તમારું બાળક કોરોના પોઝિટિવ આવે અને ધરે જ કોરેન્ટાઇન થાય તો શું રાખશો કાળજી, જાણી લો આ વિશે A TO Z માહિતી

કોરોના પોઝિટિવ હોવું એ કોઈપણ બાળક માટે માનસિક અસ્વસ્થ પરિસ્થિતિ હોય શકે છે. પરિવારની સંભાળ અને કાળજીની મદદથી બાળકોને હિમ્મત મળે છે અને તે ઝડપથી રિકવરી મેળવવામાં સક્ષમ રહે છે.

કોરોનાની બીજી તરંગ બાળકો માટે પણ જોખમી સાબિત થઈ રહી છે. આ વખતે કોરોના સાથેની લડત પહેલા કરતા વધારે મુશ્કેલ બની ગઈ છે અને જો બાળકોને કોરોના પોઝિટિવ આવે છે, તો મુશ્કેલી વધી જાય છે. કારણ કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેથી જો તેમને કોરોના હોય ત્યારે તેમની વિશેષ કાળજી લેવાની જરૂર છે. જો તમારા ઘર અથવા કુટુંબના કોઈ બાળકને કોરોના થયો છે, તો તેમને ઘરમાં કોરોનટાઇન સમયે કાળજી લેવા માટે આ ટિપ્સ જરૂરથી કામ આવશે.

image source

ઘરે જ રિકવરી મેળવવામાં આ રીતે મદદ કરવી –

  • જેમ તમે તમારા માંદા બાળકની સંભાળ લો છો, તેવી જ રીતે તમારા કોરોના પોઝિટિવ બાળકનું પણ ધ્યાન રાખવું પડશે. આ માટે અહીં જણાવેલી ટીપ્સ અનુસરો.
  • – પ્રવાહીની મદદથી, બાળકના શરીરને હાઇડ્રેટેડ રાખો અને તેને પૂરતો આરામ આપો.
  • – તેમના હાથને ઓછામાં ઓછા 20 સેકંડ માટે સાબુ અને નવશેકા પાણીથી યોગ્ય રીતે ધોવા માટે સમજાવો.
  • – બીમાર બાળકને એક અલગ રૂમમાં રાખો, પરંતુ જો તમારું ઘર નાનું છે અને તમારા બાળક માટે એક અલગ રૂમ નથી, તો શક્ય તેટલું તેને બાકીના પરિવારથી દૂર રાખો.

    image source
  • – પરિવાર સાથે રહીને બાળકને માસ્ક પહેરેલો રાખો.
  • – બાળકને સમજાવો કે ઉધરસ અથવા છીંક આવતા સમયે ટીશ્યુનો ઉપયોગ કરવો અને ટીશ્યુના ઉપયોગ પછી તેને તરત જ ડસ્ટબીનમાં ફેંકી દેવું.
  • – બાળકનાં વાસણો, કપ, ટુવાલ અને ચાદર વગેરે અલગ રાખો.
  • – બાળક વધુ અને વધુ જે જગ્યા પર સ્પર્શ કરે છે તે વસ્તુઓ અને સ્થાનોની સફાઈ ચાલુ રાખો.
image source

બાળકને ક્યારે હોસ્પિટલમાં લઈ જવું

  • – જો બાળકમાં હળવા લક્ષણો હોય, તો તમે ઘરે તેની સંભાળ રાખી શકો છો. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર મુજબ, કોરોના પોઝિટિવ બાળકોને ઘરે જ કોરોનટાઇન રાખવા જોઈએ. આ વાયરસને ફેલાતા અટકાવી શકે છે.
  • – જો બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અથવા તેના લક્ષણો ગંભીર છે, તો ડોક્ટર સાથે વાત કરો અને તેને હોસ્પિટલમાં લઈ જાઓ.
  • – જે બાળકોને પહેલાથી જ અસ્થમા અને ટાઈપ 1 ડાયાબિટીસ જેવા રોગ છે, તેમના માટે કોરોના પોઝિટિવ હોવું જોખમી હોઈ શકે છે. આવા બાળકોને ઘરે જ કોરોનટાઇન કરવા જોઈએ, જેથી વાયરસ બહાર વધુ પ્રમાણમાં ન ફેલાય.

પરિવારના સભ્યો શું કરવું જોઈએ –

image source

જો તમારી પાસે બાળકને અલગ રાખવા માટે એક અલગ રૂમ નથી અને કોરોના પોઝિટિવ બાળક પરિવાર સાથે રહે છે, તો આ મુદ્દા જરૂરથી ધ્યાનમાં રાખો:

  • – જો બાળક માસ્ક પહેરી શકતું નથી, તો તેની સાથે રહેતા બાકીના લોકોએ માસ્ક પહેરવું જોઈએ.
  • – રૂમમાં હવાની અવરજવર હોવી જોઈએ. આ માટે તમે રૂમની બારી પણ ખોલી શકો છો.
  • – કોઈ પણ મહેમાનને ઘરે આવવા ન દો અને ઘરમાં કોઈ વૃદ્ધ અથવા બીમાર વ્યક્તિ છે, તો તેનાથી બાળકોને અલગ રાખો.
  • – પરિવારના દરેક સંભ્યઓએ થોડા-થોડા સમયમાં હાથ ધોવા જોઈએ અને તમારે તમારા હાથ 20 સેકંડ સુધી ધોવા.
  • – બીમાર વ્યક્તિના કપડા, ચાદરો અને ટુવાલ ગરમ પાણીમાં ધોઈ લો અને આ સમયે હાથ પર મોજા પહેરો. બધા જ કપડાં ધોયા પછી હાથ ધોઈ લો.
  • – ઘરમાં સ્વિચ, રમકડાં, રીમોટ કંટ્રોલ, સિંક નળ અને ફોન સાફ કરો. બીમાર બાળકની વસ્તુઓને સ્વચ્છ કરીને અલગ રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!