હાથમાં છે આવું નિશાન? તો ખૂબ જ ખતરનાક આવે છે એનું પરિણામ, જાણો અને ચેતો

મિત્રો, આપણે આ વાતને સ્વીકારીએ કે ના સ્વીકારીએ પરંતુ, ધાર્મિક શાસ્ત્રો આપણા જીવન પર વિશેષ પ્રભાવ પાડે છે. જો તમે શાસ્ત્રોમા દર્શાવેલી બાબતો અનુસાર તમારું જીવન જીવો છો તો તમારુ જીવન અત્યંત સરળ બને છે પરંતુ, જો તમે આ શાસ્ત્રો અવગણના કરો છો અને તેની વિરુદ્ધ કોઈ કાર્ય કરો છો તો તેના વિપરીત પરિણામ પણ તમારે ભોગવવા પડી શકે છે. આ પૌરાણિક શાસ્ત્રોમા આપણા જીવનનુ વાસ્તવિક મર્મ છુપાયેલ હોય છે, જે કોઈ સમજી લે છે તો તેમનુ જીવન સાર્થક બની જાય છે.

image source

આપણા જીવનમા હસ્તરેખાનુ એક વિશેષ અને અનન્ય મહત્વ છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ આપણા હાથની હથેળીમાં અનેકવિધ પ્રકારના એવા નિશાન હોય છે કે, જે નાની-નાની રેખાઓ સાથે મળીને એક નિશાન બનાવે છે. આમાંથી અમુક નિશાન આપણા માટે શુભ અને લાભદાયી સાબિત થાય છે તો અમુક નિશાન આપણા માટે નુકશાનદાયી સાબિત થાય છે. તો ચાલો આજે આ અંગે આ લેખમા થોડી વિસ્તૃત ચર્ચા કરીએ.

image source

હથેળીમા ‘એમ’, ‘સ્ટાર’ કે ‘ચક્ર’ બનવુ એ શુભ સંકેત ગણાય છે પરંતુ, તેવી જ રીતે જો તમારી હથેળીમા ‘ક્રોસ’ નુ નિશાન જોવા મળે તો તે અશુભ ગણાય છે. આ નિશાન જે કોઈપણ વ્યક્તિની હથેળીમા હોય તેમના માટે આવનાર સમય અત્યંત અશુભ સાબિત થાય છે. તેમણે આવનાર સમયમા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જ્યારે કોઈં વ્યક્તિના હાથની હથેળીમા બે રેખાઓ એકસાથે જ્યા મળતી હોય ત્યા કપાઈ જતી હોય તો ત્યારે તે જગ્યાએ આ ‘ક્રોસ’નુ નિશાન બને છે. જોવા જઈએ તો આપણા હાથની હથેળીમાં એવી અનેકવિધ રેખાઓ હોય છે કે, જે ‘ક્રોસ’નુ નિશાન બનાવતી હોય છે પરંતુ, બધા જ ક્રોસના નિશાન આપણા માટે અશુભ સાબિત થતા નથી. આજે અમે તમને જણાવીશું કે, હથેળીના ક્યા ભાગ પર બનેલુ ‘ક્રોસ’ નુ નિશાન આપણા માટે અશુભ સાબિત થઇ શકે છે?

image source

શાસ્ત્રો મુજબ ક્રોસનુ નિશાન મુખ્યત્વે આપણા જીવનમા નિરાશા, સંકટ, ભય વગેરેનો સંકેત આપે છે. ક્રોસનુ નિશાન આપણા માટે શુભ છે કે અશુભ તે વ્યક્તિની હથેળીમા આવેલા જુદા-જુદા પર્વતો અને તેની રેખાઓ પર આધાર રાખે છે. જો તમારી હથેળીમા સૂર્ય પર્વત પર ક્રોસનુ નિશાન બની રહ્યું હોય તો તે તમને જીવનમા માન-સન્માન પ્રાપ્ત કરાવે છે.

image source

પરંતુ, જો આ નિશાન હથેળીમા ચંદ્ર પર્વત પર બનેલુ હોય તો તે તમારા માટે મુસીબતોનો પહાડ ઉભો કરી શકે છે. આ પર્વત પર ક્રોસનુ નિશાન એ બેઈમાનીની પ્રકૃતિને દર્શાવે છે. આ વ્યક્તિ પાસે સારી એવી બુદ્ધિક્ષમતા હોવા છતા તે પોતાના દોગલાપણાને કારણે જીવનમા અનેકવિધ મુસીબતોનો સામનો કરે છે. જો તમે પણ આવી વ્યક્તિની સંગતમા આવો છો તો તમે પણ મુસીબતમા ફંસાઈ શકો છો માટે ક્યારેય પણ આવી વ્યક્તિની સંગતમા ના રહેવુ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ