અમદાવાદના PSI શ્વેતા જાડેજા બળાત્કારના કેસમાં ખંડણી ઉઘરાવવા બાબતે ૩ દિવસના રિમાન્ડ પર, જાણો વધુ વિગતો

ખંડણી અને લાંચ રુશ્વત એ હાલના સમયમાં સરકારી ખાતાઓમાં જોવા મળતો સૌથી વધારે ગુનાખોરીનો વરવો ચહેરો છે. અવાર નવાર આવા ખંડણીના કિસ્સાઓ આપણી સમક્ષ આવતા રહેતા હોય છે. જો કે હાલમાં અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચના મહિલા પીએસાઈ શ્વેતા જાડેજા દુષ્કર્મના એક કેસમાં 20 લાખની લાંચ લેવાના કેસમાં પકડાયા છે.

Image Source

આ પીએસઆઈ મહિલા હોવા છતાં મહિલા વિરુદ્ધ થયેલા દુષ્કર્મના કેસમાં પણ ખંડણી લઇ શકે એવું એમના ચહેરા પરથી પણ કોઈ નક્કી ન કરી શકે. જો કે ગુનાખોરીના આ કૃત્ય કરનારા લોકોમાં કોઈના ચહેરા પર એના વ્યક્તિત્વ વિશે લખેલું નથી હોતું. આ કેસમાં મહિલા પીએસાઈને હાલમાં કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ પર રાખવા હુકમ કરાયો છે.

Image Source

મહિલા પીએસાઈ રૂપિયા વસુલવાના પ્રયાસમાં હતા

મળતી માહિતી મુજબ એમને સોપવામાં આવેલા દુષ્કર્મ કેસમાં કેસ દ્વારા આરોપીને પાસામાં પૂરી દેવાની ધમકી આપીને મહિલા પીએસાઈ શ્વેતા જાડેજા રૂપિયા વસુલવાના પ્રયાસમાં હતા. જો કે આ ધમકી હવે એમણે જ ભારે પડી રહી છે. વર્ષ 2017માં પશ્ચિમ મહિલા પોલીસ નરોડા ખાતે જીએસપી કોપ સાઈન્સ પ્રાયવેટ લીમીટેડના એમડી કેનલ શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોધવામાં આવી હતી. જો કે પછીથી બીજી એવી ફરિયાદ પણ નોધવામાં આવી હતી, જેમાં એક મહિલા તેની પીએ હતી અને અન્ય મહિલા ઇવેન્ટ ઓર્ગેનાઈઝર. આ કેસની તપાસ એક મહિલા પીએસઆઈ હોવાના કારણે શ્વેતા જાડેજા પાસે પાસે આવી હતી. જો કે આ સિવાયના અન્ય કેસની તપાસ એસીપી ક્રાઈમ મીની જોસેફ કરી રહ્યા હતા.

Image Source

પાસામાં અંદર કરવાનું કહીને ૩૫ લાખ લાંચ માગી

આ કેસમાં આરોપી દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલા મહિલા પીએસઆઈએ આરોપીને પાસા અંતર્ગત જેલમાં પૂરી દેવાનું કહીને ડરાવ્યો હતો. વધુમાં એવું પણ સામે આવ્યું હતું કે આ મહિલા પીએસઆઈએ પાસાના કેસમાં અંદર કરી દેવાની ધમકી આપીને ૩૫ લાખ રૂપિયાની લાંચ માગી હતી. જો કે લાંબી રકઝક પછી આ કેસ પતાવવાની વાત 20 લાખ રૂપિયામાં નક્કી થઇ હતી. આ વાત પછી આરોપીએ આ રકમ સીજીરોડ પર આવેલા આંગડીયા દ્વારા પોતાના ઓફિસમાં કામ કરતી યુવતી સાથે મહિલા પીએસઆઈના બનેવીને જામજોધપુર મોકલી આપ્યા હતા.

Image Source

કોર્ટ દ્વારા માત્ર ૩ દિવસના રિમાન્ડ મંજુર

આ કેસના પગલે એસઓજી કોર્ટમાંથી પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાંથી કોર્ટ દ્વારા માત્ર ૩ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે ખંડણીમાં મળેલા રૂપિયાની રીકવરી સહિત અન્ય તપાસ કરવા માટે રિમાન્ડ માંગ્યા હતા. જો કે પોલીસ હજુ આ અગાઉ ક્યાં ક્યાં અને કેવી રીતે ખંડણી માંગી છે કે કેમ એ અંગે પણ પોલીસ પુરતી તપાસ કરશે.

Image Source

આપને જણાવી દઈએ કે મહિલા પીએસાઈ મૂળ કેશોદના હોવાથી એમના વતન ખાતે પણ તપાસ થાય તે જરૂરી છે. જો કે હજુ સુધી પોલીસને આ મહિલા પીએસઆઈના અન્ય સાગરિત છે કે કેમ એ બાબતે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. કેસમાં ખંડણીની રકમના કારણે વધુ તપાસ માટે આ કેસમાં હવે એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો પણ જોડાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

આપને જણાવી દઈએ કે હવે જ્યારે તપાસ શરુ થઇ રહી છે, ત્યારે મહિલા પીએસઆઈ સહીત એમના લગતા વળગતા લોકોની પણ તપાસ થઇ શકે છે તેમજ આ સાથે એમના આર્થિક વ્યવ્હાત અને બેંક સ્ટેટમેન્ટની પણ તપાસ થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,