Site icon News Gujarat

તૈમુર અને કરીના સાથે ફરવા નીકળેલા સૈફને લોકોએ કર્યો troll, જાણો શું છે આખી બાબત…

મરીન ડ્રાઈવ પર માસ્ક વિનાના જવાનું આવું કારણ આપ્યું સેફ અલી ખાન, તૈમુર અને કરીના સાથે ફરવા નીકળેલા સૈફને લોકોએ કર્યો troll…., ભૂલ થયા બાદ સૈફ અલી ખાને આપ્યું કંઈક આવું રિએક્શન

image source

એક્ટર સેફ અલી ખાન કરીના કપૂર ખાન અને તૈમુર હાલ તેના ઘરમાં એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. પરંતુ અનલોક જાહેર થયા બાદ ત્રણે થોડા દિવસ પહેલાં મરીન ડ્રાઈવ પર ફરવા નીકળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમની આ આઉટિંગ ના ફોટો અને વિડીયો વાયરલ થયા હતા. પરંતુ આ વીડિયો અને ફોટો માં ચોંકાવનારી વાત એ જોવા મળી કે સૈફ અલી ખાને આ સમય દરમિયાન માસ્ક પહેર્યુ ન હતું. આ વાત પર તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે અલી ખાને તેને ટ્રોલ કરવા પર સ્પષ્ટતા કરી છે.

સૈફ અલી ખાને જણાવ્યું હતું કે ત્રણ મહિના ઘરમાં રહ્યા બાદ આ એક જ દિવસે તેઓ તૈમૂરને લઈને ઘરની બહાર નીકળ્યા હતા. તેમણે દરેક નિયમનું પાલન કર્યું હતું અને ત્રણેયે માસ્ક પહેર્યા હતા. પરંતુ જ્યારે તેમણે જોયું કે મરીન ડ્રાઈવ પર દૂર દૂર સુધી કોઈ વ્યક્તિ નથી ત્યારે તેમણે માસ્ક ઉતાર્યું. પણ થોડા સમય બાદ જ્યારે ત્યાં લોકો એકત્ર થવા લાગ્યા ત્યારે તેમણે માસ્ક પહેરી લીધા હતા. આ સાથે જ તેમને કહેવામાં આવ્યું કે બાળકોને બહાર લઈ આવવા યોગ્ય નથી ત્યારે તેઓ ઘરે પરત ફર્યા હતા.

માસિક ન પહેરવા ઉપરાંત તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાને તાજેતરમાં જ પોતાના ઘરે એક ગેટ-ટુ-ગેધર પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં સોહા અલી ખાન, ઈયાના, કુણાલ ખેમુ, સારા અલી ખાન, ઈબ્રાહીમ અલી ખાન પણ જોડાયા હતા. જણાવી દઈએ કે થોડા સમય પહેલાં જ સારા અલી ખાન ના ડ્રાઈવર ને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદથી સારા અલી ખાન અને તેનો પરિવાર હોમ કોરોન્ટાઈ છે. તેમ છતાં તે પોતાના પિતાના ઘરે આ પાર્ટીમાં ગઈ હતી.

image source

આમ તો કરિના અને સૈફ ની જોડી લોકોની ખૂબ પ્રિય છે. આ ઉપરાંત તૈમૂર અલી ખાન પણ જ્યારે પણ બહાર નીકળે છે ત્યારે લોકો તેની એક ઝલક જોવા માટે પણ ઉતાવળા થઈ જાય છે. પરંતુ આ વખતે કોરોનાના સમયમાં અલી ખાન અને તેના પરિવારે કરેલી ભુલથી ફોલોવર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version