શરીરની પ્રકૃતિ વિશે જાણવુ છે ખૂબ જ જરૂરી, પૂછો પોતાની જાતને આ સવાલો અને મેળવો તમારા દરેક પ્રશ્નોના જવાબોને

જાણો તમારી પ્રકૃતિ માણસ સ્વસ્થ જીવનશૈલી ભાગ 2

ભાગ1

ગયા લેખમાં આપણે માનવી શરીર ની ત્રણ પ્રકૃતિ વિશે જાણ્યું. પણ આપણે પોતપોતાની પ્રકૃતિ કઈ રીતે જાણી શકીએ? અને આ પ્રકૃતિ જાણવાથી આપણને જીવનમાં શું ફરક પડે છે? એ આપણે આજના લેખમાં જોઈશું. પોતાની પ્રકૃતિ જાણવા માટે નીચેના પ્રશ્નોના હા કે ના માં જવાબ લખો.

image source

૧)શું તમને થોડી ઊંઘ પણ પૂરતી હોય છે?

૨)શરીરની સતત હાલ ચાલુ હોય છે ?

૩)શરીર પર ની નસો સ્પષ્ટ અને વધુ પ્રમાણમાં દેખાય છે?

૪)શું તમને જલ્દી ગુસ્સો આવે છે; અને તે જલદીથી શાંત થઈ જાય છે ?

૫)આઇસ્ક્રીમ ખાવી નથી ગમતી ?

image source

૬)તમારા વાળમાં જેટલું પણ તેલ લગાડો છો છતાં એક કલાક પછી વાળ કોરાં કોરાં જ હોય છે ?

૭)એક જ જગ્યાએ બેસવાનો સ્વભાવ જ નથી?

૮)ગળ્યા ખાટા અને ખારા પદાર્થો જમવામાં ભાવે છે?

૯)કેટલું પણ ખાય છે છતાં પણ શરીરનું વજન વધતું નથી ?

૧૦)સાંભળેલું તરત યાદ રહી જાય છે પણ લાંબા ગાળાની સ્મૃતિ સારી નથી રહેતી ?

image source

૧૧)ગરમ ગરમ અથવા મસાલેદાર પદાર્થ ખાધા પછી ખાટા ઓડકાર કે છાતીમાં બળતરા થાય છે ?

૧૨)વારેવારે તરસ લાગે છે ?

૧૩)શરીર પર તલ મસા લાલ બહુ દેખાય છે ?

૧૪)દિવસમાં પાંચ વખત ખાવાનું મન થાય છે ?

૧૫)પરસેવો બહુ થાય છે ?

image source

૧૬)પરસેવાની બહુ વાસ આવે છે ? અને કપડાં પણ પીળા ડાઘા પડે છે?

૧૭)વાંચેલું તરત સમજાઈ જાય છે ?

૧૮)તરત અને ખૂબ જ ગુસ્સો આવે છે ?

૧૯)બીજા કરતાં પોતાને અલગ પાડે એવા કપડાં ઘરેણાં જેવી વસ્તુ ખરીદવાનો શોખ છે ?

૨૦)આઈસક્રીમ ગળ્યા પદાર્થ પુરા રસના પદાર્થ અને કડવો ઓર પદાર્થો ખાવામાં બહુ જ ભાવે છે ?

image source

૨૧)ખોરાકની માત્રા ઓછી હોવા છતાં પણ શરીરનું વજન વધે છે

૨૨)દિવસમાં પાણી બહુ જ ઓછુ પીવાનું મન થાય છે ?

૨૩)વધુ શ્રમ કરવા છતાં પણ પરસેવો ઓછો આવે છે ?

૨૪)ત્વચા મુલાયમ અને સ્નિગ્ધ છે ?

૨૫)આખા દિવસમાં બેથી ત્રણ વખત જ ભૂખ લાગે છે ?

૨૬)સ્વભાવ શાંત છે ?

image source

૨૭)વાંચેલું યાદ રાખવામાં વાર લાગે છે પરંતુ એક વખત યાદ રાખ્યા પછી તે ભુલાતું નથી ?

૨૮)વ્યાયામ શરૂ કરવાનો કંટાળો આવે છે ?

૨૯)ગુસ્સો બહુ ઓછો આવે છે તીખા મસાલેદાર પદાર્થો ખાવા ભાવે છે અને તે સદે પણ છે ?

૩૦)વાળ મુલાયમ ઘણા અને ચમકીલા છે ?

image source

ઉપરના બધા જ સવાલોનો હા કે ના માં ઉત્તર આપો અને આ જવાબ તમે નીચેના નંબર ઉપર whatsapp કરો અને જાણો તમારી પ્રકૃતિ આ પ્રકૃતિના આધારે તમારો આહાર વ્યાયામ ના પ્રકાર થવાવાળા રોગો પંચકર્મ અને ઇમ્યુનિટી વધારવા માટે ચવનપ્રાશ લેવું કે ગુલકંદ કે પછી અગસ્ત્ય હરીતકી આ બધા જ પ્રશ્નોના ઉત્તર મેળવો..

આ ઉપક્રમ થી લોકોનું સ્વાસ્થ્ય અને આયુર્વેદ શાસ્ત્ર નો પ્રચાર આ હેતુ હોવાથી ઉપરોક્ત કન્સલ્ટિંગ નું કોઈપણ મૂલ્ય લેવામાં નહીં આવે…

ધન્યવાદ જય હિન્દ!! આપનો કલ્યાણમિત્ર,

વૈધ ચિંતન સાંગાણી

એમ.ડી આયુર્વેદ (મુંબઈ)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત