પિઝાનું આ સ્વરૂપ જોઈને તમારા પણ ઉડી જશે હોશ, માટીના કુલ્લડમા વહેંચાઇ રહ્યા છે પીઝા…

શું આપણે કુલ્હાડમાં પીઝા ખાવાની કલ્પના કરી શકીએ છીએ જેમાં આપણે ચા પીએ છીએ અથવા લસ્સી નો સ્વાદ લઈએ છીએ ? કદાચ નહિ. પરંતુ સુરતના ફૂડ સ્ટોલએ કુલ્હાડ પિઝા લોન્ચ કર્યું છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જશે.

image source

ઇટાલિયન વાનગી પીઝા માટે એક કહેવત છે કે પ્રેમ નિરાશ કરી શકે છે, પરંતુ પિઝા નહીં. ગુજરાત ના સુરત શહેરમાં આવો નવો રંગ આપવામાં આવ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો. કુલ્હાડમાં પિઝા સુરતમાં સ્ટ્રીટ સાઇડ ફૂડ સ્ટોલ પર પીરસવામાં આવે છે. દેશમાં પ્રથમ વખત પિઝા સાથે આવો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ અનોખા પિઝા ના ફોટો-વીડિયો પણ ભારે વાયરલ થઈ રહ્યા છે. એટલું જ નહીં, ઘણા લોકો એ કહ્યું કે તેઓ આ નવા પિઝા નો સ્વાદ લેવા માટે બેચેન છે.

2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા :

image source

કુલ્લ્ડમાં પીરસાતા આ પીઝાનો વિડીયો આમચી મુંબઈ નામના યુ ટ્યુબ પેજ પર મુકવામાં આવ્યો છે, જે અત્યાર સુધી વીસ લાખ થી વધુ વખત જોવામાં આવ્યો છે, અને હજુ પણ વાયરલ થઈ રહ્યો છે. આ અનોખા પિઝા ને સુરત ના પ્રખ્યાત નાસ્તા ના આઉટલેટ કોન ચાટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ વીડિયો જોયા બાદ લોકોએ ઘણી રમૂજી ટિપ્પણીઓ પણ કરી છે.

image source

એક યુઝરે લખ્યું છે કે, ‘મને ભારતીય હોવા નો ગર્વ છે, જેની પાસે કુલ્લ્ડમાં પિઝા બનાવવા ની આટલી પ્રતિભા છે.’ તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘હું તેનો આત્મવિશ્વાસ જોઈને આશ્ચર્યચકિત છું કે તેણે પીઝામાં મેયોનેઝ ના ત્રણ સ્તરો કેવી રીતે મૂક્યા. તે પિઝા નથી, તે પોટ્ઝા છે! આ જોઈને ઈટાલિયનો કૂદી પડ્યા.

આ રીતે કુલ્લ્ડમાં પીઝા બનાવવામાં આવે છે :

આ વીડિયોમાં જોવા મળે છે કે કુલ્લ્ડ પિઝા બનાવવા માટે, વ્યક્તિ પહેલા એક બાઉલમાં શાકભાજી, બ્રેડ ક્રમ્બ્સ, મસાલા અને ચીઝ નું મિશ્રણ તૈયાર કરે છે. આ માટે, તેમણે બાફેલા મકાઈ, સમારેલા ટામેટાં, ચીઝ ક્યુબ્સ નો ઉપયોગ કર્યો છે, જેમ કે મેયોનેઝ અને ટોમેટો કેચઅપ વગેરે ઘણી ચટણીઓ સાથે.

image source

આ પછી તેમાં ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, ચટણી અને મીઠું ઉમેરો. પછી આ આખા મિશ્રણ ને કુલ્લ્ડમાં ભરી દો. આ પછી ઉપર ચટણી અને પ્રવાહી ચીઝ મૂકો. પછી ઘણું મોઝેરેલા ચીઝ નાખો અને છેલ્લે આ કુલ્લ્ડ પિઝાને માઇક્રોવેવમાં રાંધવા મૂકો. રાંધ્યા પછી સમારેલા લીલા ધાણા થી સજ્જ કુલ્લ્ડ પીઝા પીરસો.