જાન્યુઆરી 2021ના વ્રત-તહેવારોની આખી યાદી જોઇ લો તમે પણ, અને નોંધી લો ડાયરીમાં

2020નો આ અંતિમ મહિનો ચાલી રહ્યો છે. 2020નું વર્ષ શરૂં થયું ત્યારથી જ તેની અશુભ શરૂઆત થઈ હતી. 2020નું આખું વર્ષ કોરોના વાયરસની મહામારીમાં જ પસાર થઈ ગયું. હજુ પણ કોરોના વાયરસની મહામારી યથાવત છે અને રોજના હજારો લોકો આ વાયરસના કારણે મૃત્યુ પામે છે. પણ હવે નવું વર્ષ આવવાનું જ છે અને નવા વર્ષની સાથે નવી આશાઓ પણ દેખાઈ રહી છે. કોરોના વિરોધી વેક્સિન પણ શોધાઈ ચુકી છે માટે આશા રાખી શકાય કે આવતા વર્ષે આ વાયરસ દૂર થઈ જશે અને લોકો ફરી પાછા સ્વસ્થ જીવન જીવવા લાગશે અને જીવન પહેલાં જેવું સરળ બની જશે.

image source

નવા વર્ષની ખુશખબરી સાથે જાન્યુઆરી મહિનો ઘણા બધા તહેવારો પણ પોતાની સાથ લઈને આવે છે. જાન્યુઆરીના મહિનાથી જ આખા વર્ષનું આયોજન કરવામાં આવે છે કે આવનારા 12 મહિનામાં આપણે શું શું કરી શકીએ છીએ. હિન્દુ ધર્મ પંચાગ પ્રમાણે જાન્યુઆરીમાં આ વર્ષે ઘણા બધા તહેવારો આવી રહ્યા છે, માટે અમે તમારા માટે લાવ્યા છીએ જાન્યુઆરી મહિનાના તહેવારો વિષેની સંપૂર્ણ જાણકારી. જેના દ્વારા તમે તમારા આખા મહિનાનું પ્લાનિંગ કરી શકો છો.

image source

2 જાન્યુઆરીએ સંકષ્ટી ચતુર્થી છે.

9 જાન્યુઆરીએ સફલા અગિયારસ છે.

10 જાન્યુઆરીએ પ્રદોષ વ્રત છે.

11 જાન્યુઆરીએ માસિક શિવરાત્રિ છે.

image source

13મી જાન્યુઆરીએ લોહડીનો તહેવાર ઉજવવામાં આવે છે.

14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ, અને પોંગલ છે.

image source

15મી જાન્યુઆરે માઘ બિહૂ છે અને ગુજરાતમાં આ દિવસે વાસી ઉતરાયણ ઉજવામાં આવે છે.

16 જાન્યુઆરી વિનાયક ચતુર્થી છે.

20મી જાન્યુઆરીએ પોષ પુત્રદા અગિયારસ છે.

26મી જાન્યુઆરી ભૌમ પ્રદોષ વ્રત છે અને સાથે સાથે ગણતંત્ર દિવસ પણ છે.

28મી જાન્યુઆરે પૌષી પૂનમ છે.

31મી જાન્યુઆરીએ સંકષ્ટી ચતુર્થી છે.

જાન્યુઆરી મહિનાની ખાસ વાતો

image source

જાન્યુઆરીમાં મકર સંક્રાંતિના તહેવારથી શુભ કાર્યોની શરૂઆત કરવામા આવે છે, તમને જણાવી દઈએ કે સૂર્યના દક્ષિણાયનનથી ઉતરાયણ થવા અને મલમાસના સમાપ્ત થવાના દિવસે મકર સંક્રાંતિ હોય છે. આ દિવસે દેવતાઓનો છ મહિનાના દિવસનો પ્રારંભ થાય છે માટે આ દિવસે હિન્દુ ધર્મ માટે ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન-પુણ્યનું ખાસ મહત્ત્વ હોય છે.

image source

આ દિવસે ગંગાસાગર યાત્રા પણ શરૂ થાય છે. શાસ્ત્રીય માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે દિવસનો સમય તલ જેટલો વધવા લાગે છે. તલ દીર્ઘાયુ અને આરોગ્યનું પ્રતિક હોય છે માટે મકર સંક્રાંતિ પર તલનો પ્રયોગ છ રીતે કરવામા આવે છે. આ દિવસે તલનું ઉબટન લગાવવામાં આવે છે. તલ વાળા જળથી સ્નાન કરવામા આવે છે. તલનું હવન પણ કરવામા આવે છે. તલ ખાવામાં આવે છે અને તલ મિશ્રિત જળનુ સેવન પણ કવરામા આવે છે. અને તલનું દાન પણ કરવામા આવે છે. તેનાથી આખું વર્ષ આરોગ્ય સ્વસ્થ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત