માત્ર બે વર્ષની ઉંમરમાં આ વ્યક્તિની હતી ચાર ફૂટથી વધુની ઊંચાઈ, જે છે ઇતિહાસનો સૌથી વધુ લંબાઇ ધરાવતો વ્યક્તિ
વિશ્વના સૌથી લાંબા વ્યક્તિનો રેકોર્ડ અવાર નવાર બદલાતા રહે છે પરંતુ લંબાઈ સાથે જોડાયેલો એક રેકોર્ડ એવો છે જે છેલ્લા 80 વર્ષથી અતૂટ છે.

વર્ષ 1940 ના આ રેકોર્ડને હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. અસલમાં 1940 માં નોંધાયેલો ઇતિહાસના સૌથી વધુ લંબાઈ ધરાવતા વ્યક્તિ રોબર્ટ વોડલોનો. રોબર્ટ વોડલોને દુનિયાના સૌથી ઊંચા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. રોબર્ટની લંબાઈ 11.1 ઈંચ હતી. આટલી ઊંચાઈ ધરાવતો વ્યક્તિ વર્ષ 1940 થી હજુ સુધી ધરતી પર પેદા નથી થયો અને ગિનીઝ બુકમાં તેના નામનો રેકોર્ડ હજુ અતૂટ છે.
રોબર્ટ વોડલો અમેરિકાના એલ્ટન (ઈલિનોઈસ) શહેરનો વતની હતો. 22 ફેબ્રુઆરી 1918 ના દિવસે જન્મેલા રોબર્ટના માતા-પિતા તો સામાન્ય ઊંચાઈ જ ધરાવતા હતા પરંતુ જન્મના થોડા મહિનાઓ બાદ રોબર્ટની ઊંચાઈ અસાધારણ રીતે વધવા લાગી હતી. માત્ર છ મહિનાની ઉંમરમાં જ રોબર્ટની ઊંચાઈ ત્રણ ફૂટ આસપાસ થઈ ગઈ હતી જયારે અન્ય બાળકોને આટલી ઊંચાઈ સુધી પહોંચતા ઓછામાં ઓછો બે વર્ષ જેટલો સમય લાગે છે.

એક વર્ષમાં રોબર્ટની ઊંચાઈ ત્રણ ફૂટ છ ઇંચ હતી જયારે બે વર્ષના અંતે તેની ઊંચાઈ ચાર ફૂટ છ ઇંચ જેટલી થઇ ગઈ હતી. પાંચ વર્ષની ઉંમરમાં રોબર્ટની ઊંચાઈ પાંચ ફૂટ છ ઇંચ જયારે 12 વર્ષની ઉંમરે તેની ઊંચાઈ સાત ફૂટ થઇ ગઈ હતી અને તેના સાથે જ તે સમયે રોબર્ટ દુનિયાનો સૌથી લાંબો બાળક બની ગયો હતો.
વર્ષ 1936 માં માત્ર 18 વર્ષની ઉંમરે રોબર્ટ વોડલોએ તે સમયે વિશ્વના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા વ્યક્તિનો રેકોર્ડ તોડી પોતાના નામે કરી લીધો હતો એ સમયે તેની ઊંચાઈ આઠ ફૂટ ચાર ઇંચ હતી. આ ઉંમરના સામાન્ય લોકોને જ્યાં 9 – 10 કે 11 નંબરના પગરખાં માપે થઇ જતા હોય છે ત્યાં રોબર્ટ માટે પગરખાં બનાવતી કંપનીએ ખાસ પગરખાં બનાવી આપ્યા હતા જેના પગારખાનો સાઈઝ નંબર પણ 37AA હતો.

રોબર્ટની અસામાન્ય ઊંચાઈ વધવા પાછળનું મુખ્ય કારણ તેની પીયુશીકા ગ્રંથિ હતી જે સતત વધતી જતી હતી. અને રોબર્ટના શરીરની વધતી જતી લંબાઈ પણ તેના માટે ઘાતક સાબિત થઇ. કારણ કે તેના પગ અને એડીઓ નબળી પડવા લાગી હતી અને તેના કારણે તેને ચાલવામાં પણ મુશ્કેલીઓ પડવા લાગી હતી. ત્યારબાદ તેને ચાલવા માટે ટેકાની જરૂર પડવા લાગી અને તેની પગની ઘૂંટીમાં છાલા પણ પડવા લાગ્યા અને તેમાં ઇન્ફેક્શન થઇ ગયું. આવી મુશ્કેલીઓ સાથે લડતા લડતા 15 જુલાઈ 1940 માં તેનું માત્ર 22 વર્ષની ઉંમરે અવસાન થઇ ગયું.

કહેવાય છે એક રોબર્ટના મૃત શરીરને 450 કિલોના વજનદાર લાકડાના બોક્સમાં રાખીને દફનાવવામાં આવ્યો હતો અને તે બોક્સ ઉઠાવવા માટે 12 જેટલા લોકોએ ઉઠાવ્યું હતું. તેની દફનવિધિ એલ્ટનના ઓકવુડ કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. આજે પણ એલ્ટન શહેરમાં રોબર્ટનું એક જાહેર સ્મારક જોવા મળે છે.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત