Site icon News Gujarat

OMG! આ ખેડૂતના ખેતરમાં ઉગે છે તરબૂચ જેવડા અઢી કિલોના લીંબુ, વાંચો તો ખરા કેવી રીતે કરે છે ખેતી

સામાન્ય રીતે લીંબુનો આકાર હાથમાં પકડી શકાય તેટલો નાનકડો હોય છે. આમ તો લીંબુની ઘણી પ્રજાતિઓ છે જેની રચના અને સ્વાદ પણ અલગ અલગ હોય છે. પરંતુ લગભગ દરેક પ્રજાતિના લીંબુનો આકાર તો સરખો જ હોય છે અને તે હથેળીથી મોટો નથી હોતો. પણ જો તમને એમ કહેવામાં આવે કે એક લીંબુનું વજન અઢી કિલો જેટલું છે તો તમને નવાઈ લાગી જશે. પણ આ હકીકત ચબે હરિયાણા રાજ્યના હિસારની. હિસારના એક ખેડૂતે ઉછેર કરેલા લીંબુના ઝાડમાં આવડું મોટું લીંબુ ઉગ્યું છે.

image source

આ સંબંધી વિસ્તૃત માહિતી મુજબ હિસારના કિશનગંજ ખાતે રહેતા ખેડૂત વિજેન્દ્ર થોરીના ખેતરમાં તરબૂચના આકારના લીંબુ ઉગ્યા છે અને તેને નજરે નિહાળવા દૂરદૂરથી લોકો આવી રહ્યા છે અને પોતાની સાથે લીંબુ લઈ પણ જાય છે. માહિતી મુજબ આ ખેડૂતના ખેતરમાં અઢીથી ત્રણ કિલોના લીંબુ પાક્યા છે અને તેનો વિશાળ આકાર જોઈ સૌ કોઈને નવાઈ થઈ રહી છે. નોંધનીય છે કે આવડા મોટા લીંબુને લઈને ખુદ ખેડૂત વિજેન્દ્ર થોરી પણ ઉત્સાહિત છે અને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાની તૈયારી કરે છે.

image source

નોંધનીય છે કે વિજેન્દ્ર થોરીએ થોડા વર્ષો પહેલા પોતાના સાત એકરના ખેતરમાં પંજાબથી લાવેલા કિન્નુંના છોડ વાવ્યા હતા. એ સિવાય વચ્ચે તેણે માલ્ટા, મોસંબી અને લીંબુના છોડ પણ લગાવ્યા હતા. કિન્નુંની સાથે સાથે લીંબુના ઝાડ પર પણ ફળ આવવા લાગ્યા. પરંતુ નવાઈ એ વાતની હતી કે લીંબુનો આકાર સામાન્ય લીંબુ કરતા ક્યાંય મોટો હતો. વિજેન્દ્રના ખેતરમાં થયેલા લીંબુના એક ફળનો વજન પણ અઢીથી સાડા ત્રણ કિલો જેટલો હતો.

image source

વિજેન્દ્રએ આ લીંબુના છોડમાં પહેલાથી જ સંપૂર્ણ ઓર્ગેનિક ખાતર નાખ્યું હતી. ગ્રામજનોનું કહેવું છે કે આ કારણે જ લીંબુનો આકાર સામાન્ય લીંબુ કરતા આટલો મોટો છે.

image source

વિજેન્દ્રના ખેતરમાં થયેલા લીંબુના આકાર અને વજનની વાત સાંભળી આજુબાજુના ગામના ખેડૂતો પણ વિજેન્દ્રના ખેતરે આ લીંબુ જોવા અને તેના વિશે જાણવા આવે છે. એટલું જ નહીં પણ લીંબુને નજરે નિહાળ્યા બાદ અન્ય લોકોને પણ તેની માહિતી મળે તે માટે તેના ફોટા પણ પાડી રહ્યા છે.

image source

વિજેન્દ્ર થોરીએ આ લીંબુને ખેતીના નિષ્ણાંતોને પણ બતાવ્યા પણ કોઈ તેની સાચી પ્રજાતિ વિશે માહિતી ન આપી શક્યા. સાથે જ મોટા આકારના આ લીંબુ પથરીના દર્દીઓ માટે પણ રામબાણ ઈલાજ સાબિત થઈ રહ્યા છે. ખેડૂત વિજેન્દ્ર થોરીના કહેવા મુજબ આ લીંબુની શીકંજી બનાવીને પીવાના કારણે તેના ગામમાં એક પણ પથરીનો રોગી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version