Site icon News Gujarat

લોકડાઉનમાં આ સમયમાં બાહુબલીની આ અભિનેત્રીને ઉગી આવી મૂંછ, શું તમે જોયો આ વિડીયો?

લોકડાઉનના આ સમયમાં બાહુબલીની આ અભિનેત્રીને ઉગી કંઈક આ પ્રકારની મૂંછ, વીડિયોએ મચાવી છે ધૂમ

image source

કોરોના વાયરસને કારણે ચાલી રહેલા આ લોકડાઉનમાં જ્યારે દેશના તમામ લોકો પોતપોતાના ઘરમાં પુરાયેલા છે એવામાં ફિલ્મ જગત ના કલાકારો પણ આમાંથી બાકાત નથી. લોકડાઉનના આ સમયમાં તમારા પ્રિય સેલિબ્રિટીઓ પણ પોતપોતાના ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. જો કે આ સમયમાં પણ મોટા ભાગના કલાકારો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. અને એવી જ એક અભિનેત્રીની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે.

image source

તમન્ના ભાટિયા પણ અન્ય કલાકારોની જેમ સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક પોસ્ટ કરી પોતાના ચાહકોને મનોરંજન પૂરું પાડતી રહે છે. એવામાં તમન્ના ભાટિયાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમન્ના ભાટિયાએ મૂછોવાળું ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે. અને એના કારણે તમન્ના ભાટિયાનાં ચહેરા પર મૂછો નજરમાં આવી રહી છે. આ વાયરલ વીડિયોમાં તમન્ના જાણે પોતાની મૂછો ને તાવ દઈ રહી છે.

તમન્ના ભાટિયાએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં શેર કર્યો હતો, પણ હવે તેના ચાહકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ વીડિયો સતત ફેલાઈ રહ્યો છે અને ધૂમ મચાવી રહ્યો છે.

હાલ આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે ત્યારે કોરોના વાયરસ વિરુદ્ધની આ લડતમાં તમન્ના ભાટિયા પણ પાછળ નથી રહી. તમન્ના પણ પોતાની રીતે જેને જરૂર છે એવા લોકોની મદદ કરી રહી છે.

તમન્ના ભાટિયા’લેટ્સઓલહેલ્પડોટઓઆરજી’ની ચીફ છે. તમન્ના ભાટિયા લોકડાઉન થયુ એ દિવસથી જ પોતાની ટીમ સાથે મળી 50 ટનથી પણ વધુ ભોજન એકત્ર કરવામાં સફળ રહી છે અને તેણે આ ભોજન મુંબઇની ઝુપડપટ્ટી, ઓલ્ડ એજ હોમ અને શેલ્ટર હોમમાં રહેતા 10 હજારથી વધુ લોકો સુધી પહોચાડ્યું છે. તેમજ એમની અન્ય જરૂરિયાતો પણ પુરી કરી છે.

image source

કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉનમાં સમય ઘરે સમયવિતાવી રહેલી તમન્ના એ કહ્યું હતું કે “આજે આપણે પિંજરામાં પુરાયેલા પ્રાણીઓ જેવા થઈ ગયા છે. અને કુદરતે આ રીતે આપણને સમય આપ્યો છે એના પર પડતી અસર જોવાનો.” તમન્ના એ આગળ કહ્યું હતું કે “હાલના સમયમાં લોકડાઉનની ખૂબ જ જરૂર છે. જે રીતે કેસ વધી રહ્યા છે એ જોતાં આપણે સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવું ખૂબ જ જરુરી બની ગયું છે. જ્યાં સુધી અસરકારક મેડિકલ સોલ્યુશન ન નીકળે ત્યાં સુધી આ કોરોના ને નાથવાના આપણે આપણી રીતે જ પ્રયત્ન કરવા પડશે”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version