શું તમે ફોન લેવાનું વિચારી રહ્યા છો? તો સેમસંગના આ ફોનના ભાવમાં થયો છે જબરો ધટાડો, કરી લો એક નજર

સેમસંગ ગેલેક્સી એ 71 એ ગેલેક્સી એ51ના ભાવને ભારતમાં ઘટાડી દેવામાં આવ્યા છે. સેમસંગે ગેલેક્સી એ સીરીઝના આ બન્ને ફોન્સની કીંમતમાં 2000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ પર હવે આ સ્માર્ટફોન્સ નવા ભાવ સાથે લિસ્ટેડ છે. સેમસંગ ગેલેક્સી એ 71માં 4500mAh બેટરી, ક્વાડ રિયર કેમેરા સેટઅપ જેવી ખાસીયતો છે. તો ગેલેક્સી એ 51 સ્માર્ટફોન 4000mAh બેટરી, ક્વાડ રિયર કેમેરા સેટઅપ અને 6.5 ઇંચ ફુલ એચડી-ડિસ્પ્લેની સાથે આવે છે.

સેમસંગ ગેલેક્સી એ 71 અને ગેલેક્સી એ 51 ભારતમાં આ કિંમત પર છે ઉપલબ્ધ

image source

સેમસંગ ગેલેક્સી એ 71 સ્માર્ટફોન છેલ્લે તેનો ભાવ ઘટાડ્યા બાદ 29,499 રૂપિયામાં ખરીદવા માટે ઉપલબ્ધ હતો, પણ હવે 2 હજાર રૂપિયાના ઘટાડા બાદ આ ફોન 8 જીબી રેમ તેમજ 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટ સાથે 27,499માં ઉપલબ્ધ છે. નવી કીંમતો સેમસંગ ઇન્ડિયા અને એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટ પર લાઇવ છે. આ ફોન પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ સિલ્વર, હેઝ ક્રશ સિલ્વર અને પ્રિઝ્મ ક્રશ બ્લૂ રંગમાં આવે છે.

image source

સેમસંગ ગેલેક્સી એ 51ના ભાવમાં પણ 2 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફોનને હવે 22999સ રૂપિયાની જગ્યાએ 20999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ભાવ 6 જીબી રેમ તેમજ 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટ સાથે ઉપલબ્ધ છે. તો 8 જીબી રેમ અ 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટ હવે 22499 રૂપિયામાં મળે છે. આ હેન્ડસેટનો ભાવ પણ એમેઝોન ઇન્ડિયા અને સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ પર અપડેટ કરી દેવામાં આવ્યા છે. સેમસંગ ગેલેક્સી એ 51 પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ વાઇટ, હેઝ ક્રશ સિલ્વર અને પ્રિઝ્મ ક્રશ બ્લૂ રંગમાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એ 71 – સ્પેસિફિકેશન

image source

સેમસંગ ગેલેક્સી એ 71 એક ડ્યૂઅલ સિમ સ્માર્ટફોન છે. તેમાં 6.7 ઇંચ (1080X2400 પિક્સલ) સુપર એમોલેડ પ્લસ ઇનફિનિટી અને ઓ ડિસ્પ્લે છે. ફોનમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 730 પ્રોસેસર, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યા છે. હેન્ડસેટનું સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેંસર હાજર છે. ફોનમાં 64 મેગાપિક્સર પ્રાઇમરી, 12 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ-એંગલ, 5 મેગાપિક્સલ ડેપ્થ અને 5 મેગાપિક્સલ મેક્રો સેંસરવાળા ક્વોડ કેમેરા સેટઅપ આપવામા આવ્યા છે. ફોનને પાવર
આપવા માટે 25 વોટ ફાસ્ટ ચાર્જિંગની સાથે 4500Ah બેટરી આપવામા આવી છે. ફોનમાં કનેક્ટિવિટી માટે વાઇ-ફાઈ એ/બી/જી/એન/એસી, બ્લૂટૂથ 5.0, 3.5 એમએમ હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ ચાર્જિંગ માટે આપવામા આવ્યા છે.

સેમસંગ ગેલેક્સી એ 51 – સ્પેસિફિકેશન્સ

image source

સેમસંગ ગેલેક્સી એ 51માં 6.5 ઇંચ ફુલ એચડી+ (1080X2400 પિક્સલ) સુપર એમોલેડ ઇનફિનિટી ઓ ડિસ્પ્લે છે. ફોનમાં ઓક્ટા-કોર એક્સીનોસ 9611 પ્રોસેસર, 8 જીબી સુધીની રેમ તેમજ 128 જીબી સુધીનું સ્ટોરેજ આપવામા આવ્યું છે. ફોનના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી વધારી શકાય છે.

image source

ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી, 12 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ-એંગલ, 5 મેગાપિક્સલ મેક્રો અને 5 મેગાપિક્સલ ડેપ્થ સેંસર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે ફોનમાં 32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. ફોન 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 4000mAh બેટરી સાથે આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત