તમારા બેડરૂમમાં ભૂલથી પણ ન રાખવો જોઈએ અરીસો, લગ્નજીવન પર થાય છે આવી માઠી અસર…

મિત્રો, વાસ્તુશાસ્ત્ર દ્વારા તમે ઘર સાથે સંકળાયેલ દરેક વસ્તુના શુભ અને અશુભ પ્રભાવો વિશે સમજાવી શકાય છે. ઘરમા અરીસા રાખવા માટેનુ એક વિશેષ સ્થાન હોય છે. જો તેને યોગ્ય સ્થાને લગાડવામા આવે તો જ તેનો પ્રભાવ આપણા ઘર માટે શુભ સાબિત થાય છે એટલે કે અરીસાને જે દિશામા લગાડવામા આવે તે દિશા આપણા જીવન પર પડતા શુભ-અશુભ પ્રભાવ માટે વિશેષ મહત્વ ધરાવે છે.

image source

આજે અમે તમને અરીસા સાથે સંકળાયેલી અમુક આવી જ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અરીસાને આપણા જીવનનો અરીસો માનવામા આવે છે. તેને સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત પણ માનવામા આવે છે. આજે અમે તમને અરીસા સાથે સંકળાયેલ અમુક અમુક એવી વિશેષ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના પરથી તમને ખ્યાલ આવશે કે, ઘરના ક્યા ભાગમા અરીસો લગાવવો શુભ ગણાય છે, તો ચાલો જાણીએ.

image source

જો તમે તમારા ઘરના ઇશાન કોણમા અરીસો લગાવો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામા આવે છે. આ ઉપરાંત ઉત્તર અથવા પૂર્વની દિવાલ પર સ્થિત વોશબેસિન પર અરીસો હોય તો તે તમારા માટે વિશેષ ફળદાયી માનવામા આવે છે. આ ઉપરાંત તમે તમારા ઘરમા જે જગ્યાએ પણ અરીસો લગાવશો ત્યા તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે, સારી વસ્તુઓનુ પ્રતિબિંબ હોવુ જોઈએ. એવી જગ્યાએ ક્યારેય પણ અરીસો મૂકવાનુ ભૂલશો નહી કે, જ્યા તમને નકારાત્મક વસ્તુઓ દેખાય છે.

ઇશાન કોણને દેવતાઓની દિશા માનવામા આવે છે. આ દિશામા અરીસો રાખવો આપણા માટે ખૂબ જ શુભ માનવામા આવે છે. આ દિશામા અરીસો રાખવાથી આખા ઘરમા સકારાત્મક ઊર્જાનુ નિર્માણ થાય છે. આ ઉપરાંત ક્યારેય પણ રૂમમા બે અરીસાને એવી રીતે ના ગોઠવવા કે તે બંને એકબીજાની સામસામે આવે. આમ, કરવાથી તમારા ઘરમા નકારાત્મક ઉર્જાનો સંચાર વધી જાય છે અને તેનાથી ઘરના સભ્યોમા તણાવ અને અસ્વસ્થતા ભરેલુ વાતવરણ પણ વધે છે.

image source

વાસ્તવમા એવુ માનવામા આવે છે કે, હંમેશા અંડાકાર અથવા ચોરસ આકારનો અરીસો ઘરમા હોવો જોઈએ. કોઈપણ કદનો અરીસો તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ઘરમા અરીસો રાખતી વખતે એક વાત ધ્યાનમા રાખવુ જોઈએ કે, તેની ઊંચાઈ ખુબ જ વધારે પડતી કે ખુબ જ ઓછી ના હોવી જોઈએ.

image source

વધારે પડતા ઊંચ-નીચા અરીસા ઘરમા રાખવાથી ઘરના સભ્યોને માથાના દુ:ખાવાની સમસ્યા થાય છે. જો તમે બેડરૂમમા અરીસો રાખવા ઈચ્છો છો તો એ વાત ધ્યાનમા રાખો કે, તે આકસ્મિક રીતે પણ તમારા પલંગ પર તેનો પડછાયો ના પડે. આનાથી તમારા વૈવાહિક સંબંધોમાં તણાવ વધે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ