BIG NEWS: સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું- દેશમાં જાન્યુઆરીમાં વેક્સિનેશન શરૂ થાય એવી શક્યતા, જો કે રસી લીધા પછી પણ રાખવી પડશે આ તકેદારી

દેશ કોરોના સાથેના યુદ્ધમાં વધુ એક પગલું આઘળ ભરવા તૈયાર છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનને કહ્યું કે દેશમાં જાન્યુઆરીમાં રસીકરણ શરૂ થઈ શકે છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મારૂ વ્યક્તિગત માનવું છે કે જાન્યુઆરી મહિનામાં આપણે દેશમાં કોરોનાની રસી લગાવવા માટે સક્ષમ હોઈશું. અમારી પ્રાધાન્યતા રસી સલામત અને અસરકારક હોય તે છે. અમે આ મામલે કોઈ સમાધાન કરવા ઇચ્છતા નથી.

રસી માટે દબાણ કરવામાં આવશે નહિ

image source

આ અંગે તતેમણે કહ્યું હતું, કેટલાક મહિના પહેલાં દેશમાં કોરોનાના 10 લાખ એક્ટિવ કેસ હતા, જે હવે ત્રણ લાખ છે. સંક્રમણના એક કરોડ કેસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. એમાંથી 95 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. આપણો રિકવરી રેટ વિશ્વમાં સૌથી વધુ છે. મને લાગે છે કે જેટલી તકલીફથી આપણે પસાર થયા છે તે હવે સમાપ્ત થવાની દિશામાં છે. ભારત સરકાર છેલ્લા ચાર મહિનાથી રાજ્ય સરકારની સાથે મળીને રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર પર વેક્સિનેશનની તૈયારીઓ કરી રહી છે. 260 જિલ્લામાં 20 હજાર વર્કર્સને તેની ટ્રેનિંગ આપવામાં આવી. આપણી કોશિશ રહેશે કે પ્રાથમિકતામાં સામેલ દરેક વ્યક્તિને વેક્સિન આપવામાં આવે. જોકે કોઈ તેને લેવા માગતું ન હોય તો તેની પર દબાણ કરવામાં આવશે નહિ. લોકોએ સ્વેચ્છીક રીતે નિર્ણય લઈ શકે છે.

6-7 મહિનામાં આપણી પાસે 30 કરોડ ડોઝ હશે

અગાઉ, શનિવારે કોવિડ -19 પર મંત્રીઓના જૂથની 22 મી બેઠકમાં તેમણે કહ્યું હતું કે છ-સાત મહિનામાં આપણી પાસે લગભગ 30 કરોડની વસ્તીને રસી આપવાની ક્ષમતા હશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘છ રસી ક્લિનિકલ ટ્રાયલ તબક્કામાં છે. ત્રણ રસી પૂર્વ-ક્લિનિકલ તબક્કામાં છે. આમાંના કેટલાકને થોડા અઠવાડિયામાં લાઇસન્સ મળી શકે છે. ‘તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રસીકરણ પછી પણ કોરોના સંબંધિત તકેદારી જાળવવી પડશે. ભારતને પોલિયોની જેમ કોરોનામુકત કરવું શક્ય છે ? એ અંગેના સવાલ પર કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ પોલિયો અને COVID-19 અલગ-અલગ બીમારીઓ છે. પોલિયોને સમાપ્ત કરવો એ વૈજ્ઞાનિક રીતે શક્ય હતું. કોરોના વાઈરસના કેસ પણ ઘટશે.

લગભગ 2 અબજ ડોઝ ખરીદવાની તૈયારી

બીજી તરફ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડરેસસે જણાવ્યું હતું કે આ રોગચાળામાં રસી કૌવેક્સના લગભગ 2 અબજ ડોઝ ખરીદવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સંસ્થાનો ઉદ્દેશ જરૂરિયાતમંદ દેશોમાં પણ આ રસી સમાન રીતે ઉપલબ્ધ કરાવવાનો છે. સંસ્થા તરફથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેને માર્ચ 2021 સુધીમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ડાયરેક્ટર જનરલના જણાવ્યા અનુસાર, વિવિધ દેશોમાં રસી ઉપલબ્ધ થાય તે માટે એક રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આમાં, જે દેશોએ તેને લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે, તેઓને આ રસી પ્રાથમિકતાના આધારે આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત