તૈમુરના પગલે નહિ ચાલે અનુષ્કા શર્માની દીકરી, શુ કામ આવશે વિરાટ કોહલીનો આઈડિયા?

તૈમુરના પગલે નહિ ચાલે અનુષ્કા શર્માની દીકરી, શુ કામ આવશે વિરાટ કોહલીનો આઈડિયા?

સ્ટાર કિડસની એક ઝલક મેળવવા માટે મીડિયા અને સેલિબ્રિટીઝના ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે. જેટલા કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા તૈમુર લાઈમલાઈટમાં રહે છે એટલું કદાચ ભાગ્યે જ કોઈ સ્ટાર કિડ્સ રહેતા હશે. આ છોટે નવાબ જ્યારે પણ ક્યાંકથી પસાર થાય છે તો એમની એક ઝલક માટે પેપરાજી હંમેશા પોતાનો કેમેરો તૈયાર રાખે છે તૈમુરના ફોટા સોશિયલ મીડિયા પર જલ્દી વાયરલ પણ થઈ જાય છે. જો કે તૈમુરની જેમ પેપરાજીના કેમેરામાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકાના ફોટા કેદ નહિ થઈ શકે.

image source

એની હિંટ ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલીએ પોતાની એક હાલની પોસ્ટમાં આપી છે. વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ દ્વારા સવાલ જવાબનું એક સેશન રાખ્યું હતું. આ સેશન દરમિયાન વિરાટના એક ફેને એમની દીકરી વામિકાના નામનો અર્થ અને એનો ફોટો ક્યારે બતાવશો એ સવાલ પૂછ્યો જતો. આ સવાલના જવાબ વિરાટ કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો.

વિરાટ કોહલીએ લખ્યું કે વામિકા દેવી દુર્ગાનું બીજું નામ છે. એક કપલ તરીકે અમે નિર્ણય કર્યો છે કે અમે ત્યાં સુધી પોતાની દીકરીને નહિ બતાવીએ જ્યાં સુધી એ આ ન સમજી લે કે સોશિયલ મીડિયા શુ હોય છે અને એને લઈને એ પોતાના નિર્ણય જાતે લઈ શકે.

image source

વિરાટ અને અનુષ્કાએ પોતાની દીકરીને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે, એ આજના સમયને જોતા ખૂબ જ વખાનવાલાયક છે. આજકાલ બાળકો ફોન અને લેપટોપથી ટેવાઈ ચુક્યા છે કે એક મિનિટ માટે પણ એમની પાસેથી એ વસ્તુ લઈ લેવામાં આવે તો એમની આંખોમાં ટપ ટપ આંસુ વહેવા લાગે છે. જો કે આ તો દરેક વ્યક્તિની સમસ્યા છે

image source

સ્ટાર કિડસને પેરેન્ટ્સ તરીકે સેલિબ્રિટીઝને ઘણી તકલીફો સહન કરવી પડે છે. એમાંથી એક સૌથી મોટી તકલીફ છે હંમેશા કેમેરાની નજરોમાં રહેવું. પેપરાજી, સેલિબ્રિટીના દરેક મુવમેન્ટ પર નજર રાખે છે. એવામાં સ્ટાર કિડ્સ પણ એમનાથી કેવી રીતે બચી શકે. તૈમુર એનું જીવતું જાગતું ઉદાહરણ છે. તૈમુર જ્યાં પણ જાય છે, કેમેરામાં કેદ થઈ જ જાય છે. કરીના અને સૈફના છોટે નવાબ તો હવે પેપરાજીને પોઝ આપતા અને અકડ બતાવતા પણ શીખી ગયા છે. જો કે હજી બાળક છે અને ઘણા ચંચળ છે. પેપરાજીને એમનો અકડું વ્યવહાર ઘણો પસંદ આવે છે.

image source

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી ક્યારે પેદા થઈ તો બધાને લાગ્યું કે હવે એનો પણ તૈમુર જેવો હાલ થશે જેને જોવા માટે પેપરાજી અને ફેન્સની આંખો હંમેશા બેતાબ રહેશે. પણ વિરાટે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા એ સ્પષ્ટ કરી દીધું કે હજી ફેન્સ અને પેપરાજીને વામિકાની એક ઝલક જોવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *