Site icon News Gujarat

શું તમને પણ છે પ્રાકૃતિક જગ્યાઓએ ફરવાનો શોખ? તો તુરંત જ મુલાકાત લો આ જગ્યાઓની અને બનાવો તમારા વેકેશનને યાદગાર…

મિત્રો, સમગ્ર વિશ્વભરમા અનેકવિધ સ્થળો એવા છે કે જે તેમની સુંદરતા માટે ખુબ જ પ્રખ્યાત છે. આ વિશેષ સ્થળોની મુલાકાત લેવા માટે અને અહી સારો એવો સમય પસાર કરવા માટે વિશ્વભરમાથી અનેકવિધ પ્રવાસીઓ અહી ડર વર્ષે મુલાકાત લેવા માટે આવે છે. જો તમે પણ આવા કોઈ સુંદર પર્યટક સ્થળ પર જવા ઈચ્છતા હોવ તો પછી આજે અમે તમને અમુક સુંદર સ્થળો વિશેની માહિતી આપીશું કે, જે તમારા સફરને એકદમ યાદગાર બનાવી દેશે, તો ચાલો જાણીએ આ સ્થળો વિશે.

image source

યુનાઇટેડ સ્ટેટ્સમા બિસ્કેન ખાડી નજીક દક્ષિણપૂર્વ ફ્લોરિડાના આ સુંદર શહેરમા જોવા માટે અનેકવિધ સ્થળો આવેલા છે. આ મિયામી બંદર “વિશ્વની ક્રુઝ કેપિટલ” તરીકે ઓળખાય છે. આ સ્થાન તેના દરિયાકિનારા, ખરીદી અને ખોરાક માટે ખુબ જ જાણીતા છે. વિશ્વના તમામ પ્રવાસીઓ અહી સૂર્યાસ્ત જોવા માટે પધારે છે.

image source

આ સિવાય ટસ્કનીને પણ વિશ્વના શ્રેષ્ઠ સ્થાનોમા સ્થાન આપવામા આવ્યુ છે. તે મધ્ય ઇટાલીનો એક વિસ્તાર છે, જેનો વિસ્તાર આશરે ૨૩ હજાર ચોરસ કિલોમીટર છે અને આશરે અહી ૩.૮ મિલિયન રહેવાસીઓની વસ્તી છે. આ પણ એક જોવાલાયક સ્થળ છે. અહી ફરવા માટે અનેકવિધ સ્થળો આવેલા છે.

image source

અહીના દરિયાકિનારા, સરોવરો અને ટેકરીઓ પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બને છે. તમે ઇટાલીનો ઇતિહાસ, કલા, સંગીત, સંસ્કૃતિ અને પવિત્ર સ્થાનો વગેરે વિશે માહિતી મેળવી શકો છો. આ સ્થળની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય એપ્રિલ માસથી લઈને જૂન માસ વચ્ચેનો અને તે સિવાય સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર વચ્ચેનો હોય છે. ઇટાલીના અદભૂત સ્થળો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

image source

ન્યુ ફાઉન્ડલેન્ડ એ ઉત્તર અમેરિકામાં કેનેડિયન કાંઠે સ્થિત સૌથી વિશાળ વસ્તી ધરાવતુ એક ટાપુ છે. સુંદર ટેકરીઓમાંથી નિર્મિત અને સજ્જ આ ન્યુફાઉન્ડલેન્ડ એ ટ્રેકિંગ કરતા લોકો માટે સ્વર્ગ સમાન સાબિત થાય છે. અહીના પર્વતોને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકે ઓળખવામા આવે છે. આ જગ્યા એટલી મનમોહક છે જ્યારે તમે તેની મુલાકાત લેશો તમને તે જગ્યાએથી જવાની ઈચ્છા જ નહિ થાય.

image source

પોલિનેશિયા એ મહાસાગરનો પણ એક સબસેટ છે, જે મધ્ય અને દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ફેલાયેલા એક હજાર કરતા પણ વધુ ટાપુઓથી બનેલો છે. આ સ્થાન વિશ્વના શ્રેષ્ઠ સ્થાનોમાથી એક સ્થાન છે. જે કોઈપણ પ્રવાસી અહી આવીને એકવાર મુલાકાત લે છે, તે વ્યક્તિ અહીનો થઈને જ રહી જાય છે. આ જગ્યાએ ટાપુ પર બનેલા મનમોહક પ્રાકૃતિક દ્રશ્યો એ પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version