ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે આ સ્વાદિષ્ટ મીઠાઈઓ અને પકવાન, નહિ પડે તકલીફ

દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. કોઈપણ તહેવારો મીઠાઈઓ અને પકવાન વગર અધૂરા માનવામાં આવે છે. પણ ડાયાબિટીસના રોગીઓ માટે મીઠાઈઓનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.।આ જ કારણ છે કે ડાયાબિટીસના શિકાર લોકો દરેક તહેવાર પર મન મારીને રહેવું પડે છે. ખાસ કરીને જે લોકોને હાઈ ડાયાબિટીસની સમસ્યા હોય છે એમના માટે તો તહેવારો પર મીઠાઈ ખાવી એ કોઈ સપના જેવું થઈ જાય છે પણ આ વખતે એવું નહિ થાય

હેલ્થ એક્સપર્ટનું માનીએ તો ડાયાબિટીસના રોગીઓને ખાવા માટે હંમેશા એ જ વસ્તુની પસંદગી કરવી જોઈએ. જેનું ગલાઇસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે..તો ચાલો જાણી લઈએ કે આખરે દિવાળીના આ તહેવારમાં ડાયાબિટીસના દર્દીઓ કઈ કઈ મીઠાઈઓ ખાઇ શકે છે? ધ્યાન રાખવા જેવી વાત એ છે કે ઘરે જ બનાવેલી મીઠાઈઓ તમારા માટે વધુ સારી રહે3સ3 કારણ કે એમાં ગળપણ તમે તમારા હિસાબે મેનેજ કરી શકો છો. મીઠાઈઓના સેવન પહેલા ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

બેસનના લાડુ

image soucre

દિવાળીના તહેવાર પર પૂજા માટે બેસનના લાડુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મીઠાઈઓનો સારો વિકલ્પ બની શકે છે.હેલ્થ એક્સપર્ટ અનુસાર 50થી ઓછી ગલાઈસેમિક ઇન્ડેક્સ વાળી વસ્તુઓનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. બેસનનું ગલાઈસેમિક ઇન્ડેક્સ 10 હોય છે એવામાં ડાયાબિટીસના દર્દીઓ નિયત પ્રમાણમાં બેસનના લાડુ ખાઈ શકે છે.

મગની દાળનો હલવો

image soucre

મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે ડાયાબિટીસનો શિકાર છો તો દિવાળીમાં તમે મગની દાળનો હલવો ખાઈ શકો છો. મગની દાળમાં ગલાઈસેમિક ઇન્ડેક્સ 38 હોય છે, એવામાં એનું નિયત માત્રામાં સેવન કરવુ સુરક્ષિત હોઈ શકે છે. મગની દાળનો હલવો ઘરે જ બનાવીને ખાવો વધુ હિતાવહ છે. ઘરે તમે આમાં ખાંડનું પ્રમાણ તમારા હિસાબે ઓછું કરી શકો છો.

કોપરામાં લાડુ

image soucre

દિવાળીની આ સીઝનમાં ડાયાબીટીસ દર્દીઓ માટે કોપરાના લાડુ ખાવા સારો વિકલ્પ બની શકે છે. કોપરાનું સેવન ડાયાબિટીસ માટે ફાયદાકારક હોય છે. કોપરાનું ગલાઇસેમિક ઇન્ડેક્સ 42 હોય છે જે એને ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ બનાવે છે. ઘરે જ કોપરાના લાડુ બનાવો.

અંજીર કે ખજૂર બરફી

image soucre

ડાયાબિટીસના દર્દીઓ માટે અંજીર અને ખજૂર ખાવા લાભદાયી હોય છે. અંજીર અને ખજૂર બન્નેમાં ગલાઈસેમિક ઇન્ડેક્સ 50થી ઓછું હોય છે એવામાં એની બરફી ખાવી ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ હોઈ શકે છે. અંજીરની બરફીમાં અંજીરની સાથે બધા જ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ હોય છે જેનું સેવન તમારા માટે સુરક્ષિત હોઈ શકે છે.