LPG ગ્રાહક માટે સૌથી સારા સમાચાર, તમે જ્યારે ઈચ્છો ત્યારે બદલી શકશો તમારા ડિસ્ટ્રિબ્યુટર, બસ આટલું કરી નાંખો

હાલમાં લગભગ દરેક લોકો LPG વાપરી રહ્યાં છે. ત્યારે હવે આવા ગ્રાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. કારણ કે સરકાર એક મોટી રાહત આપવાનો વિચાર કરી રહી છે. આ રાહત એવી છે કે હવે LPGનો ઉપયોગ કરનારા ગ્રાહકો જાતે જ એ નક્કી કરી શકશે કે તેમને ક્યાં ડિસ્ટ્રિબ્યુટર પાસેથી ગેસ રિફિલ કરાવવો છે. એવું નહીં કે કંપની કહે ત્યાં જ જવાનું. આ નિયમ પછી તેમણે પોતાની પસંદગીના ડિસ્ટ્રિબ્યુટરની પસંદગી કરવાનો વિકલ્પ મળશે. આ રાહત બાદ લોકોમાં પણ ખુશીનો માહોલ છે.

image source

જો આ નવી સુવિધા વિશે વાત કરવામાં આવે તો તેને રિફિલ બુકિંગ પોર્ટેબિલિટી એવું નામ પણ આપવામાં આવ્યું છે અને દેશના પસંદગીનાં શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપમાં આગામી સપ્તાહમાં શરૂ કરવામાં આવી શકે છે એવી માહિતી પણ હાલમાં મળી રહી છે. જો વિગતે વાત કરીએ તો અત્યારે તમે જો ગેસ-સિલેન્ડર બુક કરાવો છો અને જે ડિસ્ટ્રિબ્યુટર પાસેથી તમે કનેક્શન લીધેલું છે તે તમારા સિલિન્ડરની ડિલિવરી કરે છે, એટલે કે તમે જે ડિસ્ટ્રિબ્યુટર પાસેથી ગેસ-કનેક્શન લીધું છે એ તમારા ગેસને લગતી તમામ સુવિધા તે ડિસ્ટ્રિબ્યુટર દ્વારા આપવામાં આવે છે. આ વાત હાલની પરિસ્થિતિની છે.

ટૂંકમા વાત કરીએ તો આ નિયમ પ્રમાણે હાલમાં તમારી પાસે ડિસ્ટ્રિબ્યુટર બદલવાનો કોઈ જ વિકલ્પ રહેતો નથી. પરંતુ યોજના બદલશે પછી તમારા શહેરમાં તમે નવા સિલિન્ડર બુક કરાવશો તો તમારી પાસે ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવાનો વિકલ્પ પણ મળશે. આ સાથે જ સારી બાબત એ છે કે તમારા વિસ્તારમાં જે પણ ડિસ્ટ્રિબ્યુટર છે એ બધાની યાદી તમને દેખાશે. તમે ડિસ્ટ્રિબ્યુટરનું રેટિંગ અને અન્ય સુવિધાઓ જોઈને પણ પસંદ કરી શકો એવી સુવિધા હશે.

image source

વાત કરીએ તો આટલું કર્યા પછી તમે જે ડિસ્ટ્રિબ્યુટર પસંદ કર્યા હશે એ જ તમને સિલિન્ડરની ડિલિવરી કરવા આવશે. રેટિંગ એટલે શું એ આપને ખ્યાલ જ છે કે તમે જ્યારે પણ ગૂગલ પર કંઈ ખરીદો છો અથવા સર્ચ કરો છો તો તમને સ્ટાર રેટિંગ દેખાય છે. આ રેટિંગ દર્શાવે છે કે પ્રોડક્ટ અથવા સર્વિસ કેટલી સારી છે. 5 સ્ટાર રેટિંગ એટલે કે સૌથી સારું રેટિંગ અને 1 સ્ટાર એટલે સૌથી ખરાબ. એવી જ રીતે ડિસ્ટ્રિબ્યુટરનું પણ રેટિંગ કરવામાં આવશે અને પછી જ પસંદ કરવાનું રહેશે.

જો આ સુવિધા વિશે વાત કરવામાં આવે તો લોકોને અમુક મુંજવતા પ્રશ્નોનું પણ સમાધાન મેળવી લઈએ. શું આ સુવિધા સંપૂર્ણ દેશમાં લોકોને લાભ મળશે તો એના જવાબ છે ના. અત્યારે આ યોજના પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપમાં છે. સરકારે આ માટે દેશનાં 5 શહેરની પસંદગી કરી છે, જ્યાં આ યોજના શરૂ થશે. આ શહેરોમાં ચંડીગઢ, કોઈમ્બતુર, ગુડગાંવ, પુણે અને રાંચીનો સમાવેશ થાય છે. આ નિયમ પછી ઓનલાઈન સિલિન્ડર બુક કરવાની પદ્ધતિ પણ બદલાશે? એવો કોઈ લોકોને સવાલ હોય તો એનો જવાબ છે ના. કારણ કે ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવા ઉપરાંત સિલિન્ડર બુક કરવાની સંપૂર્ણ પ્રક્રિયામાં કોઈ પરિવર્તન નહીં હોય એવી સાથે જ જાહેરાત કરવામાં આવી છે

image source

જો ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો એ કંઈક આ પ્રમાણે હશે.

સૈથી પહેલાં www.mylpg.in વેબસાઈટ પર જાવ અને તમારા LPG આઈડીથી લોગ-ઈન કરો.

લોગ-ઇન કર્યા બાદ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે, જો પહેલાથી જ હોય તો વાંધો નથી.

આટલું કર્યા બાજ તમને તમારા વિસ્તાર પ્રમાણે ડિસ્ટ્રિબ્યુટરની માહિતી બતાવશે.

ડિસ્ટ્રિબ્યુટર પસંદ કર્યા બાદ તમને એક મેલ પર કન્ફર્મેશન માટે એક ફોર્મ મોકલશે.

એમાં પણ જો તમે ડિસ્ટ્રિબ્યુટર બદલી રહ્યાં છો અથવા જાણકારી તમારા વર્તમાન ડિસ્ટ્રિબ્યુટરને મોકલવામાં આવશે.

ત્યરબાદ વર્તમાન ડિસ્ટ્રિબ્યુટર 3 દિવસમાં ફોન પર તમારા ડિસ્ટ્રિબ્યુટર ન બદલવા માટે પણ વિનંતી કરી શકે.

જો તમે વર્તમાન ડિસ્ટ્રિબ્યુટર સાથે જ રહેવા ઈચ્છો છો તો તેની પાસે તમારી રિક્વેસ્ટ કેન્સલ કરવાનો ઓપ્શન પણ આપવામાં આવશે.

જો તમે વર્તમાન ડિસ્ટ્રિબ્યુટર બદલવા ઈચ્છો છો તો ફોન પર તેને આ માટે કહી શકો છો. જેના કારણે તે તાત્કાલિક તમારું કનેક્શન નવા ડિસ્ટ્રિબ્યુટરને ટ્રાન્સફર કરી આપશે.

image source

જો વર્તમાન ડિસ્ટ્રિબ્યુટર 3 દિવસમાં તમારું કનેક્શન ટ્રાન્સફર ન કરે તો ચોથા દિવસે તમારું કનેક્શન નવા ડિસ્ટ્રિબ્યુટરને આપમેળે જ ટ્રાન્સફર થઈ જશે એવી પણ સુવિધા આપવામાં આવશે.

તમારે તમારા સિલિન્ડર અને અન્ય સામગ્રીઓને જમા કરવાની જરૂર પડશે નહીં. તમારે ડિસ્ટ્રિબ્યુટર પાસે જવાની પણ જરૂર રહેશે નહીં. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હશે.

જો કે આ બધી જ વસ્તુ માટે તમારે કોઈ ચોર્જ આપવાનો નથી એની ખાસ નોંધ લેવી.