ચેહરા પર પડી ગયા છે ખાડા અને રહે છે પીમ્પલ્સની ફરિયાદ, તો આજે જ અજમાવી જુઓ આ ઉપચાર…

મિત્રો, પ્રવર્તમાન સમયમા ધૂળ માટી અને પ્રદુષણના કારણે ત્વચાના છિદ્રમા ગંદકી ભરાઇ જાય છે અને તે ખુલી પણ જાય છે અને તેના કારણે વારંવાર ખીલ જેવી અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે, ખુલ્લા છિદ્રને બંધ કરવા માટે યુવતીઓને સ્ટીમિંગ ટ્રીટમેન્ટ અને ફેશિયલ કરાવે છે પરંતુ, ફરીથી છિદ્ર ખુલી જાય છે. એવામાં આજે અમે તમારા માટે અમુક ઘરેલુ નુસખાઓ વિશે જણાવીશુ, જેનાથી તમારી અનેકવિધ તમામ સમસ્યાઓ દૂર થઇ જશે.

image source

જો તમે કેમિકલ પ્રોડક્ટ્સનો વધારે પડતો ઉપયોગ કરો છો તો તમે આ પ્રકારની ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાથી પીડાઈ શકો છો. આ સિવાય ક્રીમ અને પાવડરનો વધુ ઉપયોગ પણ ખીલની સમસ્યા થવા માટે જવાબદાર સાબિત થઇ શકે છે. આ સિવાય પ્રદૂષણને કારણે પણ તમને આ પ્રકારની ત્વચા પર ખીલ થવાની સમસ્યા ઉદ્ભવી શકે છે. આ સિવાય જો તમે ત્વચાની યોગ્ય રીતે સાફ-સફાઇ ના કરો તો પણ તમને આ ખીલની સમસ્યા થઇ શકે છે. આ સિવાય ત્વચાની ખોટી રીતે માલિશ કરવી પણ ત્વચા પર ખીલ થવાની સમસ્યા ઉપજાવી શકે છે.

image source

જે લોકોની સ્કીન વધારે પડતી ઓઇલી અને સંવેદનશીલ હોય છે, તેમણે આવી સ્થિતિમા તમારે ધૂળ, માટી, પ્રદૂષણ અને સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવુ જોઇએ. તો ચાલો આજે આ ખીલની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે અમે તમને અમુક ઘરગથ્થુ ઉપચાર વિશે માહિતી આપીશુ.

ઘરગથ્થુ ઉપાય :

મુલ્તાની મીટ્ટી :

image source

જો તમે એક ચમચી મુલતાની માટીની એક ચમચીને ગુલાબજળમા મિક્સ કરો અને તેને ચહેરા પર ૧૫-૨૦ મિનિટ માટે લગાવો. ત્યારબાદ તેને તાજા પાણીથી સાફ કરી લો. ત્યારબાદ ત્વચા પર એલોવેરા જેલ લગાવો. તે ખુલ્લા છિદ્રોની સમસ્યાને પણ તુરંત દૂર કરે છે અને છિદ્રોને પણ યોગ્ય રીતે સાફ કરે છે.

પપૈયાનુ ફેસપેક :

image source

આ ઉપરાંત પાકેલા પપૈયાની પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને તેને ૧૫-૨૦ મિનિટ માટે મૂકો. ત્યારબાદ તેને તાજા પાણીથી ધોઈ લો અને ત્યારબાદ અઠવાડિયામા ત્રણ વાર આ કરવાથી ખુલ્લા છિદ્રોની સમસ્યા હલ થશે.

આઇસ ક્યૂબ્સ લગાવો :

image source

ચહેરાના છિદ્રોને બંધ કરવા માટે આઇસ ક્યુબને ૧૫-૩૦ સેકંડ કપડામા રાખીને માલિશ કરો. જો તમે શિયાળામા આ ઋતુમા કરી શકો તો ઉનાળામા આ ઉપાય અજમાવી શકો છો.

દહીનો પેક :

image source

જો તમે દહીંમા એક ચમચી હલ્દી ઉમેરી અને તેનાથી તમારા ચહેરા પર મસાજ કરો અને ત્યારબાદ તેને ૨૦ મિનિટ માટે રહેવા દો અને તાજા પાણીથી મોઢું ધોઈ લો તો તમારી ત્વચા સાથે સંકળાયેલ બધી જ સમસ્યાઓ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત