રોજ રાતે સૂતા પહેલા કરી લો માથાની માલિશ, મળશે આટલા બધા ફાયદા

તેલ માલિશ કરવાને માટે સૌથી પહેલા પોતાની પસંદના તેલને સામાન્ય ગરમ કરી લેવું જરૂરી છે. તેનાથી વાળની માલિશ કરવાથી અને સ્કેલ્પને પોષણ મળે છે.

રોજ રાતે સૂતા પહેલા માથાના તેલની માલિશ કરવાથી વાળની સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને સાથે અનેક પ્રકારના હેલ્થ સંબંધી ફાયદા પણ મળે છે. આવું ત્યારે શક્ય બને છે જ્યારે તમે સારી રીતે માથાની માલિશ કરી લો. તો જાણો રોજ માથામાં તેલ માલિશ કરવાથી કઈ મુશ્કેલીઓ દૂર થાય છે અને શરીરને કયા ફાયદા મળી રહે છે. આ સાથે એ પણ જાણો કે તેલ માલિશ કરવાની સાચી રીત કઈ છે.

image source

તેલ માલિશની યોગ્ય રીત

સૌથી પહેલા તો તમે એ જાણી લો કે તેલ માલિશ યોગ્ય રીતે કરાય તો તેનાથી અનેક ફાયદા મળે છે અને સાથે અનેક મુશ્કેલીઓ પણ દૂર થાય છે. તેલ માલિશ કરવા માટે સૌથી પહેલા પોતાની પસંદનું તેલ હલકું ગરમ કરી લેવું. આ પછી તેને વાળના મૂળમાં અને સ્કેલ્પમાં સારી રીતે લગાવવાથી તે અંદર નસોમાં જાય છે. તેલને ગરમ કરવા માટે તમે માઈક્રોવેવની મદદ પણ લઈ શકો છો. એવું ન કરી શકો તો તમે ગરમ પાણીમાં તેને રાખીને પણ હલકું ગરમ કરી શકો છે. માલિશની વાત કરાય તો પહેલા તેલને આંગળીની મદદથી તમે સ્કેલ્પ અને વાળથી લઈને માથા સુધી લગાવી સો. આ પછી સક્યુલેશન મોડમાં લગભગ 10-15 મિનિટ સુધી હાથથી માલિશ કરો. આ પછી વાળને લૂઝ બાંધી લો અને સૂઈ જાઓ. સવારે શેમ્પૂ કરી લો.

image source

માથામાં તેલની માલિશ કરી લેવાથી દૂર થઈ શકે છે આ મુશ્કેલીઓ

  • માથાની રોજ માલિશ કરવાથી વાળ તૂટવા અને ખરવા અટકે છે.
  • વાળનું બેજાનપણું દૂર થાય છે અને તેને નરમાશ મળે છે.
  • તેલ માલિશ કરવાથી વાળના ડેન્ડ્રફની સમસ્યામાં પણ રાહત મળે છે.
  • માલિશ કરવાથી વાળનું કસમયે સફેદ થવું અટકે છે.
image source

તેલ માલિશ કરવાથી થાય છે આ ફાયદા પણ

  • માથાના દર્દ અને માનસિક તણાવથી રાહત મળે છે.
  • તેલ માલિશથી મગજને આરામ મળે છે.
  • તેલ માલિશ કરવાથી સ્કેલ્પને પોષણ મળે છે.
  • તેલ માલિશથી બ્લડ સર્ક્યુલેશન વધે છે.
  • રોજ સૂતા પહેલા માથાની તેલથી માલિશ કરવાથી ઊંઘ સારી આવે છે.
  • માથાની તેલ માલિશ કરવાથી થાક પણ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!