ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાનું આવું છે શેડ્યુઅલ, જાણો આ વખતેનો આખો પ્લાન

ટી-20 વર્લ્ડ કપમાં ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમશે. આ સિવાય સુપર 12માં ભારત કઈ કઈ ટીમો સામે મેચ રમશે તે પણ નક્કી થઈ ચુક્યું છે. ભારતના જાહેર થયેલા શેડ્યુઅલ અનુસાર ભારત સામે પાકિસ્તાનની ટીમ ટકરાશે ઉપરાંત ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મેચ પણ હશે. આ સિવાય અન્ય 2 ટીમો ટીમ ઈન્ડિયા સામે મેચ રમશે. આ શરુઆત 24 ઓક્ટોબરથી થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની અતિ રોમાંચક મેચ આવતી કાલે જોવા મળનાર છે ત્યારે ટીમ ઈન્ડિયાનું ત્યાર પછીનું શેડ્યુલ પણ ફાઈનલ થઈ ચુક્યું છે.

image socure

ટીમ ઈન્ડિયાની મેચના શેડ્યુલ પર નજર કરીએ તો સૌથી પહેલા 14 ઓક્ટબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ખાતે મેચ રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકે રમાશે. ત્યારબાદ 31 ઓક્ટોબરના રોજ દુબઈ ખાતે જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ હશે અને આ મેચ પછી 3 નવેમ્બરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ અબુ ધાબીમાં રમાશે. 5 નવેમ્બરે સ્કોટલેન્ડ અને ભારત વચ્ચે દુબઈમાં મેચ હશે અને 8 નવેમ્બરે ટીમ ઈંડિયા નામ્બીયા સામે દુબઈમાં મેદાને ઉતરશે.

image socure

આ સાથે જ સેમી ફાઈનલ અને ફાઈનલ મેચોના શેડ્યુલ પણ નક્કી થઈ ચુક્યા છે. આ વિગતો અનુસાર 10 નવેમ્બરે પહેલી અને 11 નવેમ્બરે બીજી સેમી ફાઈનલ મેચ રમાશે. જેમાં પહેલી સેમી ફાઈનલ સાંજે 7.30 વાગ્યે અબુ ધાબીમાં રમાશે જ્યારે બીજી સેમી ફાઈનલ દુબઈમાં રમાશે. જ્યારે ટી-20ની ફાઈનલ મેચ 14 નવેમ્બરે રમાશે. આ મુકાબલો દુબઈમાં થશે. આ સિવાય 15 નવેમ્બર પણ ફાઈનલ માટે રિઝર્વ દિવસ છે.

image soucre

ઉલ્લેખનીય છે કે આ વખતે સુપર 12 બે ગૃપમાં વિભાજીત છે. જેમાં ભારત ગૃપ 2માં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સાથે છે. આ સિવાય ગૃપ 1માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા. ઈંગ્લેંડ, વેસ્ટ ઈંડિઝ, શ્રીલંકા અને બાંગ્લાદેશ છે. દરેક ટીમે કુલ મેચ રમાવાની છે. જેમાં બંને ગૃપની ટોપ 2 ટીમો સેમી ફાઈનલમાં એન્ટ્રી કરશે. તેમાંથી બે વિજેતા ટીમો ફાઈનલમાં ટકરાશે.

જો હાલ તો સૌથી વધુ રોમાંચ ક્રિકેટ ચાહકોમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને છે જે 24 તારીખે જોવા મળશે.