તાજમહેલનો એક એવો દરવાજો, જેમાં છૂપાયેલું છે એવું રહસ્ય જે જાણીને તમારી પણ આંખો થઇ જશે પહોળી

તાજમહેલ ભારતના આગરા શહેરમાં સ્થિત એક વિશ્વ ધરોહર મકબરો છે. તેનું નિર્માણ મુગલ સમ્રાટ શાહજહાએ પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં કરાવ્યું હતું. આપણા હિન્દુ ધર્મમાં કેટલાએ એવા ચમત્કાર ભર્યા પડ્યા છે જે મોટા-મોટા વૈજ્ઞાનિકોની સમજ બહાર છે. આવું જ એક રહસ્ય છે તાજમહેલના ભોંયરાનું. આ એક એવું રહસ્ય છે જેને સૌને બતાવતા સરકાર ડરે છે. તો આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ તાજ મહેલના એક એવા દરવાજા વિષે જેને ખોલતા સરકાર પણ ડરે છે.

image source

વાસ્તવમાં એવું માનવામા આવે છે કે તાજ મહેલનું નિર્માણ વર્ષ 1631માં શરૂ કરવામાં આવ્યું હતું 4 વર્ષ બાદ 1653માં બનીને તે તૈયાર થયો હતો. આજે પણ તાજ મહેલનું નિર્માણ તેમાં કરવામાં આવેલી કારીગરીનો એક અદ્ભુત નમુનો માનવામાં આવે છે. સંશોધકોએ તેના પર ઘણી બધી શોધો કરી છે અને તેમનું માનવું છે કે તાજમહેની નીચે હજાર કરતાં પણ વધારે ઓરડા છે. તેમનું માનવું છે કે તાજમહેલ જેટલો ઉપર છે તેટલો જ ધરતીની નીચે બનાવવામાં આવ્યો છે.

image source

તે સમયે કોઈ પણ કિલ્લો બનાવવામાં આવતો ત્યારે તેની સાથે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બનાવવામાં આવતો હતો. આવું જ તાજમહેલની અંદર પણ છે. તેની નીચે એક રસ્તો પણ છે જે ક્યાંક દૂર બહાર નીકળે છે. પણ તે ભોંયરાની જેમ તે રસ્તાને પણ શાહજહાંના સમયથી જ બંધ કરી દેવામા આવ્યો. તાજમહેલની નીચેના આ ઓરડાઓને ઇંટો ચણીને બંધ કરી દેવામા આવ્યા છે. સંશોધકોનું માનવું છે કે તેનું નિર્માણ તાજ મહેલના નિર્માણ પછી કરવામા આવ્યું હતું એટલે કે આ ઓરડાઓને બનાવ્યા બાદ તેને ઇંટોના ઢગલાથી ઢાંકી દેવામાં આવ્યા. તેનો હક માત્ર સરકાર પાસે જ છે. કદાચ તે દરવાજા પાછળ કેટલોએ મોટો ખજાનો પણ હોઈ શકે છે. પુરાતત્ત્વ શાસ્ત્રિઓનું માનવું છે કે તે દરવાજાઓની પાછળ ઐતિહાસિક દસ્તાવેજો પણ હોઈ શકે છે જે પણા ઇતિહાસને બદલી શકે છે.

image source

તાજ નગરીમાં યમુના કિનારાથી તાજમહેલમાં પ્રવેશ કરવા માટે ખાસ દરવાજો બનાવવામાં આવ્યો હતો, જે આજે પણ લોકો માટે એક મોટું રહસ્ય છે. કહેવામા આવે છે કે આ જ રસ્તેથી શાહજહાંના શવને તાજમહેલમાં દફનાવવા માટે લાવવામાં આવ્યું હતું. બ્રિટિશ શાસનકાળમાં આ દરવાજાને ઇંટોથી બંધ કરાવવામાં આવ્યો હતો તેવુ પણ કહેવાય છે. ત્યાર બાદ આ દરવાજો આજ સુધી એક રહસ્ય બનેલો છે. માત્ર મુગલ શાશક માટે બનાવવામાં આવેલા આ ગુપ્ત દરવાજાને ત્યાર બાદ ક્યારેય ખોલવામાં નહોતો આવ્યો. તેના કારણે જ આગરાની સ્થાનીક કોર્ટમાં તેને તેજોમહલ મંદિર ઠરાવવા માટેની અરજી કરવામાં આવી છે.

image source

ઇતિહાસકાર રાજકિશોર જણાવે છે કે તાજમહેલના નિર્માણ દરમિયાન યમુના કિનારે સ્થિત દરવાજા બનાવવામા આવ્યા હતા, તે તાજમહેલની અંદર ભૂમિગત ઓરડાઓમાં ખુલે છે. અહીંથી શાહજહાં તાજમહેલમાં પ્રવેશ કરતા હતા. રાજકિશોર પોતાના પુસ્તક ‘તવારીખ-એ-આગરા’માં લખ્યું છે કે સપ્ટેમ્બર 1657માં દિલ્લીમાં શાહજહાને મૂત્ર રોગ થયો હતો. જળવાયુ પરિવર્તનની દ્રષ્ટિએ તેમનો દીકરો દારા શિકોહ તેમને આગરા લઈ આવ્યો હતો. અહીં તેમના મૃત્યુની અફવા ફેલાઈ ગઈ. ત્યારે તેમના જીવતા હોવા છતાં પણ તેમના દીકરાઓમાં સિંહાસન માટે યુદ્ધ છેડાઈ ગયુ હતું.

આ ખાસ દરવાજાની અંદરથી લાવવામાં આવ્યું હતું શાહજહાંનું શવ

image source

રાજકિશોર રાજે જણાવે છે કે યુદ્ધમાં ઔરંગઝેબ જીતી ગયો અને શાહજહાંને બંદી બનાવીને આગરાના કિલ્લામા રાખવામા આવ્યા. લગભગ 8 વર્ષની કેદ બાદ જાન્યુઆરી 1666માં શાહજહાં ફરી બીમાર પડી ગયા અને 74 વર્ષની ઉંમરમાં લાલ કિલ્લાના મુસમ્મન બુર્જમાં તેમનું મૃત્યુ થઈ ગયું. ત્યારે તેમના શવને યમુના નદીના રસ્તે હોડીથી લાવીને તાજમહેલના ખાસ દરવાજા અંદર લઈ જવામાં આવ્યુ હતું. ત્યાર બાદ તેમને મુમતાજની બાજુમાં દફનાવવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત