તમારા રસોડામાં હાજર લોટ તમારા ચેહરાને આ રીતે ગ્લોઈંગ બનાવશે

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં ઠંડા પવનના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે. એટલું જ નહીં ત્વચામાંથી તેલ નીકળવાનું પણ શરૂ થાય છે અને પિમ્પલની સમસ્યા વધે છે. આ ઋતુ દરમિયાન ત્વચાને હાઇડ્રેટેડ રાખવી મહત્વપૂર્ણ છે. લોકો ત્વચાને બચાવવા માટે તમામ જરૂરી પગલાં લે છે. આપણા ચેહરાની સુંદરતા વધારવા અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે આપણે ઘણા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ અને પાર્લરોમાં જઈને ઘણા નાણાંનો ખર્ચ પણ કરીએ છીએ. આટલું કર્યા છતાં પણ આપણને આપણી ત્વચામાં કોઈ ફરક દેખાતો નથી.

image source

તેથી આજે અમે તમને એવી જ એક વસ્તુ વિશે જણાવીએ છીએ જે તમારા ઘરના રસોડામાં સરળતાથી મળી આવે છે અને તેની મદદથી તમે તમારી ત્વચાને વધુ ગ્લોઇંગ કરી શકો છો. તે વસ્તુનું નામ લોટ છે. તમે લોટ સાથે બીજી કેટલીક ચીજો મિક્સ કરીને તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો. તો ચાલો જાણીએ લોટનો ઉપયોગ કેવી રીતે કરવો.

લોટ અને દૂધનું ફેસ-પેક

image source

શિયાળામાં તેલયુક્ત ત્વચાવાળા લોકો માટે મુશ્કેલી વધી જાય છે. તૈલીય ત્વચાવાળા લોકોને પિમ્પલ્સની પણ ઘણી સમસ્યાઓ હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે લોટ અને દૂધથી બનેલા ફેસ-પેકનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં દૂધ અને લોટ લો અને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને તેને 15 મિનિટ માટે સુકાવા દો. 15 મિનિટ પછી તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો અને ચેહરા પર હળવું મોસ્ચ્યુરાઇઝર લગાવો. આ ઉપાય કરવાથી તમને પેહલી જ વારમાં તમારા ચેહરા પર ઘણો તફાવત જોવા મળશે.

લોટ, ગુલાબજળ અને દૂધનું ફેસ પેક

image source

જો તમારી ત્વચા શુષ્ક છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા ચહેરાને ગ્લોઇંગ અને નરમ બનાવવા માટે લોટ, ગુલાબજળ અને દૂધના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે આ ત્રણ વસ્તુઓને એક બાઉલમાં મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણને થોડા સમય માટે રેફ્રિજરેટરમાં રાખો.

image source

આ પછી જ્યારે આ મિક્ષણ ઠંડુ થાય છે, ત્યારે તેને ચહેરા પર લગાવો અને તેને 15 મિનિટ માટે રહેવા દો. 15 મિનિટ પછી તમારા ચહેરાને સાફ પાણીથી ધોઈ લો.

લોટ, મધ અને દહીંનો ફેસ પેક

image source

ત્વચાને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે પુષ્કળ પાણી પીવું જરૂરી છે. આ સિવાય ત્વચાની સંભાળ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તમારા ત્વચાની સંભાળ રાખવા માટે તમે ચહેરા પર લોટ, મધ અને દહીંનું ફેસ પેક લગાવી શકો છો. આ માટે લોટમાં મધ અને દહીંને સારી રીતે મિક્સ કરો અને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. 20 મિનિટ પછી તમારો ચેહરો પાણીથી ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત