તમારા ખાતામાં LPG સબસીડી જમા થઈ છે કે કેમ? ઘરે બેઠા જાણો આ સરળ પ્રોસેસથી

હાલના સમયમાં સરકાર એક વર્ષમાં પ્રતિ પરિવાર માટે 14.2 કિલોગ્રામના 12 રાંધણ ગેસ સિલિન્ડર પર સબસીડી આપી રહી છે. જો ગ્રાહકને વર્ષમાં 12 થી વધુ ગેસ સિલિન્ડરની જરૂર પડે તો તેના માટે તેને બજાર કિંમત મુજબ રૂપિયા ચૂકવવાના રહે છે. સબસીડી વિશે ઘણા ખરા ગ્રાહકો અસમંજસમાં રહે છે અને ઘણા લોકોને એ જાણ નથી હોતી કે તેના ખાતામાં સબસીડીના કેટલા રૂપિયા જમા થયા છે.

image source

આ અંગે અનેક ગ્રાહકોની એ ફરિયાદ રહેતી હોય છે કે તેના ખાતામાં સબસીડીની રકમ જમા નથી થઈ ? જો તમે પણ રાંધણગેસનો ઉપયોગ કરો છો અને તમને પણ તમારી સબસીડી વિશે માહિતી નથી તો અમે તમને એ ઓનલાઈન પ્રોસેસ જણાવીશું જેની મદદથી તમે ઘર બેઠા જ જાણી શકશો કે તમારા બેન્ક ખાતામાં સબસિડીની રકમ જમા થઈ છે કે કેમ ? ચાલો જાણીએ શું છે એ પ્રોસેસ..

આ રીતે જાણો તમારા એલપીજી સબસીડીની સ્થિતિ

image source

મોબાઈલથી એલપીજી ગેસ સિલિન્ડરની સબસીડીની સ્થિતિ વિશે જાણવા માટે તમારે સૌથી પહેલા Mylpg.in પર જવું પડશે. આ વેબસાઈટમાં તમને ત્રણ પેટ્રોલિયમ કંપની (એચપી, ભારત અને ઇન્ડેન) ના ટેબ દેખાશે. અહીં તમારે તમારા સિલિન્ડરની કંપની પસંદ કરવાની રહેશે.

image source

હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે. મેન્યુમાં ક્લિક કરતા ત્યાં તમારો 17 અંકનું એલપીજી આઈડી નાખો. જો ગ્રાહકને તેનું એલપીજી આઈડી ન ખબર હોય તો ‘Click here to know your LPG ID’ પર જવું.

હવે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર, એલપીજી ગ્રાહક આઈડી, રાજ્યનું નામ અને એજન્સીની માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ કેપ્ચા કોડ ભરી પ્રોસેસ બટન પર ક્લિક કરવું.

image source

પ્રોસેસ ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને એલપીજી આઈડી દેખાશે.

હવે એક પૉપઅપ પર તમારા ખાતાની માહિતી દેખાશે. અહીં તમારા બેંક ખાતા અને આધારકાર્ડ સાથે એલપીજી આઈડી લિંક છે કે કેમ માહિતી જાણવા મળશે અને એ પણ જાણવા મળશે કે તમે સબસીડીનો વિકલ્પ છોડી દીધો છે કે કેમ ?

image source

પેજમાં એક ઓપશન “સિલિન્ડર બુકીંગ હિસ્ટ્રી કે સબસીડી ટ્રાન્સફર” પર ક્લિક કરો. ક્લિક કરવાથી તમને તમારી સબસીડીની રકમ પણ જાણવા મળી જશે.

અહીં નોંધનીય છે કે ગેસ સિલિન્ડરની કિંમત દર મહિને બદલાતી હોય છે અને તેની કિંમત એવરેજ ઇન્ટરનેશનલ બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર પર આધારિત હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત