Site icon News Gujarat

ટેક ઓફ કરવાની તૈયારીમાં જ હતુ પ્લેન ત્યાં જ વિમાનની પાંખ પર ચઢી ગયો યુવક અને પછી જ થયું તે…

વિશ્વમાં ઘણીવાર એવી ઘટના સામે આવતી રહે છે જેને લઈને લોકોમાં ચર્ચા થતી રહી છે. ઘણા લોકો એવી હરકત કરે છે જેનાથી બીજી લોકોની જિંદગી જોખમમાં મુકાઈ શકે છે. આવી ઘટના સામે આવી છે અલાસ્કા એરલાઈનમાં. જ્યાં મુસાફરો વિમાનમાં સવાર હતા અને ફ્લાઇટ રવાના થવાની હતી, ત્યારે એક વ્યક્તિ વિમાનની પાંખ પાસે પહોંચ્યો. પહેલા યુવક થોડો સમય વિમાનની પાંખ પર ચાલ્યો અને પછી બેસી ગયો. વિમાનની અંદર મુસાફરોએ યુવકના ફોટા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

ફ્લાઇટ ચાર કલાક મોડી પડી

image source

અલાસ્કા એરલાઇન્સના વિમાનની પાંખ પર ચાલતા યુવાનની આ ઘટના અમેરિકાના લાસ વેગાસની છે. શનિવારે આ ઘટનાને કારણે ફ્લાઇટ ચાર કલાક મોડી પડી હતી. પોલીસે યુવકને વિમાનથી નીચે ઉતારવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે તે પોતે જ જમીન પર પડી ગયો. ત્યાર બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તેને તબીબી સુવિધામાં રાખવામાં આવી છે.

આ વિમાન અમેરિકાના લાસ વેગાસથી પોર્ટલેન્ડ જવાનું હતું

image source

કથિત રીતે વિમાનની પાંખો પર ચઢનાર યુવક માનસિક બિમારીથી ગ્રસ્ત હતો. અહેવાલો અનુસાર, પાયલોટ પહેલાથી જ એક યુવાનને વિમાન તરફ આગળ વધતો જોઈ લીધો હતો અને કંટ્રોલ ટાવરને જાણ કરી દીધી હતી. આ વિમાન અમેરિકાના લાસ વેગાસથી પોર્ટલેન્ડ જવાનું હતું. આ ઘટના પછી વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને બધું બરાબર હોવાનું જાણવા મળ્યા પછી જ તેને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.

એર ઇન્ડિયાએ દિલ્લી મોસ્કો ફ્લાઈટને ઉઝબેકિસ્તાનથી પરત બોલાવી

image source

મે મહિનામાં પણ એક અજીબ ઘટના સામે આવી હતી. એક ફ્લાઈટ દિલ્લીથી મોસ્કો જઈ રહી હતી પરંતુ તેને અધવચ્ચે પાછી બોલાવવી પડી. સામાન્ય રીતે કોઈ રસ્તો ભૂલી જાય તો તેને પાછા બોલાવવામાં આવે છે. પરંતુ એક અજીબ ઘટના બની. એરઇન્ડિયાની એક ફ્લાઈટ દિલ્હીથી રશિયા જવા માટે ઉડાન ભરી હતી. ઉડાન વ્યવસ્થિત રીતે થઈ રહી હતી તે દરમિયાન એક ફોન આવ્યો અને બધા ગભરાઈ ગયા. ફોન દ્વારા જાણકારી મળે છે કે ફ્લાઈટ ઊડાવી રહેલ પાયલટ જ કોરોના પોઝીટીવ છે. તાત્કાલિક ફ્લાઈટને અધવચ્ચેથી જ દિલ્લી પરત બોલાવી લેવામાં આવી.

image source

એરઈન્ડિયાની નાનકડી એક ભૂલને કારણે એક મોટો કોરોના બ્લાસ્ટ થઈ શકતો હતો. પરંતુ સમયસૂચકતા વાપરીને સુધારી લેવામાં આવ્યો. જો કે ફ્લાઈટમાં કોઈ પેસેન્જર નહોતા જેને કારણે વિમાની સેવાએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version