આ રીતે પગ પરથી જાણી લો તમારા ભાગ્ય વિશે, નહિં જરૂર પડે કોઇને કુંડળી બતાવવાની પણ

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ શાસ્ત્ર છે કે, જેમા અનેકવિધ ગૂઢ રહસ્યો છુપાયેલા છે. આ રહસ્યો એટલા ગૂઢ હોય છે કે, જો કોઈ વ્યક્તિને તેનુ જ્ઞાન થઇ જાય તો તે તેના આવનાર ભાવી વિશે માહિતી મેળવી શકે છે. મુખ્યત્વે જ્યારે પણ જ્યોતિષની વાત આવે તો મગજમા આઉથી પહેલી વાત હથેળી અને તેની રેખાઓ વિશે આવતી હોય છે પરંતુ, આજે આ લેખમા અમે તમને હથેળી સિવાયના એક એવા માધ્યમ વિશે જણાવીશુ કે, જેની મદદથી પણ તમે તમારા આવનાર ભાવી વિશે માહિતી મેળવી શકો.

image source

સમુદ્રવિજ્ઞાન પ્રમાણે તમારુ નસીબ એ તમારા હાથની રેખાઓ જ નહી પરંતુ, તમારા પગ પણ કહી શકે છે. કોઈપણ વ્યક્તિનો સ્વભાવ અને આવનાર ભાવિ એ તેમના પગના આકારના આધારે ઓળખાય છે. પગ અને અંગૂઠા એ તમારા જીવન સાથે સંકળાયેલી અનેકવિધ રસપ્રદ માહિતી તમને જણાવે છે, તો ચાલો જાણીએ કે તમારા પગ શું કહે છે તમારા વ્યક્તિત્વ વિશે?

image source

સમુદ્રવિજ્ઞાન પ્રમાણે જેમના પગ ખુબ જ નરમ અને મુલાયમ હોય છે તે લોકોનુ આવનાર ભાવી ખૂબ જ તેજસ્વી હોય છે. આ લોકોએ જીવનમા સુખ અને સુવિધાઓ મેળવવા માટે વધારે પડતી મહેનત કરવી પડતી નથી. જો તેમના જીવનમા કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો તે તેનો સામનો નિશ્ચિતપણે અને ખુબ જ સરળતાથી કરી લે છે.

image source

તમે ઘણા લોકોના અંગૂઠા જોયા હશે કે, જેમા જગ્યા હોય. આવા લોકો જીવનમા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. સફળતા મેળવવા માટે આ લોકોએ ખૂબ જ વધારે પડતો પરિશ્રમ કરવો પડશે પરંતુ, તેમના અથાગ સંઘર્ષ બાદ તેમને સફળતા અવશ્યપણે મળે છે. આ સિવાય જે લોકોના અંગૂઠા એકસાથે હોય તેમના ભાગ્યમા વિશેષ સુખ અને સમૃદ્ધિ હોય છે. આ લોકોને સામાન્ય રીતે બધી જ ખુશીઓ મળે છે. આ લોકો ક્યારેય પણ કોઈપણ કામમા પીછેહઠ કરતા નથી.

image source

જે લોકોના પગના અંગુઠા એકસાથે જોડાયેલા હોય તેવા પુરુષોની પત્નીઓ ખુબ જ આજ્ઞાકારી હોય છે, તે તેના પતિની દરેક વસ્તુનુ પાલન કરે છે અને હંમેશા તેમનુ સમર્થન કરે છે. જો કોઈ સ્ત્રીની તર્જની આંગળી મોટી હોય તો તેનો પતિ તેની બધી જ વાત માને છે. ઘણા લોકો પગમા નસો દેખાય છે, જે જરાપણ સારુ માનવામા આવતુ નથી.

image source

આ લોકોએ પોતાના સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. તે જ સમયે જો પગ ફાટેલા છે તો તે પણ ખરાબ ભાગ્યનુ સૂચક છે, આ સિવાય જે લોકોની આંગળીઓ એક જ આકારમા હોય છે તે સ્વભાવથી ખૂબ જ શાંત હોય છે. તેને સામાન્ય જીવન જીવવાનુ ગમે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ