જો તમારા ફોનમાં પણ કોરોના રસી માટેનો આ ટાઇપનો SMS આવ્યો હોય તો ચેતી જજો નહિં તો..જાણી લો આ નવા વાયરસ વિશે

હજુ પણ ભારતમાં કોરોના વાયરસ પોતાનો પ્રભાવ દેખાડી રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં હજુ પણ કોરોના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. હા, કોરોના વાયરસની બીજી લહેરમાં દરરોજ જે પોઝિટિવ કેસો નોંધાતા હતા અને દરરોજ જેટલા દર્દીઓ મૃત્યુ પામતા હતા તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

જો કે આ સિવાય ભારતમાં કોરોના વેકસીનની અછત અને કોવિન પ્લેટફોર્મ પર એપોઇન્ટમેન્ટ લેવાની હોડમાં છેતરપીંડી આચરનારા સ્કેમર્સ ત્યાં લોકોને મૂર્ખ બનાવી તેને છેતરી રહ્યા છે. એક નવો એન્ડ્રોઇડ વાયરસ sms દ્વારા લોકોના ફોનમાં અને સિસ્ટમમાં પહોંચી રહ્યો છે અને બાદમાં કોવિડ 19 રજિસ્ટ્રેશન અને વેકસીનને લઈને એક લિંક ક્રિએટ કરે છે. આ એવો મુદ્દો છે કે જ્યાં વેકસીન રજિસ્ટ્રેશનની વેબસાઈટમાં થોડો ઘણો ફેરફાર કરી તેને ફેક બનાવીને આગળ ફેલાવવામાં આવે છે.

ત્યારબાદ આ વાયરસ લોકોને તેના કોન્ટેકટ, સમસ અને બીજી માહિતીઓ માંગે છે. સાઇબર સિક્યુરિટી ફર્મ એટલે કે ESET માં માલવેર રિસર્ચર Lukas Stefanko એ જણાવ્યું હતું કે આની શરૂઆત એપ્રિલ 2021 થી થઈ રહી છે અને આ ભારતમાં હજુ પણ ચાલી રહ્યો છે.

આ રીતે ફેલાઈ રહ્યો છે માલવેયર

આ sms માલવેયર વાયરસ અહીં કોવિડ 19 ના મફત રજિસ્ટ્રેશનની લાલચ આપે છે અને બાદમાં તે મેસેજ દ્વારા નકલી મફત રજિસ્ટ્રેશન અને કોરોના વેકસીન સંબંધિત માહિતી દ્વારા યુઝર્સને ટાર્ગેટ કરે છે. આ માલવેયર sms દ્વારા આપમેળે જ ફેલાઈ છે અને સ્માર્ટફોનમાં રહેલા કોન્ટેકટને પણ ટાર્ગેટ કરી તેને ડાઉનલોડ કરવા માટે જણાવે છે. આ માલવેયરના અનેક નામો છે જેમ કે કોવિડ 19 વેકસીન, કોવિડ 19 વેકસીન રજિસ્ટ્રેશન, વેકસીન રજિસ્ટ્રેશન વગેરે..

તાજેતરમાં જ ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી જેમાં નકલી કોવિન વેકસીન રજીસ્ટ્રેશન એપ્સ અને sms ને લગતી માહિતી આપવામાં આવી છે. આ ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફેક મેસેજને sms દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે. અહીં આ માલવેયર યુઝર્સને એપ અને apk ફાઇલ ડાઉનલોડ કરવા માટે કહે છે.

નોંધનીય છે કે આવા માલવેયર વાયરસથી બચવા માટે એક જ સૌથી સરળ રસ્તો છે અને તે એ કે કોઈપણ અજાણી લિંક કે sms પર ક્લિક ન કરવું. કોરોના સંબંધે હમેંશા આરોગ્ય સેતુ એપ અથવા સરકારની સત્તાવાર કોવિન વેબસાઈટ પર જ જવું. એ ઉપરાંત ફોરવર્ડ કરાયેલા sms કે લિંક પર ધ્યાન ન આપવું અને જો ભૂલથી પણ કોઈ લિંક પર ક્લિક થઈ જાય અને તમારી અંગત માહિતી માંગવામાં આવે તો કોઈપણ પ્રકારની માહિતી ન આપવી જ હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *