Site icon News Gujarat

T20 વિશ્વકપ 2021 ના પ્રચાર માટેની થીમ સોંગમાં દેખાયા કોહલી સહિતના આ ખેલાડીઓ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ – ICC) એ આગામી T20 ક્રિકેટ વિશ્વકપ 2021 (T20 World Cup 2021) નું સત્તાવાર એન્થેમ સોંગ (T20 World Cup Anthem) તથા પ્રચાર અભિયાન સાથે જોડાયેલી એક ફિલ્મ પણ જાહેર કરી છે. આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના કેપ્ટન કિરોન પોલાર્ડ સહિત અમુક ખેલાડીઓના અવતાર શામેલ કરવામા આવ્યા છે.

image soucre

અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી T20 ક્રિકેટ વિશ્વકપ 2021 (T20 World Cup 2021) આગલા મહિને 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં શરૂ થનાર છે. જ્યારે આ T20 ક્રિકેટ વિશ્વકપ 2021 (T20 World Cup2021) નો ફાઇનલ મેચ 14 નવેમ્બરના રોજ દુબઈમાં યોજાશે.

image soucre

નોંધનીય છે કે ઉપર વાત કરી તે ફિલ્મ એટલે કે T20 ક્રિકેટ વિશ્વકપ 2021 (T20 World Cup 2021) ના પ્રચાર અભિયાન સાથે જોડાયેલી ફિલ્મ બૉલીવુડના સંગીત નિર્દેશક અમિત ત્રિવેદીના સંગીત નિર્દેશન માં તૈયાર કરવામાં આવી છે અને આ ફિલ્મમાં ઉપરોક્ત સ્ટાર ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના કેપ્ટન કિરોન પોલાર્ડ સહિત અમુક ખેલાડીઓના અવતાર શામેલ કરવામા આવ્યા છે અને સાથે જ વિશ્વના અમુક T20 ક્રિકેટ વિશ્વકપના (T20 World Cup2021) યુવા પ્રસંશકો અને ક્રિકેટની રમત સાથે જોડાયેલ અમુક દિગ્ગજોને શામેલ કરવામાં આવ્યા છે.

આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ખેલાડીઓના સમૂહની આગેવાની કરતા દેખાય છે. જેમાં હાલના ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના કેપ્ટન કિરોન પોલાર્ડ, ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર ગ્લેન મેક્સવેલ, અને અફઘાનિસ્તાનના ખેલાડી રાશીદ ખાન શામેલ છે.

image source

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ બે વર્ષથી વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાઇ હતી અને હવે તેમાં ઘણા અંશે ઘટાડો નોંધાયો છે ત્યારે વિશ્વ સ્તરની ક્રિકેટ પ્રતીયોગીતા એટલે કે T20 ક્રિકેટ વિશ્વકપ 2021 (T20 World Cup 2021) નું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ – ICC) દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આ વેળા આ T20 વિશ્વકપ 2021 માં વિશ્વના 16 દેશોની ક્રિકેટ ટીમો એકબીજા સાથે રમશે.

2007 માં ભારતે જીત્યો હતો T20 ક્રિકેટ વિશ્વકપ

image soucre

નોંધનીય છે કે 24 સપ્ટેમ્બર 2007 નો દિવસ ભારતીય ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે યાદગાર દિવસ રહ્યો હતો. આજથી 14 વર્ષ પહેલા 24 સપ્ટેમ્બર ના રોજ ભારતીય ક્રિકેટ ટીમે પોતાનો પ્રથમ t20 વર્લ્ડ કપ જીત્યો હતો. 2007 ના એ વિશ્વ કપમાં ભારતની ક્રિકેટ ટીમે ફાઇનલ મેચમાં પાકિસ્તાનને પાંચ રને હરાવીન3 વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે એ સમયે ભારતીય ટીમની કપ્તાની ભારતના સ્ટાર ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ કરી હતી.

Exit mobile version