તલાટીએ કહ્યું… તમે કુંવારા છો એટલે રેશનકાર્ડ નહિ બને, એટલામાં ગુસ્સે થયેલો યુવક વરઘોડો લઈને પહોંચ્યો ઓફિસ અને પછી…

આપણે ઘણીવાર સમાજમાં બનતી અજીબો ગરીબ ઘટના વિશે શાંભળતા અથવા ટીવી પર જોતા હોઈએ છીએ. લોકો પોતાની જરૂરિયાત પુરી કરવા કઈ પણ કરવા માટે તૈયાર થતા હોય છે. આવી એક ઘટના સામે આવી છે મહારાષ્ટ્રમાં.

image source

જ્યાં પટોદામાં એક તલાટીએ યુવકને એટલા માટે રાશનકાર્ડ ન કાઢી આપ્યું તે કુવારો હતો અવિવાહિત હોવાના કારણે તલાટીએ રાશનકાર્ડ કાઢી આપવાની ના પાડી દીધી. ત્યાર બાદ આ યુવકને મનમાં લાગી આવતા તે વ્યક્તિ વરઘોડો લઇને તલાટીની ઓફીસ પર પહોંચી ગયો અને કહ્યું કે મને રાશનકાર્ડ આપો અથવા મારા લગન કરાવો.

તલાટી પણ થોડીવાર માટે અસમંજસમાં પડી ગયા

image source

જેને લઈને તલાટી પણ થોડીવાર માટે અસમંજસમાં પડી ગયા હતા. તેમને કલ્પના પણ નહોતી કરી કે આવુ કઈક થશે. જો કે ત્યાર બાદ તલાટીએ તાત્કાલિક રાશનકાર્ડ બનાવી આપ્યું હતું. હાલમાં આ ઘટનાની નોંધ સોશિયલ મીડીયા પર બહુ લેવાઈ રહી છે. લોકો આ યુવકે અપનાવેલા આઈડિયાના વખાણ કરી રહ્યા છે.

અમે તમને રાશનકાર્ડ નહી આપી શકીએ.

image source

તમને જણાવી દઈએ કે આ ઘટના છે મહારાષ્ટ્રના પાટોદા તાલુકાના ધનગરજવડકા ગામની. જ્યાં અમિત ઘનશ્યામ આગે નામના વ્યક્તિએ તલાટી ઓફિસમાં રાશનકાર્ડ માટે અરજી કરી હતી. આ યુવક શિક્ષિત બેરોજગાર છે. જોકે તેની અરજી રદ કરવામાં આવી હતી. જ્યારે આ અંગે તેણે અધિકારીને પૂછ્યું કે કેમ નકારી દેવામાં આવી તો તેમને એમ કહેવામાં આવ્યું કે તમે વિવાહિત નથી. તલાટી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું કે પરિવારની વ્યાખ્યામાં ફિટ બેસતું નથી. જેથી કરીને અમે તમને રાશનકાર્ડ નહી આપી શકીએ.

વરરાજા બનીને બેન્ડ-બાજા સાથે તલાટીની ઓફીસ પર પહોંચી ગયો

image source

આના પ્રત્યુતરમાં અમિતે અધિકારીને કહ્યું કે તે બેરોજગાર છે અને તે કારણે લગ્ન કરી શકતો નથી. અમિતે કાર્યાલયમાં કેટલાય ધક્કા ખાધા પણ સફળતા મળી નહીં. જેથી આખરે કંટાળીને અમિતે એક નવો રસ્તો અપનાવ્યો. તે વરરાજા બનીને બેન્ડ-બાજા સાથે તલાટીની ઓફીસ પર પહોંચી ગયો. લોકો પણ આને જોઈને હસવા લાગ્યા હતા. કારણ કે આ પહેલા તેઓએ આવી કોઈ ઘટના જોઈ નહોતી કે કોઈ વ્યક્તિ રાશનકાર્ડ કઢાવવા માટે વરરાજો બનીને વરઘોડો કાઢે.

કોઈ સારી કન્યા સાથે વિવાહ કરાવી આપો

image source

આ યુવક સંપૂર્ણ વરરાજાના પરિવેશમાં વરઘોડો કાઢીને તલાટી ઓફીસે પહોચી ગયો અને બેન્ડ વાજા વગાવાનું ચાલુ કરી દીધુ. તેમણે તલાટીને કહ્યું કે તમે રાશનકાર્ડ કાઢી આપો, નહીં તો કોઈ સારી કન્યા સાથે વિવાહ કરાવી આપો. લગ્ન બાદ મારો પરિવાર પણ હશે અને તે બાદ રાશનકાર્ડ બનાવી આપજો. અચાનક સામે આવેલી આ નવી સ્થિતિને જોઈ તલાટી પણ ચોંકી ગયા અને તેમણે કર્મચારીઓને આદેશ આપી દીધો અને યુવકને થોડી મિનિટોમાં જ રાશનકાર્ડ મળી ગયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત