આ છે 35 રૂમ ધરાવતી ઇકો ફ્રેન્ડલી હોટલ, જે દર વર્ષે બને છે અને 5 જ મહિનામાં ઓગળી જાય છે, જોઇ લો તસવીરોમાં

સામાન્ય રીતે કોઈપણ મકાન દુકાન કે હોટલનું નિર્માણ કરવામાં ત્યારે તેને એ રીતે જ બનાવવામાં આવે છે કે તેને વર્ષો સુધી કોઈ ક્ષતિ ન થાય અને મજબૂતી જળવાય રહે.

image source

પરંતુ આ દુનિયામાં એક હોટલ એવી પણ છે કે જે દર વર્ષે બને છે અને અંતે નદીમાં વહી જાય છે. તમને વાંચીને ચોક્કસ નવાઈ લાગી હશે પણ આ હકીકત છે અને આ અનોખી હોટલ સ્વીડન દેશમાં આવેલી છે. આવો આ હોટલ વિષે વાળું રોચક માહિતી જાણીએ..

પાંચ મહિનામાં જ ઓગળી જાય છે હોટલ

તમને થશે હેં વળી હોટલ કદી ઓગળતી હશે.. ? તો જવાબ છે હા, કારણ કે ” આઈસ હોટલ ” નામ ધરાવતી સ્વીડનની આ હોટલ વાસ્તવિક રીતે પણ આઈસ એટલે કે બરફ વડે બનાવાયેલી છે. પરંતુ દર વર્ષે નિર્માણ કર્યા બાદ પાંચ મહિનામાં જ આ હોટલ ઓગળવા લાગે છે અને તેનું પાણી નદીમાં વહી જાય છે. આ હોટલ બનાવવાની શરૂઆત 1989 થી થઇ હતી અને હાલ 31 મી વખત છે કે આ હોટલને ઓગળી ગયા બાદ ફરી બનાવવામાં આવી હોય.

image source

દુનિયાભરથી આવે છે કારીગરો

આ આઈસ હોટલ બનાવવા પાછળ અનેક કારીગરોનો હાથ અને કારીગરી છે જે દર વર્ષે દુનિયાભરમાંથી અહીં આ હોટલ બનાવવા માટે આવે છે. આ હોટલ જ્યાં સ્થિત છે ત્યાં પાસે જ ટોર્ન નદી આવેલી છે અને દર વર્ષે ઓક્ટોબર મહિનામાં જયારે આ હોટલનું નિર્માણ કાર્ય શરુ કરવામાં આવે છે ત્યારે આ નદીમાંથી લગભગ 2500 ટન બરફ કાઢવામાં આવે છે અને તેના વડે હોટલ બનાવાય છે.

હોટલમાં હોય છે માઇનસ પાંચ ડિગ્રીનું તાપમાન

image source

આ હોટલ બરફથી બનાવવામાં આવે છે તેથી અંદરનું તાપમાન ઠંડુ હોય તે પણ સ્વાભાવિક છે. માઇનસ પાંચ ડિગ્રીનું તાપમાન ધરાવતી આ હોટલમાં રોકાવવા માટે દર વર્ષે લગભગ 50000 જેટલા પર્યટકો આવે છે. અહીં પર્યટકો માટે 35 ઠંડાગાર રૂમની પણ વ્યવસ્થા છે.

એક રાત રોકાવવા માટે ખર્ચવા પડે છે 17000 રૂપિયા

image source

બહાર અને અંદર એમ બંને તરફથી સુંદર અને મનમોહક એવી આ આઈસ હોટલમાં એક રાત્રી રોકાવવા માટેનો ચાર્જ 17000 રૂપિયા જેટલો છે. જો કે હોટલ ફક્ત મે મહિના સુધી જ ચાલુ રહે છે ત્યારબાદ હોટલ બંધ કરી દેવામાં આવે છે કારણ કે ત્યારબાદ હોટલના નિર્માણ કાર્યમાં વાપરવામાં આવેલો બરફ ધીમે ધીમે પીગળવાનો શરુ થઇ જાય છે.

ઇકો ફ્રેન્ડલી હોટલ

image source

આઈસ હોટલ એક ઇકો ફ્રેન્ડલી હોટલ છે એટલે કે તેના કારણે પર્યાવરણને કશું નુકશાન નથી થતું. હોટલમાં ફક્ત સૌરઉર્જા થી સંચાલિત હોય તેવા જ ઉપકરણો લગાવાય છે. એ સિવાય હોટલની બીજી એક ખાસિયત એ પણ છે કે અહીં એક આઈસ બાર પણ છે જેમાં પર્યટકોને બરફથી બનાવાયેલા ખાસ ગ્લાસ અપાય છે. ઉપરાંત હોટલમાં એવી સાઉન્ડ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે જે પર્યટકોને જંગલમાં હોય તેવી અનુભૂતિ કરાવે છે અને બાળકો માટે ખાસ ક્રિએટિવ ઝોન પણ છે.