તમારા મનગમતા આ બોલિવૂડ સ્ટાર્સ છે ટકલા, નકલી વાળનો કરે છે ઉપયોગ, નંબર 3 વિશે જાણીને તમને પણ લાગશે નવાઇ

બોલીવૂડ એવી દુનિયા છે જ્યાં કળાની સાશે સાથે શારીરિક બનાવટ પણ ઘણી મહત્ત્વની માનવામાં આવે છે. આ એક ગ્લેમર વર્લ્ડ છે અહી તમારે પ્રતિભાવાન હોવાની સાથે સાથે સુંદર અને સ્માર્ટ હોવું પણ જરૂરી છે. બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં સિતારાઓની અસલી સ્ટાઇલ તો તેમના વાળથી જ ખબર પડતી હોય છે. દરેક અભિનેતા બોલીવૂડ ફિલ્મોમાં ખૂબ જ કૂલ લાગતો હોય છે અને તેમનો અંદાજ પણ દર્શકોને ખૂબ પસંદ આવતો હોય છે માટે જ તેઓ લાખો-કરોડોનું ફેન ફોલઇઁગ ધરાવતા હોય છે. પરંતુ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા અભિનેતા છે જેઓ ગંજાપણાના એટલે કે ટાલિયાપણાનો શિકાર બની ગયા છે પણ તેમને હેયર ટ્રાન્સપ્લાન્ટ કે વીગની મદદથી નવું રૂપ મેળવ્યું છે. તો ચાલો જાણીએ આવા સિતારાઓ વિષે.

સાઉથના સુપર સ્ટાર રજનીકાંત

image source

અભિનેતા રજનીકાંતને સાઉથમાં લોકો ભગવાન સમાન ગણે છે. રજનીકાંત જેટલા સ્ટાઇલિશ અને ડેશિંગ ફિલ્મોમાં દેખાય છે, તેનાથી તદ્દન અલગ તેઓ પોતાના વાસ્તવિક જીવનમાં દેખાય છે. જો કે તેમનો પ્રભાવ જરા પણ ઓછો નથી થતો. તેઓ પોતાના વાસ્તવિક જીવનમાં સાવ જ નોર્મલ રીતે જીવવાનુ પસંદ કરે છે. તેમના મોટાભાગના વાળ ખરી ગયા છે અને ઓફસ્ક્રીન જ્યારે પણ તેમને જાહેરમાં જોવામાં આવે ત્યારે તેમના માથા પરની ટાલને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેમણે તેને ક્યારેય છૂપાવવાનો પ્રયાસ પણ નથી કર્યો. પણ જેવા જ તેઓ ઓનસ્ક્રીન આવે છે તેમનો આખો લૂક બદલાઈ જાય છે અને તેમના જેવુ સ્ટાઇલીશ કોઈ જ નથી લાગતું.

અક્ષય કુમાર

image source

બોલીવૂડના ખિલાડી ભાઈ અક્ષય કુમારની ગણતરી પણ દેશના સુપરસ્ટાર્સમાં થાય છે. તેમની એક એક ફિલ્મ પ્રોડ્યુસર્સને સેંકડો કરોડો રૂપિયાની કમાણી કરાવી આપે છે. અક્ષય કુમારના ચાલવા, બોલવા અને પહેરવા ઓઢવાને આજનો યુવા વર્ગ ફોલો કરે છે માત્ર યુવાનો જ નહીં પણ ટીનેજર્સ પણ તેમને ફોલો કરે છે. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અક્ષયને પણ વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો
પડ્યો હતો અને તેમમે તેના માટે હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું છે. અને હવે તેઓ ફરીવાર પહેલા જેવા જ ચાર્મિંગ લાગવા લાગ્યા છે. પણ હવે અક્ષયના વાળ ફરી પાછા ખરવા લાગ્યા છે ફિલ્મ ગોલ્ડમાં તેમણે નકલી વાળનો ઉપયોગ કર્યો હતો. અને માહિતી મળી છે કે તેઓ પોતાનું હેર ટ્રાન્સપ્લાન્ટ ફરીથી કરાવવાના છે.

સલમાન ખાન

image source

સલમાન ખાનના વાળની સમસ્યાને તો આપણે બધા જ જાણીએ છીએ. સલમાનની પહેલાની ફિલ્મોમાં તમે સલમાનના વાળ જોયા જ હશે. તેમના વાળ જૂની ફિલ્મોમાં ખૂબ જ સિલ્કી અને સુંવાળા દેખાય છે. પણ સમય જતાં તેમના વાળ પણ ખરવા લાગ્યા હતા. જો કે તેમની કેરિયર તો ટોચ પર જ હતી અને તેમની ટાલના કારણે તે ટોચ પરથી નીચે ન સરકી પડે તેના માટે તેમણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે. તેમણે અમેરિકામાં જઈને હેર વિવિંગ કરાવ્યું હતું અને આજે તમે જે વાળ સલમાનના માથા પર જુઓ છો તે હેર વિવિંગની કમાલ છે. તે તેમના અસલી વાળ નથી.

કપિલ શર્મા

image source

કપિલ શર્મા વિષે તો તમે ક્યારેય વિચાર્યું જ નહી હોય કે તેના માથામાં પણ ટાલ છે. કપિલ શર્મા આજે દેશના ઉત્તમ કોમેડિયનોમાંના એક છે. જો તમે કપિલ શર્માની સૌથી પહેલી વિડિયો જોશો તો તમને તરત જ તફાવત દેખાઈ જશે, કપિલ શર્માની કેરિયરની શરૂઆતમાં તેમના માથામાં ખૂબ જ ઓછા વાળ હતા. ધીમે ધીમે કપિલ લોકપ્રિયતા મેળવતા ગયા અને છેવટે તેમણે પોતાનું હેરટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું
નક્કી કર્યું. અને આજે તમે કપિલના માથા પર વાળનો ગ્રોથ જોઈ રહ્યા છો તે હેર ટ્રાન્સપ્લાન્ટની કમાલ છે.

અમિતાભ બચ્ચન

image source

એક સમય હતો જ્યારે અમિતાભ બચ્ચનને પોતાના સુંદર ઘેરા કાળા વાળ માટે વખાણવામાં આવતા હતા અને લોકો તેમના વાળની કોપી કરતા હતા. આજે પણ એવા લોકો તમને મળી જશે જેમની હેરસ્ટાઇલ અમિતાભ બચ્ચન જેવી હશે. પણ તમને એ નહીં ખબર હોય કે સદીના મહાનાયકના વાળ પણ તેમની ઉંમર વધતાં ખરવા લાગ્યા હતા. અને એક સમયે તેમના માથામાં ટાલ પણ દેખાવા લાગી હતી. જે વૃદ્ધત્ત્વની એક સામાન્ય નિશાની છે. પણ તેમની કેરિયર તો હજુ પણ બુલંદિ પર હતી માટે તેમને ટાલિયુ થવું તે જરા પણ પોસાય તેમ નહોતું. જો કે એવું કહેવાય છે કે તેઓ પબ્લિક પ્લેસમાં જતા પહેલાં વિગ લગાવી લે છે. તેના માટે તેમની હેયર સ્ટાઇલ અને ઉંમર પ્રમાણે સ્પેશિયલ વિગ બનાવવામાં આવી છે. એ જ કારણ છે કે લોકોને અત્યાર સુધી તેમના પર શંકા નથી ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત