા સાથે જન્મદિવસ જેવા ખાસ અવસરો સાથે ઉજવતા જોવા મળે છે.

source : hindustanlive

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત